કોઈ વાત પર અડગ નથી રહી શકતા? હિંમત હારી જાવ છો? વિવેકાનંદની આ એક વાત જાણી લો.. પર્વત જેમ અડગ રહેશો
મિત્રો આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે આપણા કર્મોનું ફળ આપણને અહીં જ મળે છે અને આ વાતને ધ્યાનમાં રાખીને ઘણા લોકો તેનું પાલન પણ કરતા હોય છે. પરંતુ જે લોકો પુરેપુરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કર્તવ્ય પાલન કરે છે તેમને પણ ક્યારેક દુઃખોનો સામનો કરવો પડતો હોય છે. બીજી બાજુ અનીતિથી ચાલતા વ્યક્તિઓ ખુબ ખુશ હોય છે ત્યારે આપણા મનમાં એવો સવાલ આવે કે મેં તો કોઈનું કંઈ ખરાબ નથી કર્યું તો મારી સાથે કેમ ખરાબ થાય છે ? ત્યાર બાદ આપણે ક્યારેક પોતાને અથવા તો ભગવાનને કોસતા હોઈએ છીએ.
તો આજે આ જ વાત અમે એક ખુબ જ સરસ વાર્તા અને સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસના સંવાદ દ્વારા સમજાવીશું. મિત્રો જે લોકો કર્મના સિદ્ધાંત પર ચાલે છે. તે લોકોએ આ સંપૂર્ણ લેખ અવશ્ય વાંચવો જોઈએ. આ લેખ વાંચ્યા બાદ દરેક દુઃખોનો સામનો તમે નીડરતાથી હસતા હસતા કરી શકશો.
મિત્રો સૌથી પહેલા આપણે આ વસ્તુને એક વાર્તા દ્વારા સમજીએ. એક ગામમાં એક વેપારી રહેતો હતો. તે એક કૃષ્ણ ભક્ત હતો તેથી તે દરેક કાર્યો પ્રમાણિકતાથી કરતો, ક્યારેય કોઈનું ખોટું ન કરતો અને ભગવાનને રોજ પ્રાર્થના કરતો. સવારે તે રોજ મંદિરે જતો ત્યાર બાદ જ પોતાની ઓફિસે જતો.
હવે મિત્રો બને છે એવું કે તે જે મંદિરે દર્શન કરવા જાય છે ત્યાં રોજ સવારે એક ચોર પણ આવે છે, તે મંદિરે દર્શન કરવા આવે અને ચોરી કરીને જતો રહે. જાનવરો અને માણસોને સતાવતો તેમજ દારુ પીતો અને જુગાર રમતો. જેટલો વેપારી સારો માણસ હતો તેટલો જ દુરાચારી ચોર હતો.
એક દિવસ ખુબ વરસાદ હતો તો મંદિરમાં કોઈ આવ્યું ન હતું ત્યારે પેલો ચોર ત્યાં પહોંચી ગયો અને મોકાનો ફાયદો ઉઠાવીને મંદિરમાં રહેલું ધન ચોરીને ભાગી ગયો. ત્યાર બાદ વેપારી મંદિરે આવ્યો તો લોકોને એવું લાગ્યું કે મંદિરમાં વેપારીએ ચોરી કરી છે અને લોકો તેના પર આરોપો લગાવવા લાગ્યા. વેપારીએ પોતાને નિર્દોષ સાબિત કરવા ઘણા પ્રયત્નો કર્યા પણ ત્યાં તો લોકો તેને મારવા લાગ્યા.
ત્યાર બાદ વેપારી એન કેન પ્રકારે ત્યાંથી જીવ બચાવીને બહાર ભાગ્યો ત્યાં તે એક ઝડપથી આવતી કાર સાથે અથડાયો અને પડી ગયો. આ ઘટનામાં કાર માંથી એક બેગ બહાર પડી ગઈ. આ બેગ પેલો ચોર જોઈ ગયો અને તેને બેગ લઇ લીધું અને તેમાં જોયું તો તેમાં અઢળક પૈસા હતા. આ જોઈ ચોર ખુબ જ ખુશ થઇ ગયો અને બેગ લઈને ત્યાંથી જતો રહ્યો.
આ ઘટના બાદ વેપારી ખુબ ગુસ્સે થયો અને ભગવાન પરથી જાણે તેને વિશ્વાસ જ ઉઠી ગયો. ઘરે આવ્યો અને ભગવાનના ફોટા હતા તે ફેંકી દીધા અને બાળકો તેમજ પત્નીને પણ ભગવાનની ભક્તિ કરવાની ના પાડી દીધી અને કહેવા લાગ્યો ભગવાન જેવું કંઈ છે જ નહિ તે માત્ર એક ભ્રમ છે. જો ભગવાન હોત તો મારી સાથે આટલું ખરાબ ન થવા દે અને પેલા ચોરનુ આટલું સારુ ન થયું હોત. માટે ભગવાન છે જ નહિ તેવું સાબિત થઇ ગયું.
ત્યાર બાદ વેપારી રાત્રે સમગ્ર ઘટનાનો વિચાર કરતા કરતા સુઈ ગયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેના સપનામાં આવ્યા અને તેને જણાવ્યું કે આજે તારી જિંદગીનો છેલ્લો દિવસ હતો. કારણ કે આગળના જન્મમાં તે પણ એક વાર આવી જ રીતે નિર્દોષ મનુષ્ય પર કાર ચલાવી હતી પરંતુ તારા આ જન્મના સારા કર્મોના લીધે તું બચી ગયો અને પેલા ચોરને પાછળના જન્મના કર્મોના કારણે આ જન્મમાં રાજભોગ મળવાનો હતો. પરંતુ તેના આ જન્મના ખરાબ કર્મોના કારણે તેને અમુક પૈસા જ મળ્યા.
તો મિત્રો આ વાર્તા પરથી એક ખુબ જ સારી શીખ મળે છે કે આપણે ભગવાન પર વિશ્વાસ રાખીને આપણા કર્મો કરવા જોઈએ. જો આ રીતે આપણે કર્મો કરીએ તો કદાચ આપણી સાથે કંઈ ખરાબ થવાનું હોય છે તેના કરતા થોડું ઓછું ખરાબ થાય છે અને એક વાત હંમેશા યાદ રાખવી કે આપણા કર્મો જ આપણું ભવિષ્ય લખે છે.
હવે આ જ વાતનો એકદમ સચોટ અને સરળ જવાબ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસના સંવાદ પરથી મળે છે. તો તે પણ જાણી લઈએ.
એક વાર સ્વામી વિવેકાનંદે તેમના ગુરુ પરમહંસને પ્રશ્ન પૂછ્યો કે સારા માણસો દુઃખી કેમ રહે છે.
ત્યારે તેમના ગુરુએ જણાવ્યું કે હીરો ઘસાયા વગર અને સોનું તપ્યા વગર ચમકતું નથી. માટે ભગવાન સારા માણસોને દુઃખ નથી આપતા પણ તેની પરીક્ષા લેતા હોય છે. તે દુઃખો જિંદગીના અનુભવો હોય છે અને તે અનુભવોના કારણે જ વ્યક્તિ આગળ વધે છે. કડવા અનુભવો એક શિક્ષક જેવા હોય છે જે વ્યક્તિની પરીક્ષા લે છે અને એક શીખ આપીને જાય છે.
ત્યારે વિવેકાનંદજી એ જણાવ્યું કે આ સમસ્યાઓ સંભાળવી મુશ્કેલ થઇ જાય છે. ત્યારે ગુરુ જણાવે છે કે આપણી આંખ દ્રશ્ય જુએ છે જ્યારે દિલ રસ્તો બતાવે છે માટે તમારી આ સમસ્યાઓનું નિવારણ પણ તમને અંદરથી મળી રહેશે.
ત્યારે ફરી સ્વામી વિવેકાનંદ પૂછે છે કે, “શું અસફળતા દુઃખ નથી આપતી?” ત્યારે તેમના ગુરુ જણાવે છે કે, “સફળતા અને અસફળતા તો બીજા જુએ છે પરંતુ એક વ્યક્તિ તો પોતાની સંતુષ્ટિ જુએ છે.” અને છેલ્લે સ્વામી વિવેકાનંદ પૂછે છે કે, “કોઈ વ્યક્તિ દરેક સમયે મોટીવેટેડ કંઈ રીતે રહી શકે ?” ત્યારે પરમહંસજી ખુબ જ સરસ વાત જણાવે છે કે, “તમે દરેક વખતે એ જુઓ કે તમે ક્યાં પહોંચી ગયા છો એ નહિ કે તમે ક્યાં પહોંચશો, તમને જે મળ્યું છે એ જુઓ તમને જે નથી મળ્યું તેની માટે રડો નહિ.”
પરમહંસ જણાવે છે કે, “દુઃખ આવે ત્યારે દરેક લોકો એવું કહે છે કે મને જ કેમ દુઃખ મળે છે ? પરંતુ સુખના સમયે કોઈ એવું નથી કહેતું કે મને જ કેમ સુખ મળે છે. માટે આપણે જીવનમાં વ્યર્થ ચિંતા છોડીને ભૂતકાળનો સામનો પસ્તાવો કર્યા વગર કરવો જોઈએ. વર્તમાનનો સામનો સંપૂર્ણ સાહસથી કરવો જોઈએ અને ભવિષ્ય માટે નીડરતા પૂર્વક તૈયાર રહેવું જોઈએ.
જો મિત્રો આ લેખ તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ કારણ કે આ લેખ દ્વારા ઘણા લોકોને પોતાના દુઃખ સામે લડવાની તાકાત મેળવશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google