ઘરે બનાવશો આ બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ…. તો ક્યારેય પણ બહાર પિઝ્ઝા ખાવા માટે નહિ જવું પડે….. જાણો તેની રેસીપી….
મિત્રો આજે અમે ખુબ જ સરસમજાની રેસેપી લઈને આવ્યા છીએ જેનું નામ છે બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ. આ વાનગીને એક વાર ટેસ્ટ કરશો તો પિઝ્ઝાનો ટેસ્ટ પણ ફિક્કો લાગશે. મિત્રો પિઝ્ઝા તો લગભગ બધાના ફેવરીટ હોય છે પરંતુ પિઝ્ઝા ઘરે બનાવો તો તેમાં ખુબ મહેનત કરવી પડતી હોય છે. પરંતુ તમે બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ તવા પર ખુબ જ સરળતાથી ઘરે જ બનાવી શકાય છે. જેનો ટેસ્ટ હશે પિઝ્ઝાથી પણ હટકે અને ટેસ્ટી પણ. તો ચાલો જાણીએ યમ્મી, ટેસ્ટી અને ચીઝી બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ બનાવવાની રીત.
બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ માટે જોઈતી સામગ્રીઓ:
મિત્રો બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ બનાવવા માટે એક ડુંગળી જીણી સમારેલી, એક ટમેટું જીણું સમારેલું, અડધી શિમલા મિર્ચ જીણી સમારેલી, બે ચમચી મકાઈ, ચારથી પાંચ ચમચી મોઝરેલા ચીઝ લાંબુ છીણેલું, બે પીસ સેન્ડવિચ બ્રેડ, જરૂરીયાત મુજબ બટર, ત્રણથી ચાર ચમચી મેયોનીઝ, ત્રણથી ચાર ચમચી પિઝ્ઝા સોસ, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્ષ અને ઓરેગાનો, જરૂરીયાત મુજબ મીઠું અને મરીનો ભુક્કો વગેરે સામગ્રીઓ જોઇશે.
બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ બનાવવાની રીત:
સૌપ્રથમ એક બ્રેડની સ્લાઈડ્સ લો અને તેની બહારની બાજુ બટર લગાવી દો, ત્યાર બાદ અંદરની બાજુમાં તેમાં મેયોનીઝ લગાવી દો, મેયોનીઝ લગાવ્યા બાદ તેના પર ડુંગળીનું લેયર પાથરી દો, ડુંગળીનું લેયર પાથર્યા બાદ તેની ઉપર એક ચીઝનું લેયર બાનાવવાનું છે. જેથી સેન્ડવિચને પિઝ્ઝા જેવો ટચ મળે.
ત્યાર બાદ ટામેટા અને તેની ઉપર કેપ્સીકમનું લેયર પાથરી દો, છેલ્લે મકાઈનું લેયર પાથરી દો અને ઉપરથી થોડું મીઠું અને કાળા મરીનો ભુક્કો ભભરાવો. ત્યાર બાદ થોડા ચીલી ફ્લેસ અને ઓરેગાનો ભભરાવો. (જો આ બંને ન હોય તો પણ ચાલશે.) ત્યાર બાદ સૌથી છેલ્લે તેની ઉપર પિઝ્ઝા સોસ લગાવી દો. પિઝ્ઝા સોસ લગાવ્યા બાદ બીજી બ્રેડ સ્લાઈસ તેની ઉપર લગાવી દો અને તે બીજી સ્લાઈડ લગાવી તેની બાહરની બાજુ પણ બટર લગાવી દો.
હવે આ સેન્ડવિચને તવા પર શેકવાની છે, સેન્ડવિચને તવા પર મુકીને ઢાંકી દો, ગેસ માધ્યમ આંચે રાખવો, જ્યારે એક બાજુથી બ્રેડ બ્રાઉન કલરની અને થોડી ક્રિસ્પી થઇ જાય ત્યાર બાદ તેને પલટાવી દો અને ફરી પાછી ઢાંકી દો. બીજી બાજુ પણ બ્રેડ શેકાઈ જાય ત્યાર બાદ સેન્ડવિચને પ્લેટમાં કાઢી લો.
હવે તમારી બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ એકદમ તૈયાર છે. તો મિત્રો આ રીતે તમે ખુબ જ ટેસ્ટી બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ બનાવી શકો છો. જ્યારે પણ તમને પિઝ્ઝા ખાવાનું મન થાય તો એક વાર આ બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ જરૂર ટ્રાય કરજો. એક વાર ટ્રાય કરશો તો પિઝ્ઝાને બદલે આ પિઝ્ઝા સેન્ડવિચ ખાવાનું જ શરૂ કરી દેશો. ઘરમાં નાના મોટા દરેકને આ સેન્ડવિચ ભાવશે.
મિત્રો આ બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચની ખાસિયત એ છે કે અહીં આપણે ચીઝ મેયોનીઝ તેમજ પિઝ્ઝા સોસનો ઉપયોગ કરેલો છે માટે તમે જ્યારે આ સેન્ડવિચ ખાશો તો તમને પિઝ્ઝા જેવી જ ફીલિંગ આવશે અને ટેસ્ટમાં તો તમને આ બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ પિઝ્ઝા કરતા પણ લાજવાબ લાગશે.