સપનાએ મહિલાને મૂકી દીધી મુશ્કેલીમાં | જાણો એવું તો શું થયું સપનામાં કે સગાઈની વીટી ગળી ગઈ.

મિત્રો લગભગ બધા જ લોકોને સપનાઓ આવતા હોય છે. જેમાં અમુક લોકો સાથે ઊંઘમાં ચાલવું, હસવું, રડવું કે વાતો કરવા જેવી બાબતો બનતી હોય છે. પરંતુ આજે અમે એક મહિલાનો અનોખો કિસ્સો જણાવા જઈ રહ્યા છીએ. જેમાં તેણે સપનામાં કંઈક એવું કર્યું કે ઊંઘ ઉડ્યા બાદ પોતાની સ્થિતિ જોઈ અને ખુબ જ દંગ રહી ગઈ. તો ચાલો જાણીએ કે એ મહિલા સાથે એવું શું બન્યું હતું.

અમેરિકાની એક મહીલાને ઊંઘમાં એક સપનું આવ્યું અને તે સપનાને કારણે તે પોતાની સગાઈની વીંટી ગળી ગઈ. ત્યાર બાદ મહિલાને હોસ્પિટલમાં સર્જરી કરાવવી પડી હતી. મહિલા માટે સૌથી મોટી વાત એ બની કે તે વીંટી ગળી ગઈ, તેવું સપનું જોઈ રહી હતી. પરંતુ ત્યારે તે સપનામાં જે બનતું હતું તેવું હકીકત બની રહ્યું હતું. સપનામાં તે વીંટીને ગળી રહી હતી તેવી જ રીતે ઊંઘમાં તે વાસ્તવિક વીંટીને ગળી ગઈ હતી.

મહિલાને સપનું આવ્યું હતું કે તેની સાથે જેની સગાઇ થઇ હતી તે છોકરો અને તે મહિલા બંને એક તેજ ગતિમાં ચાલતી ટ્રેનમાં યાત્રા કરી રહ્યા છે અને તે દરમિયાન અમુક આવારા તત્વો ટ્રેનમાં હતા અને તેમનાથી પોતાની સગાઈની વીંટીની બચાવવા માટે સપનામાં મહિલા પોતાની સગાઈની વીંટી ગળી ગઈ. પરંતુ તે જ્યારે સપનામાં વીંટી ગળી રહી હતી. ત્યારે તે માત્ર સપનામાં જ નહિ, પરંતુ  ઊંઘમાંને ઊંઘમાં હકીકતમાં વીંટી ગળી ગઈ હતી.

કેલીફોર્નીયાની રહેવાસી 29 વર્ષીય જેના ઇવાન્સ જ્યારે આ સપનામાંથી જાગી, તો તેણે પોતાના હાથની આંગળીઓ જોઈ તો તે દંગ રહી ગઈ. મહિલાએ જોયું કે તેની સગાઈની હીરાની વીંટી તેની આંગળીમાં ન હતી. ત્યાર બાદ તે મહિલાએ આ ઘટના વિશે જણાવવા માટે  મંગેતરને ફોન કર્યો અને તેને સમગ્ર વાત જણાવી. ત્યાર બાદ તે મહિલાને હોસ્પીટલે પહોંચાડવામાં આવી.

ગયા અઠવાડિયામાં જ આ ઘટના બની હતી. જ્યારે એક્સ-રે સ્કેન કરવા ગયા ત્યારે ઈવાન્સના પેટમાં 2.4 કેરેટની સોનાની વીંટી હોવાની પુષ્ટિ થઇ. ઇવાન્સે જણાવ્યું કે જ્યારે તેના પેટમાંથી વીંટી કાઢવાની સર્જરી શરૂ કરવામાં આવી ત્યાર પહેલા તેની પાસેથી મૃત્યુ થવાના સંબંધિત રીલીઝ ફોર્મ પર હસ્તાક્ષર કરવા માટે કહ્યું.

ઇવાન્સે જણાવ્યું કે “ તે સમયે હું ઘણું રડી હતી, કારણ કે જો પેટમાંથી વીંટી કાઢતા સમયે હું મરી ગઈ તો હું પાગલ છું એવું માનવામાં આવશે. કારણ કે મેં આ સગાઈની વીંટી માટે ઘણી રાહ જોઈ હતી.”

પરંતુ સદ્દભાગ્યે ઇવાન્સને કંઈ જ થયું નહિ અને તેના પેટમાંથી સર્જરી કરીને સફળતાપૂર્વક વીંટી કાઢવામાં આવી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment