દરરોજ વપરાતી 13 વસ્તુ તમારા લોહી અને ફેફસામાં ભરી દે છે પ્લાસ્ટિકના ટુકડા, જાણો કેમ અને કેવી રીતે ઘૂસે છે નહિ તો થઈ જશે બહુ મોંઘુ અને મોડું….

મિત્રો આજે આપણે જાણી છીએ કે, આપણે લગભગ દરેક વસ્તુઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. ખાવાપીવાની વસ્તુઓથી લઈને કોઈ પણ વસ્તુઓ ભરવામાં પ્લાસ્ટિક બેગ, ડબ્બા, બોટલનો ઉપયોગ કરવામાં આવે છે. જયારે તેનાથી પ્રદુષણ તો વધ્યું જ છે સાથે આ પ્લાસ્ટિક તમારા સ્વાસ્થ્ય પર પણ અસર કરી રહ્યું છે. આથી જ તમારા લોહી અને ફેફસામાં પ્લાસ્ટિક મળી આવે છે.

માઈક્રોપ્લાસ્ટિકસથી પર્યાવરણ દુષિત થવા અને ઘણી પ્રજાતિઓના નષ્ટ થવાનું જોખમ રહેલું છે. પરંતુ એ વાતના પ્રમાણ પણ મળ્યા છે કે, પ્લાસ્ટિકના નાના કણ અથવા ટુકડા માણસના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક થઈ શકે છે. હાલના કેટલાક અધ્યયનમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, પ્લાસ્ટિકના કણ માણસના લોહી અને વાયુમાર્ગમાં પોતાનો રસ્તો શોધે છે.

પ્લાસ્ટિકના કણ માણસના સ્વાસ્થ્ય માટે કેટલા ખતરનાક સાબિત થઈ શકે છે તેના પર હાલ અધ્યયન થઈ રહ્યું છે પણ એક્સપર્ટ માને છે કે, અ સુક્ષ્મ કણ ફેફસામાં બને છે અને તેને ડેમેજ કરી શકે છે. તેનાથી ફેફસાની બીમારી વાળા લોકોમાં ગંભીરતા પેદા થઈ શકે છે.

એવું માનવામાં આવે છે કે, આ કણ ફેફસામાં લાંબા સમય સુધી રહી શકે છે અને તેનાથી ફેફસામાં સોજો આવી શકે છે. તે પણ મહત્વ છે કે, કણ કેટલું મોટું છે, કારણ કે આ કણ હાનિકારક થઈ શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓથી લોહી અને ફેફસામાં માઈક્રોપ્લાસ્ટિકસ ભરાઈ જાય છે.

ફેફસામાં મળ્યા 12 પ્રકારના પ્લાસ્ટિકના ટુકડા : સાયન્સ ઓફ ધ એનવાયરનમેન્ટમાં હાલમાં જ પ્રકાશિત અધ્યયનમાં નીચેના ફેફસા સહીત બધા જ ભાગમાં રહેલ માઈક્રોપ્લાસ્ટિકસની શોધ કરવામાં આવી. તેમાં 12 પ્રકારના પ્લાસ્ટિકની ઓળખ કરવામાં આવી, જેમાં પોલીપ્રોપાઈલીન અને પોલીથીનની સાથે ટેરેફ્થેલેટ અને રાલ સામેલ હતાં.

કંઈ વસ્તુઓમાં મળે છે પ્લાસ્ટીકના કણ : આ પ્લાસ્ટિક સામાન્ય રીતે પેકેજીંગ, બોટલ, કપડા, રસ્સી અને સુતળી નિર્માણમાં મળે છે. માઈક્રોપ્લાસ્ટિકસના સૌથી ખતરનાક સ્ત્રોતોમાં શહેરમાં ધૂળ, કપડા અને ટાયર પણ સામેલ છે.

ખાવાની વસ્તુઓમાં પણ પ્લાસ્ટિક : વિશેષજ્ઞના કહેવા અનુસાર ઘણા ખાદ્ય અને પ્રવાહી પદાર્થ પણ શરીરમાં માઈક્રોપ્લાસ્ટિકસ ભરી રહ્યા છે. તેમાં બોટલમાં બંધ પાણી, મીઠું, સમુદ્રી ભોજન, ટીબેગ, તૈયાર ભોજન અને ડબ્બા બંધ ભોજન સામેલ છે.

પ્લાસ્ટિક કણોથી થતા નુકશાન : એવું માનવામાં આવે છે કે, પ્લાસ્ટિક કણ લાંબા સમયથી ફેફસાના ઉત્તકોને નુકશાન પહોંચાડી શકે છે. જેનાથી કેન્સર, અસ્થમા એટેક અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

ફેફસા ડેમેજ થવાનું જોખમ : એક અધ્યયનમાં એ જાણવા મળ્યું છે કે, કપડા શ્રમિકોમાં પોલીએસ્ટર અને નાયલોન ફાઈબરથી નીકળતા માઈક્રોપ્લાસ્ટિકસ કણોને કારણે ઉધરસ, શ્વાસ ફુલાવી અને ફેફસાની ક્ષમતા ઓછી થવાની સમસ્યાઓ થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment