મિત્રો ખાસ કરીને સ્ત્રીઓ તમે ઘરે રસોઈઘરમાં લોટ તો બાંધતા જ હશો. જો કે તે એક સામાન્ય વાત છે. લોટને હંમેશા પાણી વડે જ બાંધવામાં આવે છે. પણ ઘણી વખત કોઈ કારણસર આપણી રોટલી ફુલાતી નથી. એટલે રોટલી કરવાનો કંટાળો આવે છે. પણ તમે કયારેય વિચાર્યું છે કે રોટલી કેમ ફુલાતી નથી. જો તમે આ વિશે નથી જાણતા તો આજે જ આ લેખ પૂરે પૂરો વાચી જુઓ અને અને એક વખત આ આઈડિયા અપનાવી જુઓ.
રોટલી કોઈપણ ભારતીય રસોઈ અધુરી માનવામાં આવે છે. ગરમા ગરમ ફૂલેલી રોટલી દરેક વ્યક્તિ બનાવવા માંગે છે. જયારે પણ રોટલી ગોળ બને છે, અને તેને બનાવો છો ત્યારે તે પુરેપુરી ફૂલે છે. અને તેને ખાવામાં પણ આનંદ આવે છે. પણ મોટાભાગે લોકો લોટ બાંધતી વખતે એક એવી ભૂલ કરી બેસે છે, જેના કારણે અજાણતા જ આપણું રોટલી ફૂલતી નથી. થોડીવારમાં જ તે પાપડ ની જેમ કડક થઈ જાય છે. આજે અમે તમને એક એવું સિક્રેટ જણાવીશું જેનાથી તમારી રોટલી નરમ અને ફૂલશે.
રોટલી, પૂરી કે પરાઠા બનાવવા માટે તમારે સૌથી પહેલા જરૂર હોય છે લોટ બંધાવાની. ઘણા લોકોને આ કામ ખુબ જ બોરિગ લાગે છે. પણ રસોઈ ઘરમાં આ એક ખુબ જરૂરી કામ છે.
તમારા માટે લોટ બાંધવો એ એક ટાઈમ ટેકિંગ હોઈ શકે છે, પણ ઉતાવળમાં બાંધેલ લોટ તમારી રોટલીનો ટેસ્ટ અને ટેક્સચર ને પણ બરબાદ કરી દે છે. આથી લોટ બાંધતી વખતે ઓછામાં ઓછી 5 થી 10 મિનીટ નો સમય જરૂર લેવો જોઈએ.
આમ જોઈએ તો આપણે દરેક કામ સમયસર જ કરતા હોઈએ છીએ. પણ લોટ બાંધતી વખતે આપણે ક્યારેય માપીને પાણી નથી લેતા. અંદાજ અનુસાર જ પાણી નાખીએ છીએ. આમ કરવાથી ઘણી વખત લોટ કડક થઈ જાય છે તો ઘણી વખત નરમ થઈ જાય છે. આથી પરફેક્ટ લોટ બાંધવા માટે માપીને પાણી લેવું જોઈએ. 2 કપ લોટ માટે 2 કપ પાણી લો.
સોફ્ટ રોટલી બનાવવા માટે ક્યારેય પણ એકસાથે પાણી નાખીને લોટ ન બાંધો. હંમેશા લોટમાં થોડું થોડું પાણી નાખીને બાંધો. તેમજ લોટને મસળતા જાવ.
લોટ બાંધતી વખતે જો તમે તેમાં મીઠું નાખો છો, તો પાણીની માત્રા થોડી ઓછી રાખો.કારણ કે મીઠા માંથી પાણી છૂટે છે. આમ લોટ ઢીલો થવાની સંભાવના વધી જાય છે.
એક વખત બધો લોટ બંધાઈ ગયા પછી તેને ફેલાવીને થોડું પાણી છાંટી દો. અને 5 મિનીટ માટે રહેવા દો. ત્યાર પછી તમે ફરીથી લોટને બંને હાથે મસળીને એક કરી નાખો.
હવે એક નાની ચમચી દેશી ઘી પોતાના હાથની હથેળીમાં લો, લોટને થોડા સમય માટે ફરીથી મસળો. આમ કરવાથી તમારો લોટ એકદમ નરમ અને મુલાયમ બનશે. તેમજ ચીકણો પણ થશે.
આ રીતે બાંધવામાં આવેલ લોટથી રોટલી બનાવવા માં તમને ખુબ મજા આવશે. તેમજ તમારી રોટલી પણ નરમ, મુલાયમ અને ફૂલશે.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી