આજે જ અપનાવો આ માટીથી બનેલું ફ્રીઝ બીલ પણ નહી આવે અને ઇલેક્ટ્રિક ફ્રીઝ કરતા સસ્તું પણ આવશે…. જાણો આ ફ્રીઝ વિશે…..

આજે જ અપનાવો આ માટીથી બનેલું ફ્રીઝ બીલ પણ નહી આવે અને ઇલેક્ટ્રિક ફ્રીઝ કરતા સસ્તું પણ આવશે…. જાણો આ ફ્રીઝ વિશે.

દુનિયામાં માનવ દ્વારા બનાવેલી વસ્તુનો આવિષ્કાર કોઈને કોઈ આઇડીયામાંથી થયો છે.તેવા જ પ્રકારનો એક આઈડીયો લગાવીને એક વ્યક્તિએ માટીમાંથી બનાવી એક એવી વસ્તુ બનાવી છે, જેણે આખી દુનિયાને દંગ રાખી દીધા છે. તો ચાલો એ જાણીને કે આખરે તે વસ્તુ શું છે. તેની જરૂર શું હોય છે. મિત્રો આ માહિતી ખુબ જ રોચક છે અને તમારા સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલી છે. જેના કારણે આ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. એટલા માટે આ લેખને અંત સુધી વાંચો.

મિત્રો મીટ્ટીકુલ નામની એક કંપની માટીમાંથી કુકર, ફ્રીઝ અને ફિલ્ટર બનાવે છે. આ સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહિ આવે પરંતુ આ વાત એકદમ સત્ય છે. માટીમાંથી ફ્રીઝ અને ફિલ્ટર પણ બની શકે અને તે સારી રીતે કાર્ય પણ કરે છે.

મિત્રો આ ફ્રીઝની ખાસિયત ખુબ જ વધારે છે. આ ફ્રીઝમાં વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ફ્રીઝમાં ઠંડક ઉત્પન્ન કરવામાં આવે છે. સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે કે આ માટીના ફ્રીઝને ચલાવવા માટે ઈલેક્ટ્રીસીટીની જરૂરીયાત રહેતી નથી. તેથી તેના બીલની કોઈ પરેશાની નથી રહેતી.

આ ફ્રીઝને બનાવનાર મનસુખભાઈએ ત્રણ વર્ષ સુધી અલગ અલગ માટીનો ઉપયોગ કરીને પ્રયોગો કર્યા હતા અને ત્યાર બાદ આ ફ્રીઝને તૈયાર કરવામાં આવ્યું હતું. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે મનસુખ ભાઈ માટીમાંથી બનતી પ્રોડક્ટ વહેંચીને દર વર્ષે 45 લાખ રૂપિયા કમાઈ કરે છે. આ ઉપરાંત તેમની કંપનીમાં 35 કાર્મચારીઓ પણ કામ કરે છે. તમને જણાવી દઈએ કે મીટ્ટીકુલની પ્રોડક્ટની માંગ ભારતની સાથે સાથે અન્ય દેશોમાં પણ વધવા લાગી છે.

જો મિત્રો માટીના બનેલા ફ્રીઝની ગુણવત્તાની વાત કરીએ તો તમે કદાચ આજે જ વીજળી પર ચાલતું ફ્રીઝ છોડીને આ ફ્રીઝ લેવાનો વિચાર કરશો. આ ફ્રીઝ ટેરાકોટા માટીમાંથી બનાવવામાં આવે છે અને તે પાણી, દૂધ, ફળો અને શાકભાજીને સંગ્રહ કરવા માટેનો એક આદર્શ વિલ્ક્પ છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ એક એવોર્ડ વિજેતા ઉત્પાદક છે.

આ ફ્રીઝ વીજળી વગર માત્ર પાણીની મદદથી ચાલે છે. તેથી આપણે વર્ષે વીજળીની બીલમાં હજારો રૂપિયાની રાહત મેળવી શકીએ છીએ.આ ફ્રીઝની ડીઝાઈન પણ આધુનિક અને આકર્ષક છે. આ ઉપરાંત આ ફ્રીઝમાં એક અઠવાડિયા સુધી તમે શાકભાજીને સ્ટોર કરી શકો છો અને સ્વાસ્થ્યની દ્રષ્ટીએ આ ફ્રીઝ સૌથી ઉત્તમ વિલ્ક્પ છે.

આ ફ્રીઝમાં આપણે રાખેલા ખાદ્ય પદાર્થના પોષકતત્વો બિલકુલ જળવાઈ રહે છે. જે વીજળીથી ચાલતા ફ્રીઝમાં નથી જળવાતા. તમે પણ અનુભવ્યું હશે અથવા સાંભળ્યું હશે કે વીજળીથી ચાલતા ફ્રીઝમાં રાખેલી વસ્તુની ગુણવત્તા ઘટી જાય છે. તેના અમુક પોષકતત્વો નષ્ટ પામે છે. જ્યારે આ માટીના ફ્રીઝમાં તે સમસ્યા રહેતી નથી અને મૂળ પોષકતત્વ જળવાઈ રહે છે અને ફ્રીઝ કુદરતી રીતે આપણા શાકભાજી, ફળ અને દૂધને ફ્રેશ રાખે છે.

આ ઉપરાંત આ ફ્રીઝ વાપરવામાં પણ સરળ હોય છે. તમારે મીટ્ટીકુલ કંપની દ્વારા ઉત્પાદિત આ માટીના ફ્રીઝને ખરીદવું હોય તો તમે તેને એમેઝોન પરથી પણ ખરીદી શકો છો. એમેઝોન પર માટીનું ફ્રીઝ ઉપરાંત મીટ્ટીકુલની અન્ય માટીની પ્રોડક્ટ પણ મળી જશે.

તો મિત્રો આજના સમયમાં આરોગ્ય ટકાવી રાખવા માટે અને આરોગ્યની દ્રષ્ટીએ મીટ્ટીકુલની પ્રોડક્ટ માટીનું ફ્રીઝ ખુબ જ સારો ઓપ્શન છે. તમને આ ફ્રીઝ કેવું લાગ્યું તે કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો તેમજ શું તમને પણ આ ફ્રીઝ લેવાનો વિચાર આવ્યો તો તમે તમારા વિચારો પણ કોમેન્ટમાં શેયર કરવાનું ભૂલતા નહિ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

1 thought on “આજે જ અપનાવો આ માટીથી બનેલું ફ્રીઝ બીલ પણ નહી આવે અને ઇલેક્ટ્રિક ફ્રીઝ કરતા સસ્તું પણ આવશે…. જાણો આ ફ્રીઝ વિશે…..”

Leave a Comment