આ 4 પ્રકારના ખાદ્ય તેલ છે અનેક પ્રકારના કેન્સરના મૂળ, જો તમે ખાતા હો તો આજે જ કરી દો બંધ, નહિ તો શરીર થશે જીવલેણ બીમારીનું ઘર…

મિત્રો જયારે આપણું શરીર અમુક વસ્તુનું વધુ સેવન કરે છે ત્યારે તેની અસર આપણા સ્વાસ્થ્ય પર થતી હોય છે. જો કે તમે જાણો છો એમ આજના સમયમાં કોઈ પણ વસ્તુ ભેળસેળ વગર મળતી જ નથી. તમે રસોઈમાં જે ઓઈલનો ઉપયોગ કરો છો વાસ્તવમાં આ કુકિંગ ઓઈલ તમારા સ્વાસ્થ્યને ખરાબ કરે છે. તેનાથી તમારા શરીરમાં કેન્સર જેવા જીવલેણ રોગ થવાની સંભાવના રહે છે. તેનાથી શરીરમાં કેન્સરના કોષો વિકાસ પામે છે અને તમારું સ્વાસ્થ્ય ગંભીર રીતે બગડી શકે છે.

કેન્સર એક ઘાતક અન જીવલેણ બીમારી છે. એવું માનવામાં આવે છે કે, જો કેન્સરના લક્ષણોને શરૂઆતમાં જ ઓળખવામાં આવે તો સરખો ઈલાજ થઈ શકે છે. જો તેને ઓળખવામાં મોડું થઈ જાય તો તે શરીરને ધીમે ધીમે નબળું પાડીને મૃત્યુનું કારણ બને છે. દુર્ભાગ્યથી કેન્સરના ઘણા કારણો છે, જેમાં તમારી રસોઈમાં ઉપયોગમાં લેવાતું કૂકિંગ ઓઈલ પણ છે. આથી કેન્સરને શરૂઆતથી ખત્મ કરવું જોઈએ. તેના માટે જરૂરી છે કે તમે ખોરાક પ્રત્યે થોડી સાવચેતી રાખો.

બેશક રસોઈ બનાવવા માટે તેલ જરૂરી છે, પરંતુ આજકાલ લોકો ભારે માત્રામાં તેલનો ઉપયોગ કરી રહ્યા છે. આજકાલ ફ્રાઈડ અને ડીપ ફ્રાઈડ ફૂડનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, તેલ શરીરમાં પીએચ સંતુલનને બગાડે છે અને લિવર, પાચન, અલસર, સ્થૂળતા, કોલેસ્ટ્રોલ, કબજિયાત અને બવાસીર જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

અમુક શોધ જણાવે છે કે, માખણ અને ચરબી જેવા સેચ્યુરેટેડ ફૈટની સરખામણીએ દરરોજ ઉપયોગમાં લેવાતા અમુક વેજીટેબલ ઓઈલ સ્વાસ્થ્ય માટે વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. અમે તમને અમુક દરરોજ રસોઈ માટે ઉપયોગમાં લેવાતા વિભિન્ન પ્રકારના તેલ વિશે જણાવશું જે, એક નહીં, પરંતુ ઘણા પ્રકારના કેન્સરના જોખમને વધારી શકે છે.

ક્યાં ક્યાં તેલથી છે કેન્સરનું વધારે જોખમ : એવું માનવામાં આવે છે કે, ગરમ થવાથી કોર્ન, સનફ્લાવર, પાલ્મ અને સોયાબીનના તેલ એલ્ડિહાઈડ નામનું રસાયણ છોડે છે. તે એવા ખતરનાક તત્વો છે, જે વિભિન્ન કેન્સરથી જોડાયેલા છે. અમુક અધ્યાયનો પરથી ખબર પડે છે કે, ઝહેરીલા યૌગિક રેટીનાલ્ડિહાઈડના ઓક્સિકરણને વધારો આપી શકે છે. તેને રેટિનોઈડ એસિડમાં બદલી શકે છે. તે બદલામાં કેન્સર કોશિકાઓને જન્મ આપે છે. આમ વધુ તેલ ગરમ થવાથી કેન્સરનું જોખમ વધે છે.

તેલથી શા માટે છે કેન્સરનું જોખમ : વાસ્તવમાં તેલમાં પોલિઅન્સેચુરેટેડ ફૈટની માત્રા વધારે હોય છે. તેલને ગરમ કરવાથી તે એલ્ડિહાઈડમાં તૂટી જાય છે. તે જ કારણ છે કે, તેલને ગરમ કરવાથી તેમાં ગંધ આવે છે. આમ પણ ગરમ તેલ ખાવાથી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડે છે. આથી ગરમ તેલનું વધુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

વેજીટેબલ ઓઈલમાં કેન્સરના તત્વો : ડિમોનફોર્ટ યુનિવર્સિટી દ્વારા કરેલી શોધ મુજબ શોધકર્તાઓએ જાણ્યું કે, વનસ્પતિ તેલમાં તળેલા ભોજનમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા અનુશંસિત દૈનિક માત્રાની તુલનાએ 200 ગણું વધારે એલ્ડિહાઈડ હોય છે.

ઓલિવ ઓઈલથી કેન્સરનું ઓછું જોખમ : મજાની વાત તો એ છે કે, અધ્યયનમાં જાણવા મળ્યું કે ઓલિવ ઓઈલ એટલે કે જૈતૂનના તેલ, ચરબી અને માખણમાં એલ્ડિહાઈડની માત્રા ખુબ ઓછી હોય છે જેના કારણે તેનાથી કેન્સરનું જોખમ પણ ઓછું રહે છે. આમ તેલનો આ રીતે ઉપયોગ તે કેન્સરના જોખમને આમંત્રણ આપે છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે. આથી કોઈપણ તેલનો ઉપયોગ કરતા પહેલા તેનાથી થતા રોગ વિશે જાણી લેવું ખુબ જરૂરી છે. કેન્સરના કોષોને જો તમે અત્યારથી જ સાવચેત થઈ જશો તો તમે તેનું જલ્દી નિવારણ લાવી શકશો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment