વિક્રમ સવંત જેના નામ પર થી શરુ થયેલ છે એ ચક્રવર્તિ વિક્રમાદીત્ય અને તેમના નવ રત્નો

વિક્રમાદીત્યનો  અને તેમના નવ રત્નો

મિત્રો આપણે વિક્રમ વેતાળ અને તેની વાર્તાઓથી પરિચિત છીએ. પરંતુ મિત્રો તેની વાર્તાઓ પહેલા વિક્રમાદિત્ય કોણ હતા. તેના વિષે જાણવું ખુબ જ જરૂરી છે.

એવું કહેવાય છે કે, ભારત દેશ ” સોને કી ચીડિયા” કહેવાતો હતો. તેનો શ્રેય ચક્રવર્તિ સમ્રાટ વિક્રમાદિત્યને જાય છે. ચક્રવર્તિ સમ્રાટ વિક્રમાદિત્ય એક બુદ્ધિમાન અને પરાક્રમી રાજા હતા. દરેક ભારતીયએ રાજા વીર વિક્રમાદિત્યનો ઈતિહાસ જાણવો જોઈએ તેની બુદ્ધિમતા અને પરાક્રમની વાતો જાણીએ અને રાજા વિક્રમાદિત્ય નો ઈતિહાસ.

ઉજ્જૈનના રાજા ગાંધર્વસેન હતા. તેમને ત્રણ સંતાન હતા. મેનાવતી, ભ્રથહરી અને વિક્રમાદિત્ય. તેમાં મેનાવતી સૌથી મોટી હતી. ત્યાર બાદ ભ્રથહરી અને ત્રીજું સંતાન હતા વિક્રમાદિત્ય.

સૌથી મોટી બહેન મેનાવતીના લગ્ન ધારાનગરીના રાજા પદ્મસેન સાથે થયા. તેને એક સંતાન થયું તેનું નામ ગોપીચંદ રાખવામાં આવ્યું. એવું કહેવાય છે કે, આપણા પવિત્ર ગ્રંથો ખોવાય ગયા હતા તેને પાછા લાવવાનું કામ વિક્રમાદિત્યએ કર્યું છે. જયારે આપણા પવિત્ર ગ્રંથો ખોવાયા ત્યારે વીર વિક્રમાદિત્યના મોટા ભાઈ ભ્રથહરી તેના ગુરુ ગોરખદેવના માર્ગદર્શનથી તપ કરવા જતા રહ્યા. ત્યાર બાદ ગોરખદેવની આજ્ઞા લઇ વીર વિક્રમાદિત્યએ રાજગાદી સંભાળી.

રાજા વિક્રમાદિત્ય એકદમ ધર્મચુસ્ત અને નિયમોનું પાલન કરનારો રાજા હતો. કહેવાય છે કે, આપણો સનાતન ધર્મ ગાયબ થઇ જવાની કગાર પર હતો. પરંતુ વિક્રમાદીત્યએ ધર્મની રક્ષા કરી સનાતન ધર્મને બચાવ્યો. તેમણે ભગવાન વિષ્ણુ તેમજ અન્ય દેવોના મંદિરોનું નિર્માણ પણ કરાવ્યું હતું.
રાજા વિક્રમાદિત્ય એક ન્યાયી રાજા હતા. તેમનો ન્યાય સચોટ અપાતો. ત્યારે ન્યાય ધર્મશાસ્ત્ર અનુસાર કરવામાં આવતો. નિયમ, કાયદા, કાનુન વગેરે ધર્મશાસ્ત્ર પરથી જ સંભાળવામાં આવતા. મિત્રો ત્યારે તેમના રાજ્યની પ્રજા ન્યાય અને ધર્મ પર ચુસ્ત રીતે ચાલવા વળી પ્રજા હતી. દરેક લોકો નીતિ નિયમ અને શાસ્ત્રોનું પાલન કરતા. તેમજ ન્યાયને લઈને એવી વાત પણ કહેવાય છે કે, ખુદ દેવતાઓ પણ ક્યારેક વિક્રમાદિત્ય પાસે ન્યાય માટે આવતા તેટલા ન્યાયી રાજા હતા.

રાજા વિક્રમાદિત્યનો સમયગાળો “સુવર્ણ કાળ” તરીકે ઓળખાય છે. કારણ કે, ત્યારે રાજા અને રાજયની પ્રજા ખુબ જ સમૃદ્ધ હતી. કહેવાય છે કે, રાજા વિક્રમાદિત્યના સમયમાં ભારતનું કાપડ વિદેશી વેપારીઓ સોનું આપીને ખરીદતા હતા. ત્યારે ભારતમાં પુષ્કળ સોનું હતું. રાજયમાં સોનાની મહોરો ચાલતી હતી. તેથી જ તો ત્યારનો સમય “સુવર્ણ કાળ” ગણાય છે.
ચક્રવર્તિ સમ્રાટ વિક્રમાદિત્ય જેટલા વીર અને પરાક્રમી હતા તેટલા જ બુદ્ધિમાન પણ હતા. તેમણે જ્યોતિષ શાસ્ત્રમાં નક્ષત્રો, રાશીઓ, ગોચરો વગેરેની રચનામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
સમ્રાટ વિક્રમાદિત્યના નવ રત્નો હતા તે લગભગ લોકો જાણતા હશે. આ નવ રત્નોમાં ખુબ જ મહાન વૈજ્ઞાનિક જ્ઞાન તેમજ અવનવું જ્ઞાન ધરાવતા મહાન વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તેમના નવ રત્નો આ પ્રમાણે છે.

૧] ધન્વંતરી: આયુર્વૈદિક સાહિત્યમાં સૌથી પહેલા આદિકાળના વૈદ્ય એટલે ધન્વંતરી. તેમાં આયુર્વેદ અને ચિકિત્સાનું જ્ઞાન પણ અપાયેલું છે.

૨] ક્ષપણક: તેમનો બીજો રત્ન હતો ક્ષપણક. દિગમ્બર જૈન સાધુ ક્ષપણક કહેવાય છે. હિન્દુમાં જૈન સાધુઓ માટે “ક્ષપણક” નામનો પ્રયોગ થાય છે.

૩] શંકુ; હકીકતમાં શંકુ શું હતા તે કહેવું કદાચ અસંભવ છે. શંકુને કોઈ મંત્રના વિદ્વાન, કોઈ રસાચાર્યના વિદ્વાન તો કોઈં તેમને જ્યોતિષજ્ઞ માને છે.

4] ઘટખર્પર: આ રત્નનું નામ ઘટખર્પર શા માટે પડ્યું તે ચિંતનનો વિષય છે. કહેવાય છે કે, કાલિદાસના સહવાસથી તે સારા કવિ બન્યા હતા. 5] વરરુચી: વરરુચીએ ” પત્રકૌમુદી” કાવ્યની રચના કરી હતી. પ્રબંધ ચિંતામણીના વરરુચીને સમ્રાટ વિક્રમાદિત્યના પુત્રોના ગુરુ કહેવામા આવ્યા છે.

6] અમરસિંહ: અમરસિંહે ઉજ્જૈનની કાવ્યકર પરીક્ષા પાસ કરી હતી. સંસ્કૃતનો સૌથી પહેલો કોશ અમરસિંહનો ” નામલિંગાનુશાસન” છે. તે “અમરકોશ” નામથી પણ પ્રખ્યાત છે.

7] વરાહમિહિર: વરાહમિહિર જ્યોતિષ શાસ્ત્રમાં મહાન વિદ્વાન હતા. તેમણે જ્યોતિષ વિષયક ઘણા ગ્રંથોની રચના કરેલી છે. 8] કાલિદાસ: મહાકવિ કાલિદાસ વિક્રમાદિત્યની સભાના મહત્વના રત્ન હતા. જેમને “અભિજ્ઞાનશાકુંતલમ” અને “મેઘદૂત” જેવી અજોડ અને બેનમુન રચનાઓ આપી.

9] વેતાળભટ્ટ: મિત્રો સમ્રાટ વિક્રમાદિત્યના નવ રત્નોમાં વેતાળ ભટ્ટનું નામ સંભાળતા જ તમને નવીન લાગશે કે, આ વ્યક્તિનું નામ “વેતાળ ભટ્ટ” અર્થાત ભૂતપ્રેત પંડિત કેવી રીતે થઇ ગયો. વિક્રમાદિત્ય અને વેતાળને સંબંધિત કથાઓ જોવા મળે છે.

વેતાળ ભટ્ટ ભૂત, પ્રેત, પિચાસ વગેરે સાધનામાં નિષ્ણાંત તથા તે શાસ્ત્રોના જાણકાર હતા. આ ઉપરાંત તેઓ તાંત્રિકના પ્રતિનિધિ હતા. તેમની સાધના શક્તિથી રાજ્યને લાભ થતો હતો વિક્રમાદિત્યે વેતાળની મદદ દ્વારા અસુરો, દુષ્ટ રાક્ષસોને નષ્ટ કર્યા હશે.

એવું પણ સંભવ હોય શકે કે, “વેતાળ પંચવીંશટીકા” નામના ગ્રંથની રચના વેતાળ ભટ્ટે કરી હોય. તેઓ ઉજ્જૈનના સ્મશાન અને વિક્રમાદિત્યના સાહસિક કાર્યોથી પરિચિત હતા. તેથી તેમણે તે ગ્રંથોની રચના કરી હશે.

વેતાળની કથાઓ અનુસાર ચક્રવર્તિ સમ્રાટ વિક્રમાદિત્યએ પોતે સખત પ્રયત્ન દ્વારા અગ્નિવેતાળને વશમાં કર્યો હતો. તે અવશ્ય રૂપે તેમના કાર્યો સંપન્ન કરવામાં મદદ કરતો હતો તેવી માન્યતાઓ પણ છે.
મિત્રો વિક્રમ અને વેતાળની કથાઓ ખુબ જ રોમાંચક છે. તો તે રોમાંચક કથાઓ સાથે ફરી મળીશું. તેમજ આવી રીતે તમને જાણકારી આપતા રહીશું. તમારા વિચારો, તમારી કોમેન્ટ દ્વારા અભિપ્રાય આપી શકો છો અને ખુબ જ આગળ શેર કરો.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro                 

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

Leave a Comment