પોતાના માઈન્ડ પર કાબુ મેળવવા એકવાર આ સરળ રીત અપનાવી જુઓ. 

દરેક માણસ એવું જ ઈચ્છતો હોય છે કે, તે પોતાના માઈન્ડને પોતાની મરજી મુજબ વાળી શકે. પરંતુ તેવું થતું ન હોય અને સમયના પ્રવાહમાં આપણે પણ ડૂબી જઈએ છીએ. તેથી જ્યારે આપણે ગુસ્સે હોઈએ છીએ ત્યારે તેમાં સમગ્ર રીતે ડૂબી જઈએ છીએ અને જ્યારે ખુશ હોઈએ છીએ ત્યારે સંપૂર્ણ રીતે તેમાં પણ પ્રવાહિત થઈ જઈએ છીએ. પરંતુ તેવું નથી, જો તમે ઈચ્છો તો પોતાના માઈન્ડ પર કાબુ મેળવી શકો છો.

સૌ પ્રથમ તો તમારે એ વાત સમજી લેવી જોઈએ કે અવેરનેસ અને માઈન્ડ એ બે અલગ અલગ વસ્તુ છે. આ બંને વચ્ચેનો તફાવત જાણવા માટે પહેલાં આપણે અવેરનેસ વિશે જાણી લઈએ. અવેરનેસ એક બલ્બ સમાન છે અને તમારા માઈન્ડમાં અનેક લાગણીઓ હોય છે, જેવી કે ખુશી, ગુસ્સો, ઈર્ષા, દ્રેષ, શારીરિક સંબંધ, જ્ઞાન, ટેકનોલોજી, આર્ટસ વગેરે. હવે જ્યારે પણ તમારો આ લાઈટ વાળો બલ્બ કોઈ એક એરિયામાં જાય છે, ત્યારે તમે અવેરનેસને અનુભવો છો. જો આ બલ્બ ખુશીમાં જાય છે તો તમે ખુશ થાવ છો, પરંતુ શું તમે ખરેખર ખુશ છો ? તેવી જ રીતે જો તમે ગુસ્સે થાવ છો તો શું ખરેખર ગુસ્સે છો ?

આમ તમારું માઈન્ડ તમને જે અનુભવ આપે છે તે અનુભવ તમે કરો છો. પરંતુ તમે ધ્યાન અને વિલપાવર દ્રારા કંટ્રોલ કરી શકો છો. તો પહેલા આપણે ધ્યાન વિશે જાણી લઈએ.


ધ્યાન કરવાની રીત :
શું તમે ખરેખર ધ્યાન કરવાની રીત જાણો છો અને જો જાણતા હો, તો શું તમે ખરેખર ધ્યાન કરો છો ? આ સવાલનો જવાબ કદાચ નાં હોય. કેમ કે આપણે ખરેખર ઘણા લોકો ધ્યાન કરવાની રીત જાણતા જ નથી. આપણે બાળકોને એવું કહેતા હોઈએ છીએ કે ધ્યાન કર. પરંતુ ક્યારેય આપણે તેને ધ્યાન કરતા શીખવ્યું છે ? તમે જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તમે ગણિત કે વિજ્ઞાનનો ક્લાસ ભરતા હતા. શું તમે ક્યારેય તેવી જ રીતે ધ્યાનની ક્લાસ ભર્યો છે. તો તેનો જવાબ પણ નાં હશે. કારણ કે આપણને ક્યારેય કોઈએ ધ્યાન કરતા શીખવાડ્યું જ નથી.

ધ્યાન ધરવા માટે એવું જરૂરી નથી કે તમે કોઈ એક જગ્યા પર બેસીને જ ધ્યાન ધરી શકો છો. પરંતુ તમે તમારા રોજિંદા કામમાં પણ ધ્યાન ધરી શકો છો. દાખલા તરીકે જો તમે ધ્યાન કરવા માંગતા હો, તો તમે કોઈ પણ કામને સતત કરતા રહો તો પણ તમે ધ્યાન સહેલાઈથી ધરી શકો છો. એટલે કે જો તમે ધ્યાન નથી લગાવી શકતા તો તેની પાછળ બે કારણ રહેલા છે.  એક કે તમને ધ્યાન કેવી રીતે ધરવું જોઈએ તે આવડતું નથી, અને બીજું કે ધ્યાન લગાવવાની તમે પ્રેક્ટીસ જ નથી કરતા. તેથી ધ્યાન નથી ધરી શકતા.

આ વાતને આપણે આપણા રોજિંદા કામ દ્રારા સમજીએ : જેમ તમે દરરોજ તમારી પત્ની સાથે વાત કરો છો, તેની સાથે બધી વાતો શેર કરો છો. ત્યારે તમે તમારી સામે પૂરી રીતે હાજર રહો છો. પોતાની બધી જ અવેરનેસ તેના તરફ રાખો છો. આ સિવાય તમે જ્યારે તમારા ગ્રાહક કે માલિક સામે છો ત્યારે ત્યાં પણ પૂરી રીતે હાજર રહો અને પોતાનું બધું જ ધ્યાન ત્યાં જ કેન્દ્રિત કરો. આમ ધ્યાન ધરવા માટે તમે આજથી જ એક નિર્ણય લો કે, હું જ્યાં પણ હોવ ત્યાં પૂરી રીતે હાજર રહીશ. આમ તમે ધીમે ધીમે ધ્યાન લગાવતા શીખી જશો.

પોતાનો વિલ પાવર મજબુત બનાવો : દરેક વ્યક્તિ પોતાનો એક વિલ પાવર લઈને આવે છે. પરંતુ આપણને એ શીખવવામાં નથી આવતું કે, આપણે કંઈ રીતે આપણો વિલ પાવર મજબુત બનાવી શકીએ. આ વિલ પવારને મજબુત કરવાના ત્રણ પોઈન્ટ છે. 1) જે કામની શરૂઆત કરો તેને પૂરું પણ કરો. 2) જે રીતે તમે કામ પૂરું કરવાના હતા તેના કરતા વધુ સારી રીતે પૂરું કરો. 3) જેટલું તમે કરી શકતા હતા તેના કરતા પણ વધુ સારું કરો.

આ ત્રણેય પોઈન્ટને હવે તમે પોતાના રોજિંદા  કામમાં ઉતારો. જેમ તમે રાતે સુતા પહેલા પોતાનું રૂટીન કામ કરો છો તે સવાર થતા ફરી કરો. તમે સવારે નાસ્તો કરો છો, અથવા તો તમારી પાસે નાસ્તો બનાવવાનો સમય છે તો તમારી પાસે નાસ્તો કરવાનો સમય પણ છે. આમ તમે જે કામ શરુ કરો છો તેને પૂરું કરો, તેને વધુ સારી રીતે કરો, વધારે કરો. આમ જ્યારે તમે આ ત્રણ બાબતોને અપનાવો છો, ત્યારે તમારો વિલ પાવર મજબુત થાય છે.

આમ વિલ પવારને મજબુત કરવાથી તમે જ્યાં ઈચ્છો ત્યાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકો છો અને જ્યારે પણ તમારું ધ્યાન ભટકવા લાગે ત્યારે તમે અવેરનેસ દ્રારા ફરી તે જગ્યા પર કેન્દ્રિત કરી શકો છો.

આ રીતે તમે જ નક્કી કરો છો કે તમારી એનર્જી ક્યાં જશે, તમારૂ વિલ પાવર ક્યાં ખત્મ થશે, અને તમે જ નક્કી કરો છો કે, તમારું ધ્યાન ક્યાં કેન્દ્રિત થશે. આમ એનર્જીને વેસ્ટ કર્યા વિના જ તમે તમારા વિલ પાવર દ્રારા ધ્યાન કરી શકો છો.

પોતાની એનર્જીનું મેનેજમેન્ટ કરો : ખરેખર જોઈએ તો આપણને એનર્જી વાપરતા જ નથી આવડતી. આપણે આપણી એનર્જી આસપાસના ફાલતુ લોકો, અથવા તો અન્ય ઈલેક્ટ્રોનિક સાધનોમાં વેસ્ટ કરીએ છીએ. પરિણામે આપણે સમય અને એનર્જી બંનેનો વ્યવ કરીએ છીએ. આમ જ આપણે આપણો દિવસ પૂરો કરી નાખીએ છીએ.

આથી જો તમે તમારી એનર્જીનું મેનેજમેન્ટ કરતા શીખી જશો, તો તમે સમય, એનર્જી, વિલ પાવર અને ધ્યાન બધાને વ્યવસ્થિત કરી શકો છો. આથી તમારે પોતાની એનર્જીને પણ જે રીતે પૈસા વાપરો છો તે રીતે જ વાપરવી જોઈએ. જેના કારણે પોતાના કામમાં પુરતું ધ્યાન આપી શકશો.આમ પોતાની એનર્જી કોઈ ફાલતુ માણસ પાછળ વેડફવાને બદલે તમે તમારી એનર્જી પોતાની ફેમીલી અથવા તો પોતાના કામ અથવા તો પોતાની પ્રિય વ્યક્તિ પાછળ વપારી શકો છો. આમ કરવાથી તમારી એનર્જી પણ વેસ્ટ નથી જતી અને તમે હંમેશા આનંદિત રહી શકો છો.

દરેક માણસને એક વખત જ લાઈફ મળે છે. આમ માનીને જ તેણે પોતાનું જીવન જીવવું જોઈએ. આમ એક લાઇફમાં ખુબ ઓછો સમય છે જીવવા માટે. આથી પોતાની એનર્જીને ફાલતુ લોકો પાછળ બરબાદ ન કરવો જોઈએ. આ સિવાય જે માણસને એ ખબર જ નથી કે પોતાને કંઈ જગ્યા પર ધ્યાન લગાવવાનું છે, તો શું કરી શકીએ. તેથી પોતાની લાઈફનો એક ગોલ નક્કી કરો.

પોતાનો ગોલ નક્કી કરવા માટે તમે દરરોજ સવારે અથવા તો 24 કલાકમાં ગમે ત્યારે પણ 5 મિનીટ માટે એ વાત પર ધ્યાન લગાવો કે તમારા જીવનનો ગોલ શું છે ? આમ જ્યારે તમને તમારી લાઈફનો ગોલ મળી જશે ત્યારે ઓટોમેટીક તમારામાં એ અંગે ધ્યાન કેન્દ્રિત થવા લાગશે.

Leave a Comment