દરરોજ પીવો આ “ચા”, પેટનો દુઃખાવો, ગેસ, ઉલ્ટી, ખાટા ઓડકાર અને એસીડીટીમાં કાયમી મળી જશે છુટકારો..

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે આપણા રાજ્ય અને દેશમાં મોટાભાગના લોકોની સવાર ચા પીધા પછી પડે છે. મોટાભાગના લોકો પોતાની સવારની શરૂઆત ચા સાથે જ કરે છે. પરંતુ જે રોજ સામાન્ય રીતે ચા પીવામાં આવે છે તે આપણા શરીર માટે ખુબ જ નુકશાનકારક છે. માટે આજે અમે તમને સ્વાસ્થ્યને ફાયદાઓ કરાવે એવી ચા વિશે જણાવશું. આ લેખમાં અમે તમને જે ચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ એ છે અજમાની ચા. અજમાની ચા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ચાલો તો જાણીએ અજમાની ચા અને તેના ફાયદા વિશે.

અજમા વાળી ચાના સ્વાસ્થ્ય લાભ : અજમા વાળી ચાને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અજમા એક એવું ઘટક છે જે આરોગ્યને લગતી કેટલીક સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરે છે. અજમાને ઔષધિ ગુણોથી ભરપૂર માનવામાં આવ્યા છે. વધારે લોકો અજમાને એક મસાલા તરીકે ઉપયોગ કરે છે. પરંતુ એનાથી થતાં સ્વાસ્થ્યના લાભો વિશે જાણી તમે સતબ્ધ થઈ જશો.અજમાનો સ્વાદ થોડો કડવો અને તીખો હોય છે આ કારણથી લોકો આને પસંદ કરતાં નથી. પરંતુ તમને જણાવી દઈએ કે, અજમા પેટના કેટલાક રોગો માટે એક રામબાણ ઈલાજ છે. તેનું સેવન કરવાથી પેટનો દુઃખાવો, ગેસ, ઉલ્ટી, ખાટા ઓડકાર અને એસીડીટીમાં આરામ મળે છે.

અજમામાં પ્રોટીન, ફૈટ, ખનીજ પદાર્થ, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ હોય છે. આ સિવાય અજમામાં કેલ્શિયમ, થાયમિન, રાઈબોફ્લેર્વિન, ફોસ્ફરસ, આયરન અને નિયાસીન પણ વધારે માત્રામાં હોય છે. અજમા વાળી ચાના સેવનથી શરીરને કેટલીક સમસ્યાઓથી બચાવી શકાય છે.વજન : જો તમે મેદસ્વીપણાની સમસ્યાથી ચિંતામાં છો, તો પછી અજમા વાળી ચાનું સેવન કરો. અજમાવાળી ચા ને ફાઈબરનો સારો એવો સ્ત્રોત માનવામાં આવ્યો છે. ફાઈબર શરીરમાં રહેલી ચરબીના સ્ત્રોતને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

હદય : અજમા વાળી ચા હૃદયને ફીટ રાખવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે, અજમાની ચામાં ઓમેગા 3 ફેટી એસિડ વધારે માત્રામાં હોય છે જે હૃદય અને મન બંનેના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક થઈ શકે છે.પાચન : જે પણ લોકોને પાચન સંબંધી સમસ્યા છે તેને અજમાનું સેવન કરવું જોઈએ. અજમામાં રહેલું તેલ પાચન પ્રણાલીને સ્વસ્થ રાખવામા મદદ કરે છે. અજમાની ચાનું સેવન કરવાથી પાચન ક્રિયાને વધુ સારી રાખી શકાય છે.

અસ્થમા : અજમાવાળી ચાના ધુમાડામાં શ્વાસ લેવાથી જ નાકનો અવરોષિત રસ્તો સાફ થઈ જાય છે અને મધની મીઠાસની સાથે જ અજમા વાળી ચા બનાવી ગરમા-ગરમ પીવાથી અસ્થમા એટેકથી આરામ મળી શકે છે.

કોલેસ્ટ્રોલ : જો તમે વધેલા કોલેસ્ટ્રોલની સમસ્યાથી હેરાન છો, તો અજમા વાળી ચાનું સેવન કરો. અજમાની ચા પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરી શકાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment