15 વર્ષની છોકરીની આ વાત જાણીને….. તમારો આત્મવિશ્વાસ દસ ગણો વધી જશે… સત્ય ઘટના

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 15 વર્ષની છોકરીની આ વાત જાણીને… તમારો આત્મવિશ્વાસ દસ ગણો વધી જશે… સત્ય ઘટના 💁

👩‍💼 કનક નામની છોકરી હતી જે તેના પિતા અને નવી પારકી માતા તેમજ તેના ભાઈ બહેન સાથે રહેતી હતી. કનકને અભ્યાસમાં ખુબ જ રૂચી હતી અને તે ભણવામાં ખુબ જ મહેનત પણ કરતી. કનકે જ્યારે આઠ ધોરણ પાસ કરી લીધું કે તરત જ તેની પારકી માતા કમળાએ કનકના પિતાને જણાવ્યું કે હવે તેને આગળ નથી ભણાવવી અને બે વર્ષની અંદર તેના લગ્ન કરી દેવા જોઈએ.

Image Source :

👩‍💼 આ સાંભળી કનકના પિતાએ જણાવ્યું કે તેનું મન ભણવામાં છે તો તેને ભણવાની તક આપવી જોઈએ, હજુ તો તે નાની છે અને આમ પણ તે પોતાની શાળાનો બધો ખર્ચો ઘરે ટ્યુશન કરાવીને કાઢે છે તો પછી શું વાંધો. પરંતુ કનકની પારકી માતા તેને ભણાવવાની વિરુદ્ધમાં હતી. કારણ કે તેને પોતાના છોકરાઓની વધુ ચિંતા થતી હતી. આ સાંભળીને કનકના સપનાઓ તૂટતા દેખાયા અને એ રડી પડી.

👩‍💼 કનક એક વાર શાળામાં ભણી રહી હતી ત્યારે IAS અધિકારી સફેદ ગાડીમાં બેસીને આવ્યા ત્યારથી કનકનું એક જ સપનું હતું કે પોતે પણ એક દિવસ સફેદ લાલ બતી વાળી ગાડીમાં બેસીને આવશે. ત્યારે તેના શિક્ષકે કહેલું કે તેના માટે તારે ખુબ ભણવું પડશે. તે દિવસથી કનક ખુબ જ મહેનત અને લગનથી અભ્યાસ કરી રહી હતી. પરંતુ પોતાની માતાની વાત સાંભળીને આજે તેને પોતાના સપનાઓ વિખરાતા દેખાયા.

Image Source :

👩‍⚖️ થોડા સમય બાદ કનક હજુ બહાર જતી હતી ત્યાં તેની નવી માં આવી અને કહ્યું કે સાડી પહેરી લે શરીર વ્યવસ્થિત દેખાશે. મિત્રો ત્યારે કનક માત્ર 15 વર્ષની હતી અને તેને લગ્ન માટે એક છોકરાવાળા જોવા આવવાના હતા. મિત્રો જે છોકરો કનકને જોવા આવ્યો હતો તેની ઉંમર 30 વર્ષ હતી. છોકરા વાળા પણ જોઇને આશ્ચર્ય ચકિત થઇ ગયા કે છોકરી તો બહુ નાની છે. પરંતુ તેમ છતાં તેણે આ સંબંધ માટે હા પાડી દીધી.

👩‍⚖️ પરંતુ કનક આ બધું સહન ન કરી શકી તે પોતાના સપનાને આ રીતે તૂટતા જોઈ ન શકી. અંતે તે રડવા લાગી અને હિંમત કરી પોતાના આંસુને રોકતા માતા પિતાને જણાવ્યું કે તે લગ્ન નહિ કરે. આ સાંભળી તેની માતાએ તો તરત જ તેને એક તમાચો લગાવી દીધો. પરંતુ કનક આત્મવિશ્વાસથી બોલી કે હું ઘર છોડીને જતી રહીશ.

Image Source :

👩‍🎓 આ સાંભળીને તેની પારકી માં કનકની હંસી ઉડાવતા કહે છે કે ઘર છોડીને ક્યાં જઈશ, ક્યાં રહીશ અને જમીશ શું. બે જ દિવસમાં પાછી આવી જઈશ. પરંતુ કનક તેના નિર્ણય પર અડગ હતી અને તે પોતાનું બેગ ભરી ઘરેથી નીકળી જાય છે અને પિતાને કહે છે કે હવે તમારે આ મોંઘવારીમાં મારી ચિંતા કરવાની જરૂર ન રહે માટે હું જ ઘર છોડીને જતી રહું છું અને ચાલી જાય છે.

👩‍🎓 કનક રસ્તા પર વિચાર કરતા જતી હતી ત્યાં તેને તેના શિક્ષક મળે છે અને પૂછે છે કે તે ક્યાં જાય છે.ત્યારે કનક તેને બધી વાત જણાવે છે. ત્યારે શિક્ષક કહે છે કે આ રીતે તું ક્યાં રહીશ એવું હોય તો હું તારા માતા પિતાને વાત કરું. પરંતુ કનક ના પાડે છે અને કહે છે કે, તમે મને કોઈ રહેવા માટેની જગ્યા શોધવામાં મદદ કરો બાકી તો હું ટ્યુશન કરાવીને ખર્ચો કાઢી લઈશ.

Image Source :

👩‍🎓 ત્યારે તેના શિક્ષક તેને રહેવા માટે એક જગ્યા શોધી આપે છે અને થોડો સામાન પણ અપાવે છે. હવે કનક સવારે શાળાએ જાય છે અને સાંજે તે બાળકોને ટ્યુશન કરાવે છે. ક્યારેક તો તે એટલી વ્યસ્ત રહેતી કે તેને જમવાનું બનાવવાનો પણ સમય ન રહેતો. આ રીતે તેને સારા પરિણામે 12 ધોરણ તો પાસ કર્યા.

👩‍🎓 હવે તે આગળ કોલેજ માટે ફોર્મ ભરવા જાય છે. ત્યારે તે કોલેજની ફી સાંભળીને તેની આંખમાંથી આંસુ રૂપે તેના સપનાઓ વહેવા લાગ્યા હતા. ત્યાં પાછળથી એક પ્રોફેસર આવે છે અને તેને પૂછે છે કે શું થયું બેટા ? ત્યારે તે પોતાની તકલીફ પ્રોફેસરને જણાવે છે. ત્યારે તે પ્રોફેસર તેને કહે છે કે અહીં શિષ્યવૃત્તિ પણ મળે છે જો કોઈ એન્ટ્રેન્સમાં પ્રથમ નંબર પર આવે તો તેની ફી માફ કરવામાં આવે છે. માટે તું પણ તે ફોર્મ ભરી દે. આ સાંભળી કનક ખુશ થઇ જાય છે અને તે ફોર્મ ભરી દે છે.

Image Source :

👩‍✈️ ત્યાર બાદ તે ખુબ મહેનત કરે છે અને તેમાં પ્રથમ પણ આવે છે અને તેની ફી પણ માફ થઇ જાય છે ત્યારે તેના પ્રોફેસર કનકને તેનું સપનું પૂછે છે ત્યારે કનક કહે છે કે મારે IAS અધિકારી બનવું છે અને સફેદ લાલ બત્તી વાળી ગાડીમાં બેસવું છે એ જ મારું સપનું છે. ત્યારે પ્રોફેસર કહે છે તેના માટે ખુબ મહેનત કરવી પડે છે, તેની પરીક્ષાઓ ખુબ અઘરી હોય છે, તે ખુબ મુશ્કેલ કાર્ય છે.

👩‍✈️ ત્યારે કનક આત્મવિશ્વાસથી જવાબ આપે છે કે તેને આના કરતા પણ અઘરી પરીક્ષાઓ તેમજ મુશ્કેલીઓ પોતાની જિંદગીમાં જોયેલી છે. અને આગળ કનક જણાવે છે કે જયારે કોઈ એવું કહે કે, તમે નહિ કરી શકો. તે જ શબ્દો તો મને પ્રોત્સાહન આપે છે. આ સાંભળી ત્યાં બેઠેલા બધા પ્રોફેસરો તાળી પાડીને તેના આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપે છે.

👩‍✈️ અને કનક પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખુબ મહેનત કરે છે અને તે એક દિવસ IAS ઓફિસર પણ બની જાય છે. અને સફેદ લાલ બત્તી વાળી ગાડીમાં બેસીને પોતાના તે શિક્ષક પાસે જાય છે જેણે શાળામાં કનકને આ સપના માટે મહેનત કરવાનું કહ્યું હતું અને તેની મદદ કરી હતી. કનકને આ રીતે જોઇને તેની આંખમાં ખુશીના આંસુ છલકાય જાય છે અને બંને ભેટી પડે છે.

Image Source :

👩‍✈️ આ રીતે એક 15 વર્ષની છોકરી કે જેણે તેના માતાપિતા છોડી દે છે ત્યાર બાદ તે પોતાના દમ પર પોતાના સપના પુરા કરી બતાવે છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી  Image Source: Google

2 thoughts on “15 વર્ષની છોકરીની આ વાત જાણીને….. તમારો આત્મવિશ્વાસ દસ ગણો વધી જશે… સત્ય ઘટના”

Leave a Comment