માત્ર અડધો જ લીટર દુધથી બનાવો આ ટેકનીકથી ઓરેન્જ આઈસ્ક્રીમનું ફેમેલી પેક…. તેના લાજવાબ સ્વાદને ક્યારેય ભૂલી નહિ શકો… જાણો તેની રેસિપી.

માત્ર અડધો જ લીટર દુધથી બનાવો આ ટેકનીકથી ઓરેન્જ આઈસ્ક્રીમનું ફેમેલી પેક…. તેના લાજવાબ સ્વાદને ક્યારેય ભૂલી નહિ શકો… જાણો તેની રેસિપી….

મિત્રો ઉનાળાની સીઝન શરૂ થઇ ગઈ છે ઉનાળાની ગરમીમાં લોકોને આઈસ્ક્રીમ, ગોલા, શેક અને ગુલ્ફી જેવી વસ્તુઓ ખાવાનું ખુબ જ મન થતું હોય છે. ગરમીમાં આ વસ્તુનું સેવન આપણને ઠંડકનો અનુભવ કરાવે છે. તો આજે અમે ગરમીની ઋતુ માટે એકદમ જબરદસ્ત આઈસ્ક્રીમની રેસિપી લઈને આવ્યા છીએ. જેને જોઇને કોઈના પણ મોં માં પાણી આવી જાય.

આજે અમે તમને દૂધમાંથી ઘરે જ ફ્રેશ ઓરેન્જ ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવવાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. આ ટેકનીકથી તમે માત્ર અડધો લીટર દૂધમાંથી એક ફેમેલી પેકથી પણ વધારે ઓરેન્જ આઈસ્ક્રીમ બનાવી શકો છો. તો ચાલો જાણીએ ઓરેન્જ આઈસ્ક્રીમ બનાવવા માટે જોઈતી સામગ્રી અને તેને બનાવવાની રીત.

ઓરેન્જ આઈસ્ક્રીમ બનાવવા માટે જોઈતી સામગ્રીઓ..

ઓરેન્જ આઈસ્ક્રીમ બનાવવા માટે અડધો લીટર પાણી વગરનું દૂધ, બે મધ્યમ કદના તાજા સંતરા, ત્રણથી ચાર ચમચી લીલી દ્રાક્ષ, દોઢ ચમચી મિલ્ક પાવડર, અડધી ચમચી CMC પાવડર અને દોઢ ચમચી GMS પાવડર (આ બંને પાવડર બજારમાં સરળતાથી મળી શકે છે. આ પાવડર તમારા આઈસ્ક્રીમને એકદમ સોફ્ટ બનાવશે અને તેમાં બરફ નહિ જમા થવા દે.), અડધો કપ ખાંડ અને દોઢ ચમચી મકાઈનો લોટ વગેરે સામગ્રીની જરૂરીયાત રહેશે.

ઓરેન્જ આઈસ્ક્રીમ બનાવવા માટેની રીત:

ઓરેન્જ આઈસ્ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં દૂધ લેવું, તેમાં મિલ્ક પાવડર, CMC પાવડર, GMS પાવડર, ખાંડ અને મકાઈનો લોટ. આ બધી જ સામગ્રીઓ ઉમેરી દો. હવે તેને બરાબર રીતે ત્રણથી ચાર મિનીટ સુધી એકદમ હલાવો, જેથી તેમાં લોટની ગોળીઓ ન રહે.

ત્યાર બાદ તેને ગેસ પર મધ્યમ આંચ પર રાખો અને એક ઉફાણો આવે ત્યાં સુધી તેને ગરમ કરો. વચ્ચે વચ્ચે મિશ્રણને થોડું હલાવતા રહેવું. તેમાં એક ઉફાણો આવી જાય ત્યાર બાદ ગેસ બંધ કરી દો. આ મિશ્રણને વધારે ઉકાળવાનું નથી. ત્યાર બાદ તેને પાંચથી દસ મિનીટ ઠંડુ થવા દો.

હવે તેને ફ્રીઝરમાં છ થી સાત કલાક માટે સેટ થવા મૂકી દો. ત્યાર બાદ ઓરેન્જનું જ્યુસ કાઢી અને દ્રાક્ષના બે ટુકડા કરીને અલગથી રાખી દો. હવે છ થી સાત કલાક બાદ તમે જોશો તો મિશ્રણ એકદમ સેટ થઇ ગયું હશે. તેને ફ્રીઝરમાંથી બહાર કાઢી લો અને આઈસ્ક્રીમને ઓગાળી દો.આઈસ્ક્રીમ ઓગળી જાય ત્યાર બાદ તેમાં સંતરાનું જ્યુસ ઉમેરી દો.

હવે તેને બરાબર મિક્સ કરી લો જેથી સંતરાનો ફ્લેવર આઈસ્ક્રીમમાં બરાબર આવે. હવે કોઈ પ્લાસ્ટીકનો એઈર ટાઈટ ડબ્બો લેવો  અને તેમાં મિશ્રણ કાઢી લેવું અને તેમાં ઉપરથી થોડી દ્રાક્ષ પણ ઉમેરી દેવી, તેનાથી આઈસ્ક્રીમનો ટેસ્ટ વધારે લાજવાબ લાગશે. (જો તમે ઈચ્છો તો દ્રાક્ષની જગ્યાએ અન્ય ફળ કે ડ્રાયફ્રુટ્સ પણ લઇ શકો છો.) હવે તેના પર ઢાંકણું લગાવી દો અને તેને ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દો.

હવે તમારે આઈસ્ક્રીમને આઠથી નવ કલાક માટે સેટ થવા દેવાનો છે. નહિ તો તમે આઈસ્ક્રીમને આખી રાત સેટ થવા મૂકી શકો છો.

આઠથી નવ કલાક બાદ તમે જોશો તો એકદમ સોફ્ટ અને લાજવાબ ઓરેન્જ આઈસ્ક્રીમ તૈયાર હશે, જે ઘરમાં દરેક લોકોને ભાવશે. તો આ ઉનાળાની ગરમીમાં આ ઓરેન્જ આઈસ્ક્રીમ જરૂર બનાવજો અને તમારા અનુભવો અમારી સાથે શેર કરજો તેમજ તમને આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment