વધેલા ભાતમાંથી બનાવો સ્વાદિષ્ટ અને બજાર જેવી ક્રિસ્પી ચકરી … નોંધીલો આ રીત

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🍚 વધેલા ભાતમાંથી બનાવો સ્વાદિષ્ટ અને બજાર જેવી ક્રિસ્પી ચકરી 🍚

Image Source :

💁 મિત્રો સામાન્ય રીતે તો લગભગ બધાના ઘરમાં ભાત બચે ક્યારેક તે સ્વાભાવિક જ છે.પરંતુ આપણે તે ભાતનું શું કરીએ છીએ ? તો તેને ફરીથી વઘારી નાખીએ છીએ અથવા તો તેની ખીર બનાવીએ અથવા તો પછી નાખી દઈએ. પરંતુ મિત્રો તમે ક્યારેય નહિ વિચાર્યું હોય કે વધેલા ભાતમાંથી તમે આ વાનગી પણ બનાવી શકો છો.

💁 મિત્રો વધેલા ભાતમાંથી તમે ખૂબ જ સ્વાદિષ્ટ, ટેસ્ટી અને ક્રિસ્પી નમકીન ચકરી બનાવી શકો છો. હા મિત્રો, હવે જ્યારે ભાત વધે તો તેનો બોરિંગ યુઝ કરવાનું છોડો અને બનાવો આ સ્વાદિષ્ટ વાનગી જેનો તમે નાસ્તાની જેમ ઉપયોગ કરી શકો છો. ખૂબ જ સરળ અને ઓછી સામગ્રીના ઉપયોગથી આ ચકરી બનાવી શકાય છે. મિત્રો હું તો કહું છું કે આ વેસ્ટમાંથી બેસ્ટ વાનગી તમારે એક વાર જરૂર બનાવવી જોઈએ. જો તમે એક વાર બનાવશો ને પછી થશે એવું કે તમે જ્યારે પણ બીજી વાર ભાત બનાવતા હશોને તો જાણી જોઇને બચે તે રીતે વધારે બનાવશો ચકરી બનાવવા માટે. તો ચાલો જાણીએ વેસ્ટમાંથી બેસ્ટ ચકરી બનાવવાની રીત.

🍚 વધેલા ભાતની ચકરી બનાવવા માટે જોઈતી સામગ્રી :- 🍚

Image Source :

🍚 એક કપ વધેલા ભાત,

🥄 મીઠું સ્વાદ અનુસાર,

🌶 લાલ મરચાનો પાવડર તમારી જરૂરીયાત અને ટેસ્ટ પ્રમાણે,

🥄 બે ચમચી જેટલું તેલ,

🥄 એક ચમચી જેટલા તલ,

🥄 અડધી ચમચી હિંગ,

🥄 એક નાની ચમચી જેટલું આખું જીરૂ,

🥄 મેંદો એક મોટી ચમચી,

🥄 ચણાનો લોટ એક ચમચી મોટી,

🍩 વધેલા ભાતમાંથી ચકરી બનાવવાની વિધિ :- 🍩

Image Source :

🍚 સૌથી પહેલા તો ભાતની એક પેસ્ટ બનાવી લેવાની છે. તેના માટે વધારે કંઈ કરવાની જરૂર નથી પરંતુ ભાતને મીક્ષ્યરમાં નાખીને તેને પીસી લો એટલે તેની સારા એક પેસ્ટ તૈયાર થઇ જાશે. લગભગ બે મીનીટ મીક્ષ્યરમાં પીસવાથી ભાતની સુંદર અને સોફ્ટ પેસ્ટ તૈયાર થઇ જશે. પરંતુ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીના એક પણ ટીપાનો ઉપયોગ કરવાનો નથી. પાણીના ઉપયોગ વગર જ તેને મીક્ષ્યરમાં પીસવાના છે.

🍚 હવે તે પેસ્ટને એક વાટકામાં કાઢી લો અને ઢાંકીને મૂકી દો.

🍳 હવે તમે એક પેન ગરમ કરો અને બેથી ત્રણ સેકેંડ માટે તેમાં તલને અને જીરાને સેકી લો આવું કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સારો આવશે. તલને પીસવા નહિ પરંતુ તમને જો આખું જીરૂ પસંદ ન હોય તો તમે તેને થોડું અધકચરું પીસી શકો છો.

🥣 હવે ભાતની પેસ્ટના વાટકામાં તલ, જીરૂ, ચણાનો લોટ, મેંદાનો લોટ, મીઠું, હિંગ, લાલ મરચાનો પાવડર બધું ઉમેરી દો.

🥣 હવે બધું ઉમેર્યા બાદ તેને બરાબર મિક્સ કરીને તેને બરાબર હાથ વડે મસળીને એક લોટ બાંધીને તૈયાર કરવાનો છે.

🥣 મિત્રો ભાત છે એટલે સરળતાથી લોટ નહિ બંધાઈ તમારે તેને  જે રીતે બાજરાના રોટલા બનાવતા હોય અને તેનો લોટ જે રીતે મસળતા હોયને તે રીતે મસળવાનો છે. મિત્રો લોટ થોડો કઠણ બાંધવાનો છે જેથી આપણી ચકરી બજાર જેવી ક્રિસ્પી બને. પણ એક વાતનું ધ્યાન રાખવું આગળ કીધું તે પ્રમાણે પાણીનો જરા પણ ઉપયોગ કરવાનો નથી. અને જો લોટ ખૂબ જ ઢીલો લાગે તો જરૂરીયાત મૂજબ તમે તેમાં ચણાનો લોટ અને મેંદાનો લોટ સપ્રમાણ ઉમેરી શકો છો.

Image Source :

🥣 લોટ બંધાઈ જાય ત્યાર બાદ તેમાં તેલનું મોણ નાખી દો અને ફરી પાછો તેને બરાબર રીતે ટીપી લો.

🥣 હવે તેમાંથી થોડું મિશ્રણ વેફર પાડવાનો સંચો આવે તેમાં ભરી દો. સંચામાં પહેલા અંદરની બાજુ તેલ લગાવી દેવાનું અને તમે ગમે તે આકારની ચકરી રાખી દો અને ત્યાર બાદ તેમાં મિશ્રણ નાખવું .

🍩 હવે તેની ગોળ ગોળ ચકરી બનાવી લો. ચકરી પાડ્યા બાદ આજ રીતે બધા લોટની ચકરી પાડી લેવી. મિત્રો આ ચકરી કોઈ પપેર કે બટર પેપર પર પાડવી.

🍩 બધી ચકરી પડાય ત્યાર બાદ હવે એક કડાઈમાં તેલ ગરમ કરી લો તેલ ગરમ થઇ જાય ત્યાર બાદ એકદમ ધીમા તાપે ચકરી તળવાની  છે.

🍩 હવે એક વારમાં જેટલી ચકરી સમાય તેટલી કડાઈમાં નાખી દો. હવે તે થોડી વારમાં એટલે કે બેથી ત્રણ મીનીટમાં ઉપર આવી જશે  એટલે તરત જ તેને પલટાવી નાખો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળો. પરંતુ મિત્રો એક ખાસ વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે ટાળવાની છે બિલકુલ ધીમા તાપે નહિ તો ચકરી ક્રિસ્પી નહિ બને.

🍩 આ રીતે વધેલા ભાતની વેસ્ટમાંથી બેસ્ટ ચકરી બનાવો અને નાસ્તા તરીકે ખાઈને મજા લો

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment