આ રીતે ઓળખો ઇન્જેક્શન લગાવેલા તરબૂચને… ખરીદતી વખતે જ ચકાચો આ વસ્તુ તરત ખબર પડી જશે

મિત્રો આજના સમયમાં ખાવા-પીવાની લગભગ વસ્તુઓની સાથે વધુ ઉત્પાદન લેવા માટે છેડછાડ કરવામાં આવે છે. તો તેવી રીતે ફ્રુટ્સ સાથે પણ છેડછાડ કરવામાં આવે છે. ઘણા એવા ફ્રુટ્સ છે જેને ઇન્જેક્શન આપીને રંગ, વહેલા પાકવું, વધુ ઉત્પાદન કરવામાં આવે છે. તો મિત્રો આજે અમે તમને તરબૂચ વિશે જણાવશું. અમે તમને આ લેખમાં જણાવશું કે ઇન્જેક્શન વાળા તરબૂચની ઓળખ કેવી રીતે કરવી. કેમ કે ઇન્જેક્શન આપીને પણ તરબુચને ગળ્યું અને લાલ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે નેચરલ તરબૂચ છે તેવી  જાણ થાય. માટે આ લેખ અંત સુધી વાંચો.

ઇન્જેક્શન વાળું તરબૂચ કેમ ઓળખવું ? ઇન્જેક્શન વાળા તરબૂચને ઓળખવાના ઘણા ઉપાયો છે. જેમાં તમે જાણી શકો છો કે પ્રાકૃતિક રીતે તરબૂચ પાકેલું છે કે, ઇન્જેક્શન આપીને પકાવેલ છે.

તરબૂચના બહારના ભાગને જુઓ : તરબૂચ વેલ પર હોય છે અને તે પોતાના વજનના કારણ જમીન પર જ પડેલું હોય છે. તરબૂચ જમીન પર હોવાના કારણે તેના નીચેના ભાગમાં હળવો પીળો રંગ હોય અથવા તો આછો રંગ થઈ ગયો હોય. જ્યારે ઉપરના ભાગમાં તરબૂચનો રંગ લીલો નોર્મલ જ હોય છે. પરંતુ જો તરબૂચને ઇન્જેક્શન લગાવેલ હોય તો જમીન પર પડેલ ભાગનો રંગ આછો ન થાય અને તરબૂચ દરેક બાજુ એક સમાન રંગનું હોય છે. માટે આછો રંગ અથવા પીળો રંગ તરબૂચના એક ભાગમાં જોવા મળે તો તેને લેવું જોઈએ.અંદર દેખાશે ફર્ક : તરબૂચને જો ઇન્જેક્શન દ્વારા પકાવવામાં આવ્યું હોય તો તરબૂચ દરેક બાજુથી એક સમાન ન દેખાય, કોઈ જગ્યાએ આછું લાલ, તો કોઈ જગ્યાએ ફિક્કા રંગનું દેખાય. જે જગ્યા પર કેમિકલની અસર વધારે થઈ હોય ત્યાં વધારે લાલ હશે. તેમજ તરબૂચના ટુકડા કરીને પાણી ભરેલા એક પાત્રમાં નાખવાના. થોડી વાર સુધી પાણીમાં રહેવા દેવાના. જો પાણીનો રંગ હળવો ગુલાબી અથવા લાલ થાય તો સમજવાનું કે તરબૂચ ઇન્જેક્શન લગાવેલ છે.

તરબૂચની ડાંડીથી કરો ઓળખ : તરબૂચ વેલ સાથે જોડાયેલું હોય એ ડાંડી જો કાળી અથવા સુકાય જાય તો તરબૂચ પ્રાકૃતિક રીતે પાકેલું છે, પરંતુ જો એ ડાંડી લીલી હોય તો સમજવાનું કે તરબૂચ ઇન્જેક્શન મારીને પકાવેલ છે.

વિનેગરની મદદથી ઓળખો : જો ઇન્જેક્શન વાળા તરબૂચ ઉપર લીલા રંગનો વેક્સ લગાવવામાં આવ્યો હોય, તો તમે વિનેગરની મદદથી ઓળખી શકો છો. વિનેગરથી ઉપરનું વેક્સ નીકળવા લાગશે, તેનાથી ખબર પડી જશે. જો રંગ પહેલા જેવો જ રહેશે તો સમજો તરબૂચ પ્રાકૃતિક છે. મીઠાશમાં દેખાશે ફર્ક : પ્રાકૃતિક રીતે જે તરબૂચ પાકેલા હોય તેની મીઠાશ એક સમાન હોય છે, જ્યારે ઇન્જેક્શન લગાવેલ તરબૂચ કોઈ જગ્યાએ મીઠું તો કોઈ જગ્યાએ ફિક્કું સ્વાદમાં હોય છે.

ઇન્જેક્શન લગાવેલ તરબૂચ આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય છે. જો આ સાવધાનીઓ રાખવામાં આવે તો તમે મોટી બીમારીઓથી બચી શકો છો. એવું નથી કે ડરના કારણે ફળ ખાવાનું છોડી જ દેવું જોઈએ. પરંતુ અમુક સાવધાનીઓ ધ્યાનમાં રાખવામાં આવે તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકાય છે.

Leave a Comment