એક ભુલ….દરેક દિકરીએ સમજવી.

આ વાત એ દીકરીઓને સમર્પિત છે કે જે  પિતાના હદયનો અમુલ્ય ટુકડો હોય છે.

વાત શરુ થાય છે એક જાણીતા શહેરની ઠીકઠીક લગતી પણ ગીચોગીચ ભરેલી ઝુપરપટ્ટીથી. આ ઝુપરપટ્ટીમાં સિમેન્ટના છાપરાવાળા પણ મકાન કરતા ઓરડી વધુ કહી શકાય એવા મકાન મધપૂડાની માખીઓની જેમ ઉભરાયા હતા. નગરપાલિકા દ્વારા મળતી પાયાની અમુક સુવિધાઓ જ અહીં હતી છતાં પણ શહેરની ૩૦% વસ્તી અહીં રહેતી હતી.

આ વસ્તીમાં એક દીકરી કે જેણે પોતાના પરિવારની વિરૃધ્ધ જઇને પોતાના પ્રેમી એવા પતિ સાથે અહીં રહેતી હતી. વાસ્તવિકતાથી વિમુખ પ્રેમલગ્ન કરનાર દીકરી એમ સમજતી હતી કે તેનો પરિવાર તેના પ્યારને ક્યારેય સમજી નહિ શકે. તેથી ખુબ જ હેન્ડસમ દેખાતા પોતાના પ્રેમી સાથે મોંઘી એવી બાઈક પર પિતાનો માળો છોડી હંમેશને માટે ઉડી ગઈ હતી.  

 

શરૂઆતમાં પોતાના પ્રેમી એવા પતિ સાથે એક બીજાના સહારે જીવી લઈશું એવી કસમો ખાનારી દીકરીની સામે જયારે સમાજની કરુણ હકીકતો અને દુનિયાદારીની વાસ્તવિકતા આવે છે ત્યારે તેની પાસે પસ્તાવા સિવાયનો કોઈ વિકલ્પ નથી બચતો.

પિતાના સુખી સંપન્ન પરિવારના કિચનમાં માટીના ઘડાની હાજરી સુધ્ધા નહોતી પણ દીકરીની એક “માટીના ઘડાનું જ પાણી પીવાની” એવી નાનકડી જીદ સામે તેના બંને ભાઈઓ ઉનાળાની ભરબપોરે શહેરમાં માટીનો ઘડો ખરીદવા નીકળી પડેલા. એજ દીકરી આજે ભરબપોરે પીવાનું પાણી ભરવા નગરપાલિકાના ટેન્કરની રાહ જોઈ બેઠી હતી. પિતાના ઘરની આ વાત યાદ અને ભાઈઓનો પ્રેમ યાદ આવતા આંખોના ખૂણામાંથી આંસુ સ્વરૂપે લાગણી નો રેલો ગાલ પર આવી ગયો.  

એ સમયે તેની માંની ઉંમરની લાગતી અને દુનિયાદારીને સારીરીતે સમજનારી પાડોશી મહિલા આવી અને આ દીકરીને રડતી જોઇને પૂછ્યું, બેટા ક્યાં વિચારમાં ખોવાઈ ગયેલી છો. કેમ ચુપચાપ બેઠી છે, કંઈ તકલીફ હોય તો મને કહે, તું મારી દીકરી જેવી છે મને તારી માં સમજીને જ વાત કહી દે. માંનું નામ સંભાળતા જ દીકરી તે મહિલાના ખોળામાં માથું રાખીને રડવા લાગી. 

થોડી વાર બાદ શાંત થઈને બોલી કાકી, “મેં બહુ મોટી ભૂલ કરી નાખી….” આટલું બોલતા જ તેના ગળામાં ડૂમો બંધાઈ ગયો. પડોશી મહિલાએ જલ્દીથી તેને પીવા પાણી આપ્યું કેમકે તેને ખબર હતી કે “આજની કુમળી કન્યાઓ કોઈની લાગણીને વશ થઇ શકે છે પણ લાગણીઓને પચાવી નથી શકતી.”

થોડીવાર બાદ ફરી સ્વસ્થ થઇ દીકરી બોલી, કાકી પ્રેમ નો મતલબ સમજાઈ ગયો છે. આજે અમારા મેરેજને ઘણો સમય થવા આવ્યો પણ આજે સાચું સુખ શામાં છે તે મને મારા કરેલા પરિવાર સાથેના કરેલા વિશ્વાસઘાતે સમજાવી દીધું છે. મે મારા પપ્પા, મમ્મી તેમજ પરિવારનો વિશ્વાસઘાત કરી મેં આ પ્રેમને અપનાવ્યો હતો. આજે હું મારી ભુલનું પ્રાયશ્ચિત કરવા માગું છું તો પણ કરી શકતી નથી.  

પાડોશી મહિલા વચ્ચે કંઈ ના બોલી કેમકે, તે પણ એક દીકરીની માં હતી. તેને આ દીકરીને આગળ બોલવા દીધી અને દિલ હળવું થાય ત્યાં સુધી ચુપ રહેવા નક્કી કર્યું.

દિકરી આગળ બોલી કાકી મને આજે ખબર પડી કે મે આ પ્રેમ માટે કેટલું મોટુ બલિદાન આપ્યું છે. એક એ દિવસ હતો કે મને શરદી થાય તો પણ મારો પરીવાર પૂરે-પૂરી રાત જાગે અને આજે મને બે દિવસ થી તાવ આવે છે તો કોઈ પુછવા વાળુ નથી અને છતાં પણ પાણી માટે મારે વલખાં મારવા પડે છે.

હું સો રૂપિયા માંગતી તો એક હજાર મળતા, આજે સો માંગું તો પચાસ પણ નથી મળતા. કાકી આજે મને મારા પરિવારની બહુ યાદ આવે છે. મારે પપ્પા પાસે જવું છે. મમ્મીના ખોળામાં માથું રાખીને સવું છે. મારા પપ્પા રોજ મારા માટે કંઈને કંઈ લાવતા, એ પપ્પા સાથે મે વિશ્વાસ ઘાત કર્યો. તેમની ૨૦ વર્ષની પરવરિશ ના બદલામાં મેં તેમની બાકીની જીંદગી નરક બનાવી દિધી. તે રોજ મને માથે હાથ મૂકી માથામાં પપ્પી કરીને કહેતા “તુ મારો કલેજાનો ટુકડો છે.” પણ, મેં તેમને બદનામી સિવાય કંઈ ના આપ્યું.

આજે પણ મને યાદ છે મારા મમ્મી કહેતા મારી લાડકીના ધામધુમ થી લગ્ન કરવા છે. મારે લાડકીને કરિયાવરમાં આ દેવું છે, તે દેવું છે, તેની સાસુ કોઈ મેણું ના મારી જાય એટલું બધું દેવું છે પણ આજે મેં ખુદ જ તેમને પૂરી દુનિયાના મેંણા ખાતા કરી દીધા.  

મારી મમ્મીએ તો મારા લગ્નની  તૈયારી પણ શરુ કરી દીધી હતી. કરીયાવરથી લઈને દાગીના પણ ખરીદવા લાગ્યા હતા. મારા ભાઇ અને પિતાએ તો મારા માટે  બે – ત્રણ છોકરાઓ પણ નજરમાં રાખ્યા હતા. મારો પરીવારે મારા માટે કેટલા સપના સજાવીને બેઠો હતો અને હું તેમનો વિચાર કર્યો વગર એક ૬ મહિનાના પ્રેમમાં અંધ બની ગઈ.

 

પડોશી મહિલા હવે બોલી બેટા, અફસોસ કરવા થી શું ફાયદો જે થવાનુ હતું તે થઇ ગયું પણ બેટા એક વાત હું ના સમજી કે તે આ છોકરામાં શું જોયું ?

દિકરી બોલી કાકી, મને ફસાવામાં આવી છે મારી એક બહેનપણી હતી. તે રોજ નવા નવા કપડા રોજ નવી ગાડીઓમાં ફરતી એક દિવસ તે મને તેની સાથે ફરવા લઈ ગઈ અમે આખો દિવસ ફર્યા. મને આ નવો અનુભવ ગમવા લાગ્યો અને મારી બહેનપણીનો બોયફ્રેન્ડ મને ધીમે ધીમે આકર્ષિત કરી રહ્યો હતો. ધીમે-ધીમે અમે એક બીજાને પ્રેમ કરવા લાગ્યા.

એક દિવસ તેણે લગ્નનો પસ્તાવ મુકયો મેં તેને ના પાડી તો કહેવા લાગ્યો કે, તારી બહેનપણી મારી સાથે લગ્ન કરવા તૈયાર હતી પણ મને ખબર પડી કે તેને મારા જેવા બીજા ઘણા બોયફ્રેન્ડ છે અને તે મારા લાયક નથી. હું સાચો પ્રેમ કરે એવી છોકરી શોધતો હતો અને તું મળી ગઈ ખરેખર તારા જેવી પત્ની મળવીએ નસીબ ની વાત છે. જો તું નહિ મળે તો હું આત્મહત્યા કરીશ તેવી રીતે ઇમોશનલ બેલ્કમેલ કરી મને લગ્ન માટે રાજી કરી.

હું નાદાન તેની ચાલમાં ફસાઈ ગઇ ને એક દિવસ અમે કોર્ટ મેરેજ  કરી નાખ્યા તેના કહેવા પ્રમાણે મારે આ બાબતની કોઈને ચારપાંચ મહિના જાણ કરવાની ના પાડી હતી અને અમે છ મહિના પછી ઘર છોડીને ભાગી ગયા આજે જ્યારે તેની અસલિયત મારી સામે આવી પણ હવે મારાથી કંઈ થઈ શકે તેમ નથી.

પાડોશી મહિલા બોલી તારા પપ્પા નો ફોન નંબર આપ હું તેમને સમજાવીશ.દિકરી બોલી કાકી મારા પપ્પાને મેં બહુ દુઃખ આપ્યુ છે. તે મને ભુલી ચુક્યા છે હું ફરી તેમને દુઃખ હવે નહિ આપી શકુ.

મહિલા બોલી બેટા, એક વાત કહું  બાપ ક્યારેય પોતાના સંતાનોને ભુલતો નથી તેને ખબર પડશે કે મારી દિકરી દુઃખી છે આખી દુનિયાને ભૂલીને તારા દુઃખ દૂર કરવા માટે તૈયાર થઈ જશે. 

દીકરીએ મહિલાને પપ્પાનો નંબર આપ્યો અને ગણતરીના સમયમાંજ તેની સામે તેના પપ્પા અને ભાઇ આવી ગયા. તેમને જોઈ દીકરી રડતી-રડતી દોડીને પિતાને ભેટી પડી, પોતાનું માથું પપ્પાના ખભે મુકી રડી પડી. તે જ સમયે પોતાની દિકરીને લઇ પિતા પોતાના ઘેર આવી જાય છે અને તેની દિકરીના સુખ માટે શું કરવું તેના માટે કામે લાગી જાય છે.

લિ.એક દિકરી વાંચી ને આગળ મોકલજો..

દરેક દિકરી ને સમજવાની જરૂર …

જો તમે પણ દિકરી ના પિતા છો  તો આ કહાની ને તમારા ગ્રુપ માં જરુર શેર કરવા વિનંતી છે. જેના કારણે કોઈ દીકરી ની જીંદગી બગડે એ પહેલાં સુધારી શકાય.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro

                   મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ.

Leave a Comment