મિત્રો તમે શાકભાજી અથવા તો ચટણી રૂપે કોથમીરનું સેવન કરતા હશો. તેમજ કોથમીર દાળ, શાક, કઢી, ખમણ વગેરે ખાદ્ય પદાર્થોને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવવા માટે જાણીતી છે. તેમાં રહેલ પોષક તત્વો તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. કોથમીરના સેવનથી તમે અનેક બીમારીઓ સામે પણ રક્ષણ મેળવી શકો છો. કોથામીરનું સેવનથી થતા ફાયદાઓ વિશે ચાલો વિસ્તારથી જાણી લઈએ.
જે કોથમરીને તમે શાકભાજી સાથે ફ્રીમાં મેળવો છો, શું તમે જાણો છો તેના સ્વાસ્થ્યના લાભો વિશે. તમે તેનો ઉપયોગ રસોઈ પછી ભોજનને ગાર્નિશ કરવા માટે કરો છો. તેની ઉપર કોથમરીના પાંદડા નાખો છો. દરેકના રસોડામાં બનતા ભોજન અને વ્યંજનોમાં લીલી કોથમરી નખાય છે. તે રસોઈને સ્વાદિષ્ટતો બનાવે જ છે સાથે જ તેની સુગંધથી રસોઈ વધારે ટેસ્ટી લાગે છે. કોથમરીનો માત્ર સ્વાદ જ સારી નથી હોતો, પરંતુ તે એક ઔષધીય છોડ પણ છે. જે ઘણા ગુણોથી ભરપૂર છે. તેના સેવનથી ઘણા રોગોથી છુટકારો મળે છે. કોથમરી પાચનશક્તિ વધારવા, કોલેસ્ટ્રોલ લેવલ મેન્ટેન કરવા, ડાયાબિટીસ, કિડનીની સાથે સાથે ઘણા રોગોમાં અસરકારક હોય શકે છે.
તેમાં પ્રોટીન, વસા, ફાઈબર, કાર્બોહાઈડ્રેડ, મિનરલ હોય છે જે તેને પાવરફૂલ બનાવે છે. તે સિવાય કોથમરીમાં કેલ્શિયમ, ફૉસ્ફરસ, આયરન, કેરોટિન, થિયામીન, પોટેશિયમ અને વિટામિન સી પણ જોવા મળે છે. અહીં અમે કોથમરીના અમુક ગજબના ફાયદાઓ વિષે જણાવી રહ્યા છીએ. જેને જાણીને તમને પણ નવાઈ લાગશે.
ડાયાબિટીસમાં ફાયદાકારક : જો તમે ડાયાબિટીસની બીમારીથી લડી રહ્યા છો, તો તમારા માટે કોથમીરનું સેવન ખુબ જ સારું માનવામાં આવે છે. લીલી કોથમીર બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા માટે રામબાણ ગણવામાં આવે છે. ડાયાબિટીસના રોગીઓ માટે લીલી કોથમીર કોઈ જડીબુટ્ટીથી ઓછી નથી. તેના નિયમિત સેવનથી બ્લડમાં ઇન્સુલિનની માત્રાને કંટ્રોલ કરી શકાય છે. આમ, કોથમરી બ્લડ શુગર માટે છે લાભદાયી.
રક્તકણ અને કોલેસ્ટ્રોલમાં : ધાણાનો એક અસામાન્ય ગુણ એ છે કે, શરીરમાં રહેલાં વિષાકત પદાર્થો તત્ત્વો અને ટોક્સિનને શરીરની બહાર ફેંકી શકે છે. જેના કારણે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું નિયંત્રણમાં રહે છે. તેમજ ધાણાનું પાણી પીવાથી રક્તકણ વધારવામાં પણ ખુબ જ સરળતા રહે છે.
કિડની રોગોમાં અસરકારક : જો તમને કિડનીને લગતી કોઈ બીમારી છે તો તમે કોથમીરનું સેવન કરી શકો છો. ઘણી શોધોમાં સામે આવ્યું છે કે, કોથમરી તમારી કિડની માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોથમરીમાં ઘણા એવા તત્વો હોય છે જે કિડનીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પાચનશક્તિ વધારવામાં : જો તમારી પાચનશક્તિ નબળી છે, તો તમે તેના માટે કોથમીરનું સેવન કરી શકો છો. લીલી કોથમરી માત્ર પેટની સમસ્યાઓ દૂર કરવામાં જ ફાયદો નથી આપતી, પરંતુ તે તમારી પચનશક્તિ વધારવા માટે પણ લાભદાયી થઈ શકે છે. પેટની સમસ્યાઓ જેવી કે, પેટમાં દુખાવો થવાથી અડધો ગ્લાસ પાણીમાં બે ચમચી કોથમરી નાખીને પીવાથી પેટમાં દુખાવાથી રાહત મળે છે.
કોલેસ્ટ્રોલ : શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ સામે લડવામાં કોથમીર તમારી મદદ કરી શકે છે. લીલી કોથમરી માત્ર રસોઈને જ નથી મહેકાવતી, પરંતુ તે, તમારા કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવા માટે પણ ફાયદાકારક હોય શકે છે. લીલી કોથમરીમાં એવા તત્વો જોવા મળે છે જે કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે. માટે કોલેસ્ટ્રોલથી પીડિત વ્યક્તિએ કોથમરીના બીજને ઉકાળીને તેના પાણીને પીવાનું ફાયદાકારક રહે છે.
એનીમિયાથી રાહત : લોહીની ઉણપ ધરાવતા લોકો માટે કોથમીર એક વરદાન સમાન છે. કોથમરી તમારા શરીરમાં લોહીને વધારવામાં તો ફાયદાકારક હોય જ છે. સાથે જ તે આયરનથી પણ ભરપૂર હોય છે. માટે જ તે, એનીમિયાને દૂર કરવામાં ફાયદાકારક હોય શકે છે. સાથે જ એંટીઓક્સિડેંટ, મિનરલ, વિટામિન એ, અને સીથી ભરપૂર હોવાને કારણે કોથમરી કેન્સરથી પણ બચાવ કરે છે.
ત્વચા માટે : ખીલ માટે કોથમરી રામબાણ ઈલાજ છે, કોથમરીના જ્યુસમાં હળદરનો પાવડર ભેળવીને ચહેરા પર લગાવો અને થોડીવાર પછી ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. દિવસમાં બે વખત આ લેપનો ઉપયોગ કરવાથી ખીલ અને ચહેરા પરના દાગ, ખીલ સહિત બ્લેક સ્પોર્ટ્સથી પણ છુટકારો મળશે અને ચહેરો વધુ નિખારમાં આવી જશે.
આંખોનું તેજ : આંખનું તેજ વધારવામાં કોથમીર ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીલી કોથમરીમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. જે આંખો માટે ઘણું જ ફાયદાકારક ગણવામાં આવે છે. દરરોજ લીલી કોથમરીનું સેવન કરવાથી આંખોનું તેજ વધારવામાં મદદ મળી શકે છે.
નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી