રાજા પરીક્ષિત અને કળિયુગ વચ્ચે યુદ્ધ .. પરીક્ષિત રાજા ને શ્રાપ .. જે આજે દરેક પૃથ્વી વાસી ભોગવી રહ્યો છે.. ભાગ -3

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🤴 પરીક્ષિત રાજા ને શ્રાપ 🤴

💁 મિત્રો આગળના આર્ટીકલમાં આપણે જોઈ ગયા કે કેવી રીતે કળિયુગની શરૂઆત થઈ અને તેનો અંત કેવો હશે. પણ શું તમને ખબર છે કે આ બધી  નિયતિની અને ભગવાનની લીલા હતી. ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના સમયે એટલે કે ત્રેતાયુગમાં બધાને શ્રાપ આપ્યો હતો કે આ યુગમાં જ બધાનો નાશ થશે અને આ શ્રાપ માતાના ગર્ભમાં રહેલ પરીક્ષિત રાજાને પણ લાગી ગયો હતો.

Image Source : 

💁 સતયુગ પછી દ્વાપર યુગ આવ્યો અને તેના પછી ત્રેતાયુગ, તો હવે સમય કળિયુગનો જ હતો. તેથી કળિયુગ આવવો તો નિશ્વિત જ રહ્યો પણ જ્યાં સુધી આવા ધર્મ પ્રિય અને પ્રજા વત્સલ રાજા પરીક્ષિત પૃથ્વી પર હોય ત્યાં સુધી કળિયુગની શું મજાલ કે જે આપણી પૃથ્વી પર આવી શકે. ચાલો જાણીએ કે કળિયુગે એવું તે શું કર્યું, જેથી તે આજે પૃથ્વી લોકમાં સર્વવ્યાપી થઈ ગયો અને  ભગવાન શ્રી કૃષ્ણનો પેલો શ્રાપ પણ સફળ થઈ ગયો.

🤴 પરીક્ષિત રાજા અને કળિયુગ ની મુલાકાત 🤴

💁 જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થાય છે અને પાંડવો મોક્ષ ગતિ માટે હિમાલય તરફ પ્રયાણ કરે છે ત્યારે પરમ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાની લીલા સમાપ્ત કરી પોતાના વૈકુંઠધામમાં ચાલ્યા જાય છે. જેમ ધર્મ છે તેમ અધર્મ પણ છે જેવા ભગવાનના ચરણ પૃથ્વી પરથી ઉઠી જાય છે ત્યાંજ કાળ રૂપી અસુર શક્તિ પોતાના દૂત કળિયુગને પૃથ્વી પર પોતાનું રાજ સ્થાપિત કરવા મોકલી દે છે.

💁 પરીક્ષિત રાજા કળિયુગને કહે છે કે, “જો મારા રેહતા તું મારા રાજ્ય પર પગ પણ મુકીશ તો આ પાંડવ પુત્રમાં એટલી શક્તિ છે કે તને તો શું, પણ તારા આખા કાળ સામ્રાજ્યનો  નાશ કરી નાખશે.”

🤴 કળિયુગ કહે છે,  “હે રાજા હું કાળની આજ્ઞાથી અહી આવ્યો છું, કાળ સર્વ જગ્યા પર છે તમે ક્યાં સુધી તેનાથી બધાને બચાવશો ? પ્રકૃતિનો નિયમ અટલ છે, કાળની ગતિ કોઈના બાણથી નહિ  રોકી શકાય. જો પરીક્ષિતનું રેહવું કાળની ગતિમાં રૂકાવટ છે તો પરીક્ષિતનું જીવતું રેહવું પણ શક્ય નથી.”

😡 આ સાંભળી પરીક્ષિત રાજા બહુ ગુસ્સે થાય છે અને ધનુષ પર બાણ ચડાવી બોલે છે, “એ  તો વિધાતા જ નક્કી કરશે કે કોણ મરશે , જેની રક્ષા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ તેના માતાના ગર્ભમાં જ કરી હોય તે વ્યક્તિને મોત નો શું ડર હોય ?” Image Source : 

🙁 આ સાંભળી કળિયુગ ડરી ગયો, તેને થયું કે અત્યારે બોલવામાં ભલાઈ નથી અને તે ચુપચાપ તેમના શરણે આવી ગયો અને પરીક્ષિત રાજાને મનાવી પાંચ જગ્યા પર રેહાવાના વરદાન માંગી લીધા [જે તમે PART – 1 માં જોઈ ગયા]  અને વચન આપ્યું કે જ્યાં સુધી તમે ધરતી પર છો ત્યાં સુધી હું મર્યાદિત જગ્યા પર જ રહીશ. 

👑 વચન આપ્યા બાદ કળિયુગ પરીક્ષિત રાજાના સોનાના મુગટમાં જ બેસી ગયો અને હસવા લાગ્યો.  કેમ કે તેને સુવર્ણમાં રેહવાનું વરદાન પરીક્ષિત રાજાએ જ આપ્યું હતું . પણ મિત્રો હવે શરૂ થાય છે કાળની ચાલાકી અને ભગવાનની લીલા જેની તમે રાહ જોઈ રહ્યા છો.

પરીક્ષિત રાજાને શ્રાપ 

🌳 એક દિવસની વાત છે, જ્યારે પરીક્ષિત રાજા જંગલમાંથી ઘર તરફ પ્રયાણ કરતા હતા અને તે ખુબ જ થાકી ગયા હતા અને તરસ પણ બહુ લાગી હતી. આ સમયે તેમને જંગલમાં એક જુપડી દેખાય છે. ત્યાં  ક્ષમિક મુની ગાઢ સમાધિમાં બેઠા હોય છે અને પરીક્ષિત રાજા ત્યાં જઈ પાણી માંગે છે. ઘણી વાર કેહવા છતાં તે ઋષિ ધ્યાનમાં મગ્ન હોવાથી કંઈ પણ જવાબ નથી આપતા અને અહીં રાજા પરીક્ષિત પાણીની તરસથી વ્યાકુળ થતા હતા. આ સમયે તેમના મુગઠમાં બેઠેલો કળિયુગ યોગ્ય સમય જોઈ પરીક્ષિત રાજાને પોતાની માયામાં ફસાવી આડા અવળા વિચારો લાવી તે સાધુ પર બાણ ચલાવવા માટે મજબુર કરે છે.Image Source : 

🐉 પણ પરીક્ષિત રાજા બાણ ચલાવતા રોકાય છે અને બાજુમાં પડેલા મૃત સાપને લઈને તે ઋષિના ગળામાં નાખી ત્યાંથી ચાલ્યા જાય છે. આ વાતની જાણ ક્ષમિક મુનીના પૌત્ર શૃંગી ઋષિને મળે છે, જે તે સમયે નદીમાં સ્નાન કરતા હોય છે. આવો તિરસ્કાર જોઈ તે તરત જ  હાથમાં જળ લઈ શ્રાપ આપે છે કે, “જે વ્યક્તિએ મારા પિતા સાથે આવો દુર વ્યવહાર કર્યો છે તે આજથી 7 દિવસમાં તક્ષક નાગના દંશથી મૃત્યુ પામશે અને આ શ્રાપને કોઈ નહિ ટાળી શકે.”

💁 આ બનાવ પછી ક્ષમિક ઋષિ સમાધિમાંથી જાગી જાય છે અને પોતાના ગળામાં પડેલા સાપને લઈ જમીન પર મુકે છે અને પોતાના પુત્ર શૃંગી ઋષિને બોલાવે છે અને કહે છે કે, “હે પુત્ર તે આ શું કર્યું ? આટલી નાની ભૂલ માટે આટલો મોટો દંડ ? તને ભાન છે કે મળેલી શક્તિનો ઉપયોગ તમે તમારા પોતાના સ્વાર્થ માટે ન કરી શકો, એ સાધુનો નિયમ નથી. તે નિર્દોષ રાજા પર પ્રહાર કર્યો છે…., ઘોર અનર્થ કર્યો છે… આ કળિયુગને પૃથ્વી પર સર્વવ્યાપી બનવાવવામાં તું પણ સહભાગી બનીશ અને બધા એ આ શ્રાપનું ફળ ભોગવવું પડશે.”

કળિયુગ ના કારણે પોતાના પુત્ર  શૃંગી ઋષિ ની આ ભૂલ જોઈ ને  ક્ષમિક ઋષિ એ વિચાર્યું કે  જો હજી તો કળીયુગની શરૂઆત છે, ત્યાં મારો  પુત્ર એટલો સ્વાર્થી થઈ આવી ભૂલ કરી તો કળીયુગમાં તો આવી ભૂલો સ્વભાવિક થઇ જશે, બધા બ્રાહ્મણો પોત પોતાના સ્વાર્થ માટે આ શક્તિ નો દુર ઉપયોગ કરશે .   એટલે ક્ષમિક ઋષિ એ પૃથ્વી પરના બધાજ બ્રાહ્મણોને  શ્રાપ આપ્યો કે કળિયુગના બ્રાહ્મણો માં આશીર્વાદ દેવાની ક્ષમતા તો રેહશે પણ શ્રાપ દેવાની નહિ. આ કારણ થી આજે પૃથ્વી પરના બ્રાહ્મણ પાસે  શ્રાપ દેવાની શક્તિ નથી . 

💁 હવે જ્યારે પરીક્ષિત રાજા  ઘરે પહોંચે છે અને પોતાનો મુગટ ઉતારે છે ત્યારે તેમને ભાન થાય છે કે તેમનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તે પશ્યાતાપ માટે પસ્તાય છે. આ બધું જોઇને કાળ ખુબ હરખાઈ છે અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના શ્રાપની પણ શરૂઆત થાય છે.

💁 તેજ સમયે ક્ષમિક ઋષિ પરીક્ષિતને મળવા આવે છે અને તેમને બધી વાત કરે છે કે, “મારા પુત્રએ અજાણતા તમને શ્રાપ આપ્યો છે.” તમારું 7 દિવસમાં મૃત્યુ થશે, પણ આમાં તારો કોઈ દોષ નથી રાજા, આ બધો દોષ સમય અને કળિયુગનો છે, જે તમારા મુગટમાં વસ્યો છે. હવે તારી પાસે બીજો કોઈ ઉપાય નથી રાજન..Image Source : 

🤴 આ બનાવ પછી પરીક્ષિત રાજા તેમના ગુરુ પાસે જાય છે અને તેમને બધી વાત કરે છે. પછી એક હૃદયદ્રવી સવાલ પૂછે છે કે, “હે ગુરુદેવ, જે મનુષ્ય પાસે ખાલી 7 દિવસનું જીવન બાકી રહી ગયું હોય તે એવું તો શું કર્મ કરે કે તેનો પરલોક સુધરી જાય ? અને પૃથ્વી પર મરી ગયા પછી કળીયુગનો સામનો કેવી રીતે કરી શકાય અને તેનાથી બચવા મનુષ્યે શું કરવું જોઈએ ?

🤴 હવે સાંભળજો તેમના ગુરુનો જવાબ, જે આજે કલિયુગ સામે લડવા માટે ખુબ જ ઉપયોગી છે પણ આજનો માનવી આ બધું ભૂલી ગયો છે.

💁 હે રાજાન, આ બધા સવાલનો સરળ જવાબ છે અને એ છે, ભક્તિ. જી હા,  ભક્તિનો માર્ગ જે  ફળ, તપસ્યા, યોગ અને સમાધિથી પણ નથી મળતું તે ફળ કળીયુગમાં શ્રી હરીનું કીર્તનગાન  કરવાથી અને ભગવાનની લીલા સાંભળવા માત્રથી જલ્દી મળશે. આ વસ્તુના શ્રવણથી ઉત્પન્ન થતા ભક્તિ રસ જ મોક્ષ છે. માટે હે વત્સ, તું ભગવાનની લીલા એટલે કે શ્રી મદ્દ ભગવદ્દ કથાનું ભજન કર, ભગવાન વેદવ્યાસના પુત્ર શુકદેવજી તને શ્રી મદ્દ ભાગવત કથા સંભળાવશે.

💁 પછી પરીક્ષિત રાજા શુકદેવજી પાસે જાય છે અને તેમને કથા સંભળાવવાનું કહે છે, હે પ્રભુ, હું મૃત્યુના દ્વારે ઉભો છું મને કથા સંભળાવો. ત્યારે શુકદેવજી બહુ સરસ જવાબ આપે છે, જે દરેકના જીવનમાં ઉતારવો કે “હે વત્સ, વાસ્તવમાં બધા જ લોકો મૃત્યુના દ્વારે જ ઉભા હોય છે, પણ મૃત્યના સમયે મનુષ્ય ગભરાય નહિ અને મૃત્યુના આક્રમણ પહેલા જ વૈરાગ્ય રૂપી તલવારથી તે શરીરની બધી મોહ માયા ને કાપી નાખે અને ઓમ રૂપી મંત્રનો મનમાં જપ કરે અને બુદ્ધિની સહાયતાથી ઇન્દ્રિયોને શાંત કરી દે, મનથી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરી પ્રભુમાં પૂર્ણલીન થાય અને કળીયુગમાં આ એક જ એવું શસ્ત્ર છે જેનાથી કળિયુગને મારી શકાય અને તે છે ” ભક્તિ. “Image Source : 

👑 જય શ્રી કૃષ્ણ 👑

(તમને ખબર છે પરીક્ષિત રાજાનું નામ કેમ પરીક્ષિત જ કેમ રાખવામાં આવ્યું ? અને તેઓ  માતાના ગર્ભમાં હતા ત્યારે શ્રી કૃષ્ણએ કેમ તેમની રક્ષા કરી હતી ? શુકદેવજી એ રાજા પરીક્ષિત ને છઠ્ઠા દિવસે એક વાર્તા સંભાળવી હતી . તે વાર્તા સાંભળી રાજા પરીક્ષિત મૃત્યુ ના ડર થી મુક્ત થયા હતા. તે વાર્તા જાણવા માંગો છો ? તો કોમેન્ટ કરજો, PART 4 અને 5 લોકો જોડે આ લેખ શેર કરજો , વધારે કોમેન્ટ અને શેર મળશે એટલે અમે જરૂર જણાવીશું.)

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

2 thoughts on “રાજા પરીક્ષિત અને કળિયુગ વચ્ચે યુદ્ધ .. પરીક્ષિત રાજા ને શ્રાપ .. જે આજે દરેક પૃથ્વી વાસી ભોગવી રહ્યો છે.. ભાગ -3”

Leave a Comment