અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🥠 ખજૂરમાંથી બનાવો ખજૂર રોલ અને ખજૂર ખીર 🥠
💁 મિત્રો આજે અમે એવી વાનગી લાવ્યા છીએ કે જે સરળતાથી બની જશે અને સ્વાદિષ્ટ તો બનશે જ સાથે સાથે તમારું સ્વાસ્થ્ય પણ જાળવશે અને એકદમ સરળતાથી બની જશે. અને ઘરમાં બધાને પસંદ આવશે પછી તે બાળકો હોય કે વડીલો હોય બધા ખુબ જ પસંદ આવે તેવી વાનગી છે.
💁 મિત્રો લગભગ પાંચજ મીનીટમાં તમારો ટેસ્ટી યમ્મી ખજૂર રોલ તૈયાર થઇ જશે અને એ પણ માવા, દૂધ કે ખાંડ વગર જ.
👩🍳 ખજૂર રોલ બનાવવા માટે જોઈતી સામગ્રી :- 👩🍳
🥄 ૨૫૦ ગ્રામ ખજૂર,
🥄 ૧૦૦ ગ્રામ ખસખસ,
🥄 ૧૦૦ ગ્રામ જેટલા ડ્રાઈ ફ્રુટ્સ,
👩🍳 ખજૂર રોલ બનાવવાની રીત:- 👩🍳
💁 ખજૂર રોલ બનાવવા માટે સૌથી પેહલા ખજૂર લો અને તેના બી કાઢી લો. મિત્રો ખજૂર જેટલો બને તેટલો સોફ્ટ જ લેવો.
🍢 ખાજૂરમાંથી બી કાઢ્યા બાદ હાથ વડે તેનના ટૂકડા કરી તેને મીક્ષ્યરમાં નાખો અને લગભગ ત્રીસ સેકંડ સુધી તેને પીસી લો.
🍲 પિસ્યા બાદ તેને એક બાઉલમાં કાઢી ઢાંકીને દો.
🍳 હવે એક પેન ગરમ કરો તેમાં અડધી ચમચી જેટલું ઘી નાખી તેમાં ખસખસ નાખી ધીમાં તાપે તેને શેકી લો બે થી ત્રણ મિનીટ સૂધી. હવે તેને એક બાઉલમાં અલગ રાખી દો.
🍡 ફરી ડ્રાયફ્રુટના ટૂકડા કરી લો. અને ફરી પાછુ પેનમા અડધી ચમચી ઘી નાખો અને ત્યાર બાદ ડ્રાયફ્રુટને પણ ખસખસની જેમ શેકી લો.(એક વસ્તુ યાદ રાખવી ડ્રાયફ્રુટ્સમાં પિસ્તાના ટૂકડાને શેકવા નહિ તેને શેક્યા વગરના અલગ રાખવાના.)
🍡 હવે પીસેલા ખજૂરમાં એક ચમચી ઘી બધા ડ્રાયફ્રુટ્સ પીસ્તા સહીત અને શેકેલા ખસખસ બધું નાખી દો અને હવે તેને એક લોટ બાંધતા હોય તે રીતે બરાબર મસળીને બાંધી લો.
🍞 જયારે એકદમ સોફ્ટ લોટ જેવું બંધાય જાય ત્યારે તેનો જાડો લાંબો રોલ બનાવી લો. હવે તેને એક પ્લાસ્ટિક પેપરમાં વીટી લો.
🍞 પ્લાસ્ટિક પેપરમાં વીટી લીધા બાદ તેને ફ્રીઝરમાં સેટ થવા મૂકી દો.
🍞 લગભગ એક કલાક બાદ ખજૂર રોલને ફ્રીઝમાંથી કાઢી લો.
🍴 હવે જેમ આપણે કાકડીની ગોળ સ્લાઈસ કાપીએ તેમ કાપી લો.
🍩 તૈયાર છે ખજૂર રોલ.
🍩 મિત્રો ઘરે જરૂર ટ્રાય કરજો રંગ, દેખાવ અને સ્વાદમાં એકદમ લાજવાબ બનશે ખજૂર રોલ.
💁 મિત્રો અત્યાર સુધી તમે ખીર દૂધપાક વગેરે ખાધુ જ હશે. પરંતુ હવે તમે તે એકને એક ખીરથી બોર થઇ ગયા હશો. હવે બનાવો બિલકુલ નવા અંદાજથી એકદમ ટેસ્ટી અને હેલ્ધી ખીર. હા મિત્રો ખાજૂરમાંથી પણ તમે ખીર બનાવી શકો છો અને એકદમ યુનિક ખીર બની જશે .તો હવે ઘરે મેહમાન આવે તો બાસુંદી કે શ્રીખંડના ચક્કરમાં પડવાને બદલે ઘરેજ બનાવો ખજૂર ખીર જે બાસુંદી અને શ્રીખંડ કરતા પણ વધારે ટેસ્ટી લાગશે ખજુર ખીર.
👩🍳 ખજૂર ખીર બનાવવા માટે જોઈતી સામગ્રી:- 👩🍳
🥛 સાદું દૂધ એક લીટર,
🥛ખજૂર એક કપ,
🍚 ભાત અડધો કપ, (એક કલાક સુધી પાણીમાં પલાળેલા)
🥄બાદમ બે ચમચી સજાવવા માટે,
🥛 ખાંડ વાળું ગરમ કરેલું દૂધ અડધો લીટર,
🍢 ચાર આખી ખજૂરની પેશી સજાવવા માટે
👩🍳 ખજૂર ખીર બનાવવાની રીત:- 👩🍳
🥠 સૌપ્રથમ ખાજૂરમાંથી બી કાઢી લો અને તેના મધ્યમ સાઈઝના ટૂકડા કરીને અલગ રાખી દો. ખીર માટે પણ સોફ્ટ ખજુર લેવા.
🍳 એક કડાઈમાં એક કપ પાણી નાખો ત્યાર બાદ તેમાં એક કલાક પલાળેલા ભાત નાખો.
🍚 હવે તે ભાતને ચડવા દો પાણી શોષાય જાય ત્યાર બાદ તેમાં એક લીટર દૂધ ઉમેરો અને તેમાં એલચી પાવડર પણ ઉમેરી દો.
🍚 ત્યાર બાદ તે મિશ્રણને ઉકાળો અને હલાવતા જાઓ. એક ઉકાળો આવ્યા બાદ પણ તેને પંદર મિનીટ સુધી હલાવતા રહો.
🍢 હવે તે મિશ્રણમાં ખજૂરના ટૂકડા ઉમેરી દો અને લગભગ ત્રીસ મિનીટ સૂધી તેને હલાવતા રહો અને પકાવો.
🥛 ત્યાર બાદ તેમાં ખાંડ વાળું ઉકાળેલું દૂધ ઉમેરી દો અને થોડું દૂધ બળે ત્યાં સૂધી ખીરને ઉકાળો. મિત્રો ખીરને એકદમ ઘાટી ન બનાવવી તેને થોડી પાતળી રાખવી તેના માટે દૂધને છેલે ઓછું બળવા દો.
🥠 હવે ગેસ બંધ કરી દો અને ખીરને એક બાઉલમાં કાઢી તેને ફ્રીઝમાં ઠંડી થવા મૂકી દો.
🥠 ઠંડી થયા બાદ ઉપરથી બાદમના ટૂકડા અને આખી ખજૂરની પેશીથી ગાર્નીશ કરીને પીરસો ખજૂર ખીર.
🥠 એક વસ્તુનું ધ્યાન રાખવું કે ખીર માટે જે કોઈ પણ પ્રક્રિયા તમે ગેસ પર કરો છો તે બધી એકદમ ધીમા તાપે કરવી.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ