50 પૈસાથી લઈને 1600 કરોડ સુધી પહોંચવાનો લિજ્જત પાપડનો અનોખો ઈતિહાસ….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

50 પૈસાથી લઈને 1600 કરોડ સુધી પહોંચવાનો  લિજ્જત પાપડનો અનોખો ઈતિહાસ….

મિત્રો આજે અમે ખુબ જ મહત્વના એક એવા વેપાર વિશે વાત કરવા જઇ રહ્યા છીએ જેની શરૂઆત માત્ર 80 રૂપિયાથી માત્ર 7 મહિલાઓ દ્વારા એક છત પર થઇ હતી અને આજે તે 7 મહિલાઓ કામ કરતી હતી તેમાંથી 45000 મહિલાઓ કામ કરે છે અને જે બીઝનેસમાં એક સમયે 50 પૈસાનો નફો થતો તે આજે 1600 કરોડને આંબી ગયો છે. તો ચાલો જાણીએ તેનો રોચક ઈતિહાસ. એવા ક્યાં ખાસ કારણો છે તેની સફળતા પાછળ તે જાણવા માટે આ લેખને પૂરો વાંચો.

વર્ષ 1959 માં 15 માર્ચના રોજ સાત મહિલાઓએ એકઠા થઈને આ ક્રાંતિકારી ધંધાની શરૂઆત કરવાનું વિચાર્યું હતું.  પહેલા દિવસે તેમણે 80 રૂપિયામાં કાચો માલ લઈને પાપડ બનાવ્યા અને તેમાંથી તેમને 50 પૈસાનો નફો થયો ત્યાર બાદ બીજા દિવસે 1 કિલોની જગ્યાએ 2 કિલો પાપડ બનાવ્યા અને 1 રૂપિયાનો નફો થયો. જો કે તે સમયમાં આટલો નફો પણ ખુબ વધુ ગણાતો અને આ જ રીતે તેમાં એક પછી એક મહિલાઓ જોડતી ગઈ અને તેમની ટીમ વધતી ગઈ અને નફો મેળવતી ગઈ.

મિત્રો હવે જે મહિલાઓ અભણ હતી જે માત્ર ઘરના કામ જ સંભાળતી હતી તે આ પાપડના બીઝનેસમાં જોડાઈને રોજગારી મેળવતી થઇ ગઈ. જે એક મહિલા સશક્તિકારણનું સૌથી મોટું અને મહાન ઉદાહરણ છે. કોઈએ આવા ક્રાંતિકારી બીઝનેસ વિશે ક્યારેય નહિ વિચાર્યું હોય.

હવે તેમનો બીઝનેસ એક સહકારી ધંધો હતો કે જેમાં દરેક મહિલા જેમાં જોડાઈ તે ધંધાની માલિક જ ગણાતી. જો નફો થાય તો બધાને થાય અને જો નુકસાન થાય તો પણ દરેકને થાય. ત્યાર બાદ તેમણે પોતાના આ પાપડને એક બ્રાંડ બનાવી જેનું નામ આપ્યું લિજ્જત. જેનો ગુજરાતી અર્થ છે સ્વાદ. ત્યાર બાદ તેણે પોતાનું માર્કેટિંગ અને સેલ્સ વધાર્યું જેને ખુબ સફળતા અપાવી.

મિત્રો અહીં કામ કરતી મહિલાઓ પાસે કોઈ એજ્યુકેશન, મેનેજમેન્ટ કે ટેકનીકલ સ્કીલ ન હતી. પરંતુ તેમની એક કુકિંગ સ્કીલનો આ બિઝનેસમાં લાભ લેવામાં આવ્યો અને મહિલાઓ ઘરે બેઠા પાંચથી છ કલાક પાપડ વણીને 10 થી 15 હજાર કમાતી થઇ ગઈ. લિજ્જતે તે મહિલાઓને સમાજમાં ઈજ્જત અપાવી. એટલું જ નહિ પાપડ વણતી મહિલાઓ એટલી સક્ષમ બની ગઈ કે તેમના  બાળકો ખુબ સારું એજ્યુકેશન મેળવતા થયા કોઈક મહિલાઓના બાળકો તો AIMS અને IIT જેવી કોલેજ સુધી પણ પહોંચ્યા છે.

આ મહિલા સશક્તિકારણની સફળતા પાછળનું એક રાજ છે તેમની ગુણવત્તા. આજે 17 રાજ્યોમાં તેમની 82 જેટલી બ્રાંચ છે. તેઓ 4.8 મિલિયન પાપડ બનાવે છે પરંતુ દરેક પાપડનો સ્વાદ તેનું કદ, આકાર અને વજન એક જ રહે છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી જાવ તેના સ્વાદમાં કોઈ ફરક જોવા મળશે નહિ. તેનું કારણ છે કે મહિલાઓને લોટ બાંધેલો તૈયાર આપવામાં આવે છે તેમને ખાલી ઘરે પાપડ વણવાના જ રહે છે માટે તેના સ્વાદમાં કોઈ તફાવત નથી આવતો અને બીજું એ કે તેઓ દરેક એક જ સરખા પાટલી અને વેલણનો ઉપયોગ કરે છે જેના કારણે આકાર અને કદ પણ એક જ સમાન રહે છે.

બીજું કે તેઓ જે વસ્તુઓ પાપડ બનાવવા માટે ઉપયોગમાં લે છે તે બધી જ વસ્તુઓ બ્રાન્ડેડ અને સૌથી સારામાં સારી ગુણવત્તાની હોય છે. જેમ કે આજે પણ તેઓ પોતાના પાપડમાં ઉપયોગમાં લેવાતી હિંગ અફઘાનિસ્તાનથી આયાત કરે છે. પણ મિત્રો હિંગ ભલે અફઘાનિસ્તાનથી આવતી હોય પરંતુ આ પાપડનું 25 દેશોમાં નિકાસ થાય છે જે સૌથી મોટો નફો કરાવે છે.

આ ઉપરાંત તેની ગુણવતા જાળવી રાખવા માટે તેમની મુંબઈમાં એક હેડ ઓફીસ પણ રાખવામાં આવી છે. જેમાં 21 મહિલાઓની એક કમિટી છે. તે મહિલાઓ પણ એક દિવસે પાપડ જ વણતી હતી તે અમુક સમયાંતરે મીટીંગ કરે છે અને ગુણવતા અને ધંધાના વિસ્તારની ચર્ચા કરે છે તેમજ દેશમાં આ બીઝનેસ ચલાવે છે તેમજ ગુણવત્તા તપાસવા માટેના અમુક પગલાઓ નક્કી કરે છે જેમ કે પાપડ લેતી વખતે તેમની ગુણવત્તા ખાસ ચકાસવામાં આવે તેમજ અમુક સમયાંતરે પાપડ વણતી મહિલાઓના ઘરે જઈને તપાસ કરવામાં આવે કે તેઓ સ્વચ્છતા રાખીને આ કામ કરે છે કે નહિ તેલ યોગ્ય વાપરે છે કે નહિ વગેરે.

આ ધંધામાં સતત મહિલાઓને નફો જ મળતો રહ્યો તેનું કારણ છે તેનો પોસીટીવ કેશ ફલો. એટલે કે તેઓ માલ ઉધારીમાં ખરીદતા નથી અને ડીસ્ટ્રીબ્યુટરને ઉધારીમાં આપતા નથી. તેમજ જે નફો થતો તેને રોજ તે મહિલાઓને વહેંચી દેવાતો જેના કારણે બધું રોકડમાં જ થતું. તેથી કોઈ પણ નેગેટીવ કેશ ફ્લો થવાનાં ચાન્સ જ નથી રહેતા. જેથી આ ધંધામાં મહિલાઓને હંમેશા નફો જ મળતો રહ્યો અને હજુ પણ મળે છે.

તેમની આજ  બાબતોએ તેમના બિઝનેસનો વિસ્તાર એટલો વધાર્યો કે આજે તેમાં 45000 મહિલાઓ કાર્ય કરે છે અને 1600 કરોડનું તેમનું ટર્ન ઓવર છે. અહીં દરેક મહિલાને પહેલા બોનસ રૂપે સોનાના સિક્કા જેવી વસ્તુઓ અપાતી અને આજે પણ બોનસ અપાય છે પૈસા આપીને.

તેમજ મહિલાઓની અનુકુળતા માટે તેમનાં માટે વિનામૂલ્યે બસની સુવિધા પણ કરી આપવામાં આવી છે જે તેમને લેવા મુકવાનું કામ કરે છે. આ ઉપરાંત મહિલાઓને મળતો પગાર આજે તેમના પોતાના બેંક ખાતામાં જમા થાય છે જે તેમની એક મોટી બચતનું કામ પણ કરે છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment