આ બે વસ્તુનું સેવન છાતીમાં જામેલ કફ ઉધરસ ઇન્સ્ટન્ટ બહાર કાઢી ફેફસા કરી દેશે સાફ, જાણી લો ઉપયોગ કરવાની રીત…

કાળા મરી (Black Pepper) ની અંદર પેપરાઈન નામનું રસાયણ હોય છે, જેના કારણે તેનો સ્વાદ તીખો હોય છે. જ્યારે મિશ્રી ખજૂર અને શેરડીના રસથી બનેલી હોય છે અને તે સ્વાદમાં મીઠી હોય છે. જો મિશ્રી અને કાળા મરીને એકી સાથે ખાવામાં આવે તો, તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક થાય છે.

કાળા મરીની અંદર વિટામિન-બી, સેલેનિયમ, બીટા-કેરોટિન, વિટામિન-એ, એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ, એન્ટી ઓક્સિડેન્ટ, વિટામિન-સી, વગેરે હાજર હોય છે. મિશ્રીની અંદર વિટામિન-બી-12, ફાઈબર, એન્ટી ઓક્સિડેન્ટ ગુણ, એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ વગેરે હોય છે.તેવામાં કાળા મરી અને મિશ્રી બંને મિશ્રણથી શરીરને કેટલાક ફાયદાઓ થઈ શકે છે. તો આજે આ લેખમાં અમે તમને તેના વિશે  જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો. આજે અમે તમને આ લેખના માધ્યમ દ્વારા જણાવીશું કે, મિશ્રી અને કાળા મરીથી સ્વાસ્થ્યને કેટલાક ફાયદાઓ પહોંચી શકે છે.

કાળા મરીથી પાચનક્રિયા :

તમને જણાવી દઈએ કે કાળા મરીથી અને મિશ્રીના વપરાશથી ટેસ્ટ બડ્સ ઉત્તેજિત થાય છે, અને તેના કારણથી હાઈડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ પેટમાં વધે છે. જો કે કેટલાક લોકો પાચનક્રિયાને સારી કરવા માટે મિશ્રીની સાથે વરિયાળીનો પણ ઉપયોગ કરે છે. પરંતુ જો તમને પેટમાં ગેસ થાય છે, કબજિયાત છે, અપચાની સમસ્યા છે, સોજો છે અથવા તો પેટ ફૂલવાની સમસ્યા છે, તો તમે કાળા મરી અને તેની સાથે મિશ્રીને મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો આથી તમારી એ સમસ્યા દૂર થઈ જશે.

કાળા મરી અને મિશ્રી માઇન્ડ માટે :

માઇન્ડને સ્વચ્છ બનાવવા માટે તમે મિશ્રી અને કાળા મરીનો ઉપયોગ કરી શકો છો, તેનાથી તમને જરૂરથી ફાયદો થશે. જો કોઈ પણ વ્યક્તિ પોતાની ભૂલવાની આદતથી ચિંતામાં છે અથવા તો માનસિક તણાવનો અનુભવ કરી રહ્યો છે, તો તે કાળા મરીની સાથે મિશ્રીનું સેવન કરી શકે છે. જો તમે આવું કરશો તો તમારો માનસિક તણાવ દૂર થઈ જશે અને યાદશક્તિ પણ તેજ થઈ જશે. આ સિવાય જો તેનું સેવન કરવામાં આવે તો તે નિંદરને પણ નિયંત્રણમાં રાખે છે. તેવામાં કાળા મરી અને મિશ્રીનું સેવન એ એક સારો વિકલ્પ છે, તો તમારે તેનું સેવન કરવું જોઈએ.

વજન : આ વાતમાં કોઈ પણ સંદેહ નથી કે કાળા મરી અને મિશ્રીના સેવનથી વ્યક્તિની ભૂખમાં વધારો થાય છે. પરંતુ જો કાળા મરીની સાથે મિશ્રીને મેળવામાં આવે અને પછી તેનું સેવન કરવામાં આવે તો વજન ઓછું થાય છે. કાળા મરીમાં જે ઉપરનું પડ હોય છે, તેમાં ફાઇટ્રોન્યુટ્રીયન્સ હોય છે, જે શરીરમાં રહેલ વસા કોશિકાને તોડે છે અને મિશ્રી ભૂખને નિયંત્રણ રાખવામાં અને પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે તમારો વજન ઓછો કરવા માંગો છો, તો તમે કાળા મરી અને મિશ્રીનું સેવન કરી શકો છો.

ગળાની સમસ્યા : તાવ દરમિયાન લોકોને લગભગ ગળામાં દુઃખાવો, ખરેડી અને ઉધરસની સમસ્યા થઈ જતી હોય છે. જો આવી પરિસ્થિતિમાં તમે કાળા મરીનો પાવડર અને તેમાં મિશ્રી ઉમેરીને, પછી તેમાં થોડું ઘી ઉમેરીને આ મિશ્રણનું સેવન કરશો તો, તમારી ગળાની સમસ્યા દૂર થઈ જશે. તમને જણાવી દઈ કે મિશ્રીને ઔષધિય ગુણથી જાણવામાં આવે છે. તેવામાં તે તરત જ ઉધરસમાં ફાયદો પહોંચાડે છે. તેમજ કાળા મરી પણ સ્થિર લાળને દૂર કરે છે અને ફેફસાને સાફ કરે છે. જો તમે કાળા મરીના ચૂર્ણ સાથે મિશ્રીના ચૂર્ણને ખાશો, તો તમારા પેઢા પણ મજબૂત થશે. ઉપરાંત ખરાબ શ્વાસ માંથી આવતી દુર્ગંધને પણ દૂર કરે છે.

કાળા મરી અને મિશ્રીનું મિશ્રણ ભૂખને વધારે :

જેમ કે, અમે તમને પહેલા જ જણાવ્યું હતું કે કાળા મરી ભૂખને વધારે છે અને મિશ્રી ભૂખને નિયંત્રણમાં રાખે છે. તેવામાં જે પણ લોકોની બોડી વીક છે અને જે લોકોને ભૂખ ખુબ જ ઓછી લાગે છે તે લોકોએ આનું નિયમિત રૂપથી સેવન કરવું જોઈએ. ભૂખને વધારવા માટે તમે કાળા મરી અને મિશ્રીના મિશ્રણની સાથે ગુણવત્તા વાળા પાવડરને પણ મેળવી શકો છો અને દરરોજ તેનું સેવન કરી શકો છો.

કાળા મરી અને મિશ્રીથી એનર્જી : જે પણ વ્યક્તિ કાળા મરી અને મિશ્રીનું દરરોજ સેવન કરે છે, તેના શરીરમાં એનર્જીનું લેવલ હંમેશા વધેલું જ રહે છે. મિશ્રી મૂડને સારો રાખે છે અને સાથે જ, જે પણ લોકોને સુસ્તીનો અનુભવ થતો હોય તેને ઉર્જાનો અનુભવ કરાવે છે. જો તમને હર સમય તણાવનો અનુભવ થાય છે અથવા તો માનસિક તણાવ થાય છે, તો તમે કાળા મરી અને મિશ્રીના સેવનથી તમારી આ સમસ્યાને દૂર કરી શકો છો.

કાળા મરી અને મિશ્રીથી થતા નુકશાન : કોઈ પણ વસ્તુનો જો અતિ ઉપયોગ કરવામાં આવે તો તે સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. આવું જ કંઈક કાળા મરી અને મિશ્રીનો વધુ ઉપયોગ કરવાથી પણ થાય છે. જો કાળા મરી અને મિશ્રીનું જો વધારે સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે નુકશાનકારી થઈ શકે છે.

1 ) જેમાં ગર્ભવતી મહિલા અને સ્તનપાન કરાવતી મહિલાએ જો કાળા મરી અને મિશ્રીનું સેવન કરવું હોય તો તેને ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ
2 ) તેમજ કાળા મરી અને મિશ્રીનું વધારે સેવન એ પેટને પણ ખરાબ કરી શકે છે.
3 ) જે લોકોને જઠરાંત્ર સંબંધી સમસ્યા છે તે લોકોએ કાળા મરી અને મિશ્રીનું સેવન ન કરવું જોઈએ.
4 ) ગરમીની ઋતુમાં કાળા મરીનું સેવન ઓછું કરવુંજોઈએ કારણ કે તેનાથી એલર્જી થઈ શકે છે, જેમ કે, નાકમાંથી લોહી નીકળવું, ત્વચા લાલ થવી વગેરે સમસ્યા થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment