આદુ છોલવામાં 1 મિનીટ નહિ થાય | અપનાવો આ 4 માંથી કોઈ 1 ઉપાય, જાણો સરળ રીત…

મિત્રો તમે હાલ શિયાળો હોવાથી આદુનું તો સેવન કરતા હશો. કારણ કે આદુ એ શરીરને ગરમ રાખવાનું કામ કરે છે. સાથે સાથે તે શરીરને અનેક પ્રકારની સમસ્યાઓથી પણ રાહત આપવામાં મદદ કરે છે. આથી શિયાળામાં લોકો આદુનું સેવન વધુ કરતા હોય છે. પણ ઘણા લોકો આદુ છોલવાની સાચી રીત નથી જાણતા હોતા. તેથી ઘણી વખત છરી વાગવાનો પણ ડર રહે છે. પણ જો તમે આ રીતે આદુ છોલવાનું કરશો તો ઝડપથી કામ થશે.

મિત્રો તમે પોતાના રસોડામાં રસોઈને ટેસ્ટી બનાવવા માટે અનેક મસાલાનો ઉપયોગ કરો છો. તેમાનું એક છે આદુ. આદુ એ હર્બલ છે. તેનાથી વાનગીમાં ટેસ્ટ પણ આવે છે સ્વાસ્થ્ય માટે પણ ખુબ ગુણકારી છે. આદુનો ઉપયોગ શાક બનાવવામાં, ચામાં, ચટણી બનાવવામાં વગેરેમાં થાય છે. જ્યારે આદુ એ દવાના રૂપે પણ ઉપયોગમાં લેવાય છે. આદુના અર્કમાંથી બનાવેલ ઉકાળો પણ ફાયદાકારક છે. તે શરદી, ઉધરસ, તાવ માટે પણ સારું છે.

આમ આદુ એ અનેક ગુણોથી યુક્ત હોવાથી તેનો ઘરમાં સ્ટોર પણ કરવામાં આવે છે. પણ તેના ઉપયોગ કરતી વખતે તેની છાલ કાઢવામાં ખુબ મુશ્કેલી થાય છે. ઘણા લોકો તો છાલ કાઢવામાં કંટાળો આવતો હોવાથી છાલ સહીત આદુનો ઉપયોગ કરે છે. પણ છાલનો ઉપયોગ થવાથી આદુની કડવાહટ આવે છે. પણ જો તમે આ રીતે આદુને છોલાવાનું કરશો તો કોઈ પરેશાની નહી થાય.

યોગ્ય સમયે ફ્રિઝ માંથી કાઢી લો : આદુ અથવા તો કોઈ પણ વસ્તુ બગડે નહિ તે માટે લોકો બધી વસ્તુઓ ફ્રિઝમાં રાખે છે. અને જો તમે આદુને બહાર રાખશો તો તે સુકાઈ જાય છે અને આદુ સુકાઈ જવાથી તેની છાલ કાઢવા મુશ્કેલી થાય છે. આથી આદુને ફ્રિઝમાં રાખવું જોઈએ. તેનાથી આદુ ફ્રેશ રહે છે. પણ તમારે જ્યારે આદુને છોલવાનું હોય ત્યારે તેને 10 મિનીટ પહેલા બહાર કાઢી લેવું જોઈએ. આમ ઘરના વાતાવરણમાં સેટ થતા તેને 10 થી 15 મિનીટ લાગે છે.

ચમચીનો ઉપયોગ કરો : ઘણા લોકો સમાન્ય રીતે કોઈ પણ વસ્તુ છોલવા માટે આપણે છરીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આથી આદુની છાલ કાઢવા માટે પણ આપણે છરીનો ઉપયોગ કરીએ છીએ. પણ છરીથી આદુને છોલવું મુશ્કેલ છે અને છરીથી છોલવામાં સમય પણ લાગે છે, આથી તમારે બને ત્યાં સુધી ધારદાર ચમચીનો ઉપયોગ કરવો જોઈએ.

નાના ટુકડાઓમાં સમારી લો : જેમ કે તમે જાણો છો તેમ આદુનો કોઈ આકાર નથી હોતો. આથી તેને પહેલા નાના ટુકડાઓમાં સમારી લેવું જોઈએ. તેનાથી છોલવામાં સહેલાઈ રહેશે. તમે આદુને 1 થી 2 ઇંચના માપમાં કાપી શકો છો. પછી તેને ફ્રિઝમાં સ્ટોર કરવું. આમ કરવાથી આદુ જલ્દી ખરાબ નહિ થાય અને તે લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.

આદુને ગરમ પાણીમાં નાખો : આદુને છોલવા માટેનો ચોથો અને આસાન ઉપાય છે કે ગરમ પાણીમાં છોલવું. તેના માટે આદુને થોડી વાર માટે ગરમ પાણીમાં ડુબાડીને રાખી દો, પછી કોઈ પણ વસ્તુથી આદુને છોલવાનું, આસાનીથી તેની છાલ ઉતરી જશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment