લીના મદીના કે જે માત્ર પાંચ વર્ષની ઉમરમાં જ એક સ્વસ્થ બાળકની માતા બની ગઈ હતી…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

લીના મદીના કે જે માત્ર પાંચ વર્ષની ઉમરમાં જ એક સ્વસ્થ બાળકની માતા બની ગઈ હતી…

બ્રિટનમાં હાઇસ્કૂલમાં ભણતી બાર વર્ષની છોકરી માતા બની ગઈ, જેને બ્રિટનની સૌથી ઓછી ઉમરની માતાનો દરજ્જો આપવામાં આવ્યો.પરંતુ આપણે સમગ્ર દુનિયાની વાત કરીએ તો આ ખિતાબ પેરુની લીના મદીનાને મળે કે જે માત્ર પાંચ વર્ષ અને સાત મહિનાની નાની ઉમરમાં એક સ્વસ્થ બાળકની માતા બની ગઈ. આ ઘટના ચિકિત્સા વિજ્ઞાન માટે આજ સુધી એક પહેલી છે. કે કંઈ રીતે આટલી નાની બાળકી ગર્ભવતી બની અને એક સ્વસ્થ બાળકને જન્મ પણ આપ્યો !

લીના મદીનાનો જન્મ પેરુના ત્રીક્રાપોમાં ૨૭ સપ્ટેમ્બર ૧૯૩૩ ના એક સામાન્ય કુટુંબમાં થયો. લીના જ્યારે માત્ર પાંચ વર્ષની હતી ત્યારે તેના પેટનો આકાર વધવા લાગ્યો. જેથી તેના માતા પિતા ચિંતિત થઇ ગયા. ત્રીક્રાપો એક ગ્રામીણ વિસ્તાર હતો માટે તેઓ સ્થાનીય માન્યતાઓ અનુસાર લીનાને એક ઓઝાની પાસે લઇ ગયા. ઓઝાએ ઘણા જાડું ફૂંક અને યંત્રો મંત્રો અપનાવ્યા પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો નહિ. લીનાના પેટનો આકાર નિરંતર વધવા લાગ્યો.

ત્યાર બાદ તેના માતા પિતા તેને શહેરના એક ચિકિત્સક પાસે લઇ ગયા. શરૂઆતમાં તો બધાએ એવું તારણ કાઢ્યું કે તેના પેટમાં રસોળી છે પરંતુ તપાસ બાદ ડોક્ટરને જાણવા મળ્યું કે તે સાત મહિનાની ગર્ભવતી છે.તે ડોક્ટર તેને દેખાડવા માટે અન્ય એક્સપર્ટ ડોક્ટર પાસે લઇ ગયા.ત્યાં પર તેના ગર્ભવતી હોવાની પુષ્ટિ થઇ.

અંતે ૧૪ મેં ૧૯૩૯ ના રોજ મદીનાએ સીઝીરીયન દ્વારા એક બાળકને જન્મ આપ્યો. કારણ કે નોર્મલ ડીલીવરી તેની કોખના નાના આકારને કારણે સંભવ ન હતી. લીનાની કહાની તે વખતના મેડીકલ જર્નલમાં પ્રકાશિત થઇ હતી જેમાં જણાવ્યું હતું કે માત્ર દોઢ વર્ષની ઉમરમાં જ લીનાનો માસિક ધર્મ શરૂ થઇ ગયો હતો. પુખ્ત વયે એટલે કે ૧૩  થી ૧૪ વર્ષની ઉમરે છોકરીઓ પીરીયડ્સમાં થાય પરંતુ લીના માત્ર દોઢ વર્ષની ઉમરે જ થઇ ગઈ હતી.

પાંચ વર્ષની ઉમરે તેના સ્તનનો વિકાસ પણ સંપૂર્ણ રીતે થઇ ગયો હતો અને પાંચ વર્ષની જ ઉમરે તેની કોખ પહોળી થઇ ગઈ હતી અને તેની અસ્થીઓ પણ પરિપક્વ થઇ ગઈ હતી. જ્યારે ડોક્ટર તેનું સીઝીરીયન કર્યું ત્યારે તેમને જાણવા મળ્યું કે ત્યારે તેના પ્રજનન અંગોનો પણ વિકાસ થઇ ગયો હતો. તેનું નામ તેના ડોક્ટર પરથી જનાર્દો રાખવામાં આવ્યું. તે જન્મ્યો ત્યારે તેનો વજન 2.7 કિલો હતો.

નાનપણમાં જનાર્દોનો ઉછેર લીનાએ તેના ભાઈ તરીકે કર્યો. પરંતુ જ્યારે તે 10 વર્ષનો થયો ત્યારે તેને જણાવવામાં આવ્યું કે મદીના તેની માતા છે. ૧૯૭૯ માં જનાર્દોની અસ્થીમજજા રોગના કારણે મૃત્યુ થઇ ગયું. લીનાએ પોતાના લગ્ન બાદ ૧૯૭૨ માં એક બાળકને પણ જન્મ આપ્યો હતો.

લીનાએ ક્યારેય કોઈ ઈન્ટરવ્યું નથી આપ્યું કે તેણે ક્યારેય ઉલ્લેખ નથી કર્યો કે તે બાળકના પિતા કોણ હતા અને કંઈ પરિસ્થિતિમાં તે ગર્ભવતી બની. લીનાને ખુદ આ વાતની કોઈ ખબર ન હતી કારણ કે ત્યારે તે માત્ર પાંચ જ વર્ષની હતી માટે. પોલીસને ખબર પડી ત્યારે લીનાના પિતાને બળાત્કારના સંદેહ પર પકડવામાં આવ્યા પરંતુ પુરાવા ન મળતા તેને છોડી દેવામાં આવ્યા ત્યાર બાદ તેના 11 વર્ષના ભાઈ પર આરોપ લગાવવામાં આવ્યો પરંતુ સબુતોના અભાવના કારણે તેને પણ છોડી દેવામાં આવ્યો.

અને એક સમીક્ષા અનુસાર એવું પણ મનાય છે કે તે સમયમાં ત્યાંના ગ્રામીણ વિસ્તારમાં ઉત્સવો મનાવવામાં આવતા અને તે ઉત્સવોના અંતમાં સામુહિક રીતે યૌણ સંબંધો બનાવવામાં આવતા અને તે દરમિયાન ઘણી છોકરીઓ સાથે બલાત્કાર કરવામાં આવતો. એવી પણ શક્યતાઓ છે કે આવા જ કોઈ ઉત્સવમાં લીના સાથે કોઈએ શારીરિક સંબંધ બાંધ્યો હોય. પરંતુ કોઈ પુરાવો મળેલા નાં હતા.

આ રીતે ચિકિત્સા વિજ્ઞાન માટે આ કેસ એક પહેલી બની ગયો બધા તારણો પછી પણ ડોક્ટર કે વિજ્ઞાન તે જાણી નાં શક્ય કે આખરે કઈ રીતે એક પાંચ વર્ષની બાળકી માતા બની. વધારે માહિતી નેટ પરથી મેળવી શકો છો અને આ વાત ની ખરાઈ પણ કરી શકો છો

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment