પીળા થઈ ગયેલા દાંત ફક્ત 10 રૂપિયામાં કરો દૂધ જેવા સફેદ, જાણો દાંત સાફ કરવાના 5 ઉપચાર… દાંત અને પેઢાની ગંદકી સહિત દુખાવા પણ થઈ જશે ગાયબ

આપણા ચહેરા પર દાંત એ સુંદરતા માટે જરૂરી છે. પરંતુ ઘણી વખત આ દાંત પીળા પડી જતા હોય છે. ત્યારે ચહેરાનો દેખાવ ફિક્કો લાગવા લાગે છે. આ સમયે તમે દાંતની પીળાશ દુર કરવા માટે દાંતના ડોકટરનો સંપર્ક કરો છો. જે તમને દવા આપીને પીળાશ દુર કરવા કહે છે. પરંતુ તમે ઘરે પણ કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને દાંતની પીળાશ દુર કરી શકો છો. આ માહિતી વિસ્તારથી જાણવા માટે આ લેખ અંત સુધી જરૂર વાંચો.

ખાણી-પીણીની ખોટી આદતો અને ઓરલ હાઈજિનનું ધ્યાન ન રાખવાને કારણે ઘણા લોકોને દાંતોની વિભિન્ન પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવી જ એક ગંભીર સમસ્યા દાંતની પીળાશ છે. જાહેર છે દાંતનું પીળું હોવું કોઈના પણ માટે શરમિંદગીનું કારણ બની શકે છે. આમ તો દાંતમાં ચોટેલ મેલ કે પીળાશ દરરોજ બ્રશ કરવાથી સાફ થઈ જાય છે. પરંતુ ઘણી વખત તે મજબૂતીથી ચોંટી જાય છે, જેને દૂર કરવું સરળ હોતું નથી.

મજબૂત અને સફેદ દાંત કોને પસંદ હોતા નથી. જેમ-જેમ તમે મોટા થાઓ છો, દાંત પીળા થઈ જાય છે. વાસ્તવમાં ચાવવા અને ખાવા-પીવાના એસિડના સંપર્કમાં આવવાથી દાંતોની તામચિની દૂર થઈ જાય છે. તામચિની ઉંમર સાથે પાતળી થતી જાય છે. જેનાથી દાંત પીળા પાડવા લાગે છે.

પીળા દાંતને સફેદ કંઈ રીતે કરવા ? : જો તમે દાંતને સફેદ કરવા માંગતા હો, તો અહીં આપેલ રીતોને જરૂરથી અપનાવો. બેશક દાંતને સફેદ કરવા માટે ઘણા ઈલાજ રહેલા છે પરંતુ ઘરેલું વસ્તુઓ દ્વારા પણ પીળા દાંત સફેદ મોટી જેવા ચમકદાર થઈ શકે છે. અમે તમને દાંતોની પીળાશ દૂર કરવા માટેના ઘરેલું ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમારે ડેન્ટિસ્ટ પાસે ગયા વગર દાંતને મજબૂત બનાવવા અને તેની પીળાશ દૂર કરવામાં મદદ મળશે.

કોકો પાવડર : તે માટે તમારે કોકો પાવડર અને પાણી અથવા નારિયેળનું તેલ જોઈશે. સૌથી પહેલા કોકો પાવડરને નારિયેળ તેલ અથવા પાણી સાથે મિક્સ કરો, તેનું એક પેસ્ટ બનાવી લો. આ મિશ્રણથી તમારા દાંતને હંમેશની જેમ બ્રશ કરો. આ ઉપચારથી થોડા જ દિવસોમાં તમારા પીળા દાંત સફેદ થવા લાગશે.

લીમડાના પાન : દાંત માટે લીમડાનું દાંતણ પણ ખુબ જ ફાયદાકારક છે. તેનાથી દાંત મજબુત બનવાની સાથે સફેદ પણ બને છે. તે માટે તમને લીમડાના પાન અને પાણી જરૂર પડશે. સૌથી પહેલા લીમડાના પાનને પાણીના વાસણમાં ઉકાળવા મૂકો. હવે તેને ગાળી લો, તેને ઠંડુ થવા દો અને તેનાથી કોગળા કરો.

એપ્સ્મ સોલ્ટ : મીઠાથી પણ દાંત સફેદ થાય છે. મીઠું અને પાણી સરખી માત્રમાં મિક્સ કરો. ત્યાં સુધી હલાવો જ્યાં સુધી મીઠું સરખી રીતે ઓગળી ન જાય. આ મિશ્રણને ટૂથબ્રશથી તમારા દાંત પર લગાડો. તમે તેનાથી કોગળા પણ કરી શકો છો અને પછી સાફ પાણીથી તમારું મોં ધોઈ લો.

આદું અને મીઠું : આદુના એક નાના ટુકડાને વાટી લો. ¼ ચમચી મીઠું લઈને આદુમાં મિક્સ કરો. લીંબુનો એક નાનો ટુકડો કાપી આ મિશ્રણમાં તેનો રસ ઉમેરો અને પછી સરખી રીતે મિક્સ કરી લો. તેને ટૂથબ્રશથી દાંત પર લગાડવું.

ફુદીનાના પાન અને નારિયેળ તેલ : ફુદીનાના પાંદડાને વાટીને નારિયેળ તેલમાં મિક્સ કરી લો. સરખી રીતે મિક્સ કરો અને આ મિશ્રણને ટૂથબ્રશથી તમારા દાંત પર લગાડો. ફુદીનાનો વધારે પ્રયોગ ન કરવો. 3 થી 5 પાંદડા પૂરતા છે. આમ દાંતની સફેદી માટે અહી આપેલ ઉપાયો સિવાય તમે સોડા, અને લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો, તેનાથી પણ દાંત સફેદ થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment