વિક્રમ-વૈતાળ (વાર્તા- 10 )… પતિ થવાનો અધિકાર કોનો..?….જાણો સમ્રાટ વિક્રમનો જવાબ.

પતિ થવાનો અધિકાર કોનો ? વાર્તા – ૧૦ 

રાજા પોતાના ઈરાદાનો મક્કમ હતો. તેણે ઝાડ પર લટકાયેલ વેતાળને વશમાં કર્યો. અને પોતાના ખભા પર ઉચક્યો અને ચાલતો થયો. અને દરેક વખતની જેમ વેતાળે નવી વાર્તા શરૂ કરી.

Image Source :

યમુના નદીના કિનારે એક સુંદર નગર વસેલું હતું. ત્યાં એક કેશવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. મંદિરમાં પૂજા પાઠ કરી પોતાનું જીવન વિતાવતો હતો. તેને એક રૂપવાન પુત્રી હતી. મધુમાલતી તેનું નામ હતું. તે કેશવને મધુમાલતી અને એક પુત્ર પણ  હતો. આમ, કેશવ પોતાની પત્ની અને બંને બાળકો સાથે શાંતિ પૂર્વક જીવન ગાળી રહ્યો હતો.Image Source : 

એક દિવસ મંદિરમાં કેશવ પંડિતની મુલાકાત હરીદત્ત નામના યુવાન સાથે થઇ. ચર્ચા પરથી પંડિતને જાણવા મળ્યું કે તે યુવાન પરદેશી છે. એક ગામથી બીજા ગામ જતો રહે છે. તેના પગ ક્યાંય  ટકતા નથી. ત્યારે બ્રહ્માણે તેને જણાવ્યું કે માણસ શ્રદ્ધા, પ્રેમ અથવા તો કર્તવ્ય આ ત્રણમાંથી કોઈ એક બાબતના કારણે ટકી જાય છે. જયારે તારા જીવનમાં તેમાંથી કંઈ પણ ગુણ આવશે તો તું પણ ક્યાંક કાયમને માટે વસી જઈશ.

બંને જણા વાત કરતા હતા. ત્યાં એટલામાં પંડિતની સુંદર પુત્રી પંડિતને જમવા માટે બોલવા આવી. પંડિતને વાર લાગે તેમ હતી તેથી તેણે કન્યાને ઘરે જવા કહ્યું. પરંતુ હરીદત્ત કન્યાની સુંદરતાથી મોહિત થઇ તેના પ્રેમમાં પડી ગયો અને તેણે પંડિત કેશવજી સમક્ષ પોતાની પ્રેમભાવના વ્યક્ત કરી. પંડિતજીએ તેમના વિવાહ નક્કી કર્યા.

Image Source : 

બીજી બાજુ કન્યા ઘરે  ગઈ. ત્યાં બીજા લોકો પણ તે કન્યાને જોવા આવ્યા હતા. અને તે  કન્યાના પિતાની રાહ જોતા હતા. પરંતુ પિતાને મોડું થવાનું હોવાથી, જોવા આવેલ વામન નામના યુવકના પરિવારને વિવાહ માટે કેશવની પત્નીએ સહમતી આપી. એવું વિચારી કે તે ખુબ જ સારો પરિવાર છે તેમજ તે યુવક તેની પુત્રીને ખુબ જ ચાહે છે.

ત્યાં ત્રીજી  બાજુ કન્યાનો ભાઈ પોતાના ગુરુજીને મળવા ગયો. તો ગુરુજીએ કન્યાના ભાઈને તેના મિત્ર મધુસુદન સાથે વિવાહ કરાવવા કહ્યું. અને કન્યાનો ભાઈ પણ બંનેને વચન આપી બેઠો.

Image Source :

જ્યારે ત્રણેય જણા એકબીજાના વચનની વાત ખબર પડી તો ત્રણેય પોતાનું વચન રાખવા માટે દલીલો ચાલુ કરી. પરંતુ બીજી બાજુ તે ત્રણેય યુવાનો તો મધુમાલતીના સપના જોઈ રહ્યા હતા.

આ ચાલતા એક દુઃખદ ઘટના બની. એક સવારે મધુમાલતી બાગમાં ફરી રહી હતી ત્યાં એક ઝેરી સાપે તેને ડંખ માર્યો અને મધુમાલતી મૃત્યુ પામી.  બધા વિલાપ કરવા લાગ્યા. મધુમાલતીની ચિતા સળગાવ્યા બાદ કન્યાના ભાઈનો મિત્ર મધુસુદન વૈરાગ્ય ધારણ કરી ભટકવા લાગ્યો. વામન તેની અસ્થી લઇ જંગલમાં આમ તેમ ભટકવા લાગ્યો અને પરદેશી હરીદત્ત કન્યાની રાખ સાચવી ત્યાં સ્મશાનમાં જ એક ઝુપડી બનાવી રહેવા લાગ્યો.  Image Source : 

વૈરાગ્ય ધારણ કરી મધુસુદન એકવાર ભટકતા ભટકતા એક પંડિતના ઘરે જઈ પહોંચ્યો. તે પંડિતે મધુસુદનને રાત રોકાવા કહ્યું. એટલામાં તે પંડિતની પુત્રીનો પતિ મૃત  હાલતમાં પંડિતની પુત્રીને તેના ઘરે લઈને આવ્યો. પરંતુ પંડિત પોતાની પુત્રીનું મૃત્યુ જોઈના શક્યો અને પોતાની પાસે રહેલ સંજીવની વિદ્યાના પ્રયોગથી તેને પુનઃ જીવીત કરી. ત્યારે મધુસુદનના મનમાં આશા જાગી. અને તેણે રાત્રે અવસર જોઈ તે સંજીવની વિદ્યા ચોરી તે સ્મશાનમાં આવ્યો જ્યાં હરીદત્ત મધુમાલતીની રાખ સાચવીને બેઠો હતો. એટલામાં વામન પણ જંગલમાંથી ભટકતો આવી પહોંચ્યો.

Image Source : 

અસ્થી અને રાખ પર મધુસુદને સંજીવની વિદ્યાના મંત્રોચાર કરી આખરે કન્યાને પુનઃ જીવિત કરી. કન્યાને જીવિત થયેલી જોઈ ત્રણેય જણા ખુશ થઇ ગયા અને લડવા લાગ્યા કે, મધુમાલતી સાથે હું વિવાહ કરીશ એમ કહીને લડવા લાગ્યા.

વેતાળે અહીં વાર્તાને અટકાવી અને વિક્રમને પ્રશ્ન પૂછ્યો કે,  “કન્યાના પતિ થવાનો અધિકાર કોનો ? તે બ્રાહ્મણ મધુસુદનનો કે જેણે કન્યાને સંજીવની વિદ્યાથી જીવિત કરી. કે પછી તે વામનનો જે તે કન્યાની અસ્થી લઈને જંગલમાં ભટકતો હતો. કે પછી હરીદત્ત જે તે કન્યાની રાખ સાચવીને સ્મશાનમાં ઝુપડું બાંધી રહેતો હતો.

Image Source :

વિક્રમે જવાબ આપતા કહ્યું, “મધુસુદને  સંજીવની વિદ્યાથી કન્યાને જીવન દાન આપ્યું માટે તે પ્રાણદાતા ગણાય, અને જીવન આપનાર માણસ  પિતા સમાન ગણાય. વામન તેની અસ્થી લઈને ફરતો હતો માટે અસ્થીઓ લઈને રાખનાર તેના પુત્ર સમાન ગણાય. પરંતુ તે હરીદત્ત જે તેની રાખ સાચવીને ત્યાં સ્મશાનમાં ઝુપડી બાંધી રહેતો હતો તે તેનો પતિ ગણાય. કારણકે, એક સાચો પતિ હંમેશા સાથ આપીને સાથે રહી શકે, માટે પતિનો અધિકાર તે હરીદત્તનો ગણાય.”

વેતાળે ફરી વિક્રમાદિત્યના વખાણ કરતા કહ્યું,  “વાહ રાજાન તારી બુદ્ધિનો કોઈ જવાબ નથી. કન્યાના લગ્ન હરીદત્ત સાથે જ કરવામાં આવ્યા. તારો જવાબ એકદમ સાચો અને સચોટ છે. માની ગયો તારી બુદ્ધિમતાને.”  આટલું કહી વેતાળ ફરી ઝાડ પર ચાલ્યો ગયો.

Image Source:

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Leave a Comment