કળિયુગનો અંત..
આજે આ લેખમાં ખુબ જ મહત્વની જાણકારી તમને જણાવીશું જેને જાણીને આશ્વર્યમાં પડી જશો. આપણે આગળના આર્ટીકલમાં જોયું કે કળિયુગની શરૂઆત કેવી રીતે થઇ અને કેમ થઇ. પણ હવે અમે તમને જણાવશું કે કેવી રીતે થશે કળિયુગનો અંત અને કળિયુગ સમાપ્ત થઇ ગયા પછી આ ધરતી પર શું થશે.
મિત્રો કળિયુગને આપણા શાસ્ત્રમાં ખુબ જ ભયાનક માનવામાં4 આવે છે. કળિયુગને શાસ્ત્રમાં એક પ્રકારનો કારાગ્રહ માનવામાં આવે છે જ્યાં મનુષ્ય પોતાના ખરાબ કર્મોના કારણે જન્મ લે છે. આ દુઃખ વાળા સમયમાં લગભગ કોઈક જ એવો વ્યક્તિ હશે જે પૂર્ણ રીતે ચિંતા રહિત થઈને આનંદમય જીવન પસાર કરતો હોય. પરંતુ જો કલ્પના કરીએ આવનારા સમયની તો તેના કરતા અત્યારનો કળિયુગ ખુબ જ સારો છે.
આ વિષયમાં ભગવદ્દ પુરાણમાં સુખદેવજી એ વિસ્તાર પૂર્વક વર્ણન કર્યું છે. તે જ જાણકારી અમે તમારા સુધી પહોંચાડવા જઈ રહ્યા છીએ.
કળિયુગના અંતમાં માત્ર અધર્મીઓની જ બોલબાલા હશે, તે સમયે લોકો ભગવાન અને પરમાત્મામાં વિશ્વાસ જ નહિ કરતા હોય, પરમાત્મા અને મનુષ્યની વચ્ચે અવિશ્વસનીય દુરી હશે, કળિયુગના અંતમાં વ્યક્તિની ઉમર માત્ર વીસ વર્ષની જ થઇ જશે અને માત્ર સોળ વર્ષની ઉમરમાં જ વ્યક્તિના વાળ ધોળા થવા લાગશે, સમય જેમ જેમ આગળ ચાલતો જશે તેમ તેમ વ્યક્તિનું કદ પણ નાનું થતું જશે.
ખુબ જ નાના કારણોથી પણ લોકો એક બીજાની હત્યા કરવા લાગશે અને તે પણ વિના સંકોચે, જ્યારે ઘોર કળિયુગ હશે ત્યારે ક્રોધ, વાસના, અહંકાર, ઈચ્છા તથા વસ્તુથી લગાવ ચરમસીમા પર હશે, લોકો માત્ર પોતાને જ વધારે મહત્વ આપશે, માતા-પિતા, ભાઈ-બહેન, જેવા સંબંધોમાં કોઈ પ્રેમ, સ્નેહ, પરવાહ અને સેવાની ભાવના જ નહિ રહે.
શાસ્ત્રના ઉલ્લેખ અનુસાર જ્યારે કળિયુગ પોતાની ચરમસીમા પર હશે ત્યારે શોષણ, જુગાર, શરાબ, વ્યભિચાર બધું એક સામાન્ય લાગશે. આમ તો વર્તમાન સમયમાં પણ આ બધી વાતો મોટી નથી પરંતુ કળિયુગના અંતમાં પ્રત્યેક વ્યક્તિ કુકર્મમાં પૂર્ણ રીતે ભાગ લેશે. આવી બધી ગતિવિધિ એક સામાન્ય જીવનનો એક પાર્ટ બનીને રહેશે.
કળિયુગના અંતમાં લગભગ બધા લોકો રોગોથી ઘેરાયેલા અને અસ્વસ્થ હશે. કળિયુગના અંતમાં ભગવાનના શુદ્ધ ભક્તો જ ભગવાનની પૂજા વિધિમાં વિશ્વાસ કરશે. ભોજન, પાણી, અને અન્ય પ્રાકૃતિક સુવિધાની ધરતી ઉપર કમી થઇ જશે, નદીઓ સુકાઈ જશે, આકાશ પ્રદુષણથી કાળું દેખાવા લાગશે. દરિદ્રતા ભૂખ, તરસ બધી જ બાજુ ફેલાવા લાગશે .
ઘોર કળિયુગ દરમિયાન કોઈ ધાર્મિક કાર્ય ન હોવાને કારણે બધી જ બાજુ નકારાત્મકતા જ જોવા મળશે અને પ્રત્યેક વ્યક્તિ ખોટું કાર્ય કરવામાં જ આગળ હશે. બધાને માત્ર ધનની જ અભિલાષા હશે. સ્ત્રી માત્ર પંદર વર્ષની ઉમરમાં જ માં બની જશે. કળિયુગના 5000 વર્ષ પછી ગંગા નદી સુકાઈ જશે અને બધા જ દેવતાઓ પૃથ્વી ને છોડી પોત પોતાના લોકમાં નિવાસ કરવા માટે ચાલ્યા જશે. કળિયુગના અંત સમયે ધરતી પરથી થતી અન્નની ઉપજ આવતી બંધ થઇ જશે. વૃક્ષો પર ફળ આવતા બંધ થઇ જશે અને ગાય પણ દૂધ આપવાનું બંધ કરી દેશે.
નૈતિકતા લોકોના જીવનમાંથી નષ્ટ થઇ જશે ભાઈ પોતાના ભાઈને મારવા માટે પણ સંકોચ નહિ અનુભવે. ધરતી ઉપર બધી જ બાજુ હાહાકાર મચી જશે . અપરાધીની સંખ્યા એટલી બધી વધી જશે કે સારા લોકો માટે પોતાનું વ્યતીત કરવું પણ ખુબ કઠીન થઇ જશે. મનુષ્ય પાપની સીમાને ઓળંગીને પશુથી પણ હલકાં ગણવામાં આવશે અને પશુ કે માણસમાં અંતર નહિ રહે. માણસ માણસને જ ખાવાનું શરૂ કરી દેશે.
ભયંકર ગરમીની ઋતુ હશે જેના કારણે લોકો એક એક કરીને તડપી તડપીને મારવા લાગશે. જ્યારે બુરાઈ ચરમસીમા પર હશે અને જ્યારે ધરતી પાપના વજનથી ઝુકી જશે ત્યારે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર થશે.
શ્રીમદ્દ ભાગવતમ અનુસાર ભગવાન કલ્કી શમ્ભલ ગામમાં વિષ્ણુયશા નામના બ્રાહ્મણ તથા તેની પત્નીના પુત્રના રૂપમાં જન્મ લેશે. ભગવાન કલ્કી(ઘણા પુરણ માં તેને નકળંગ નામ થી પણ સંબોધવા માં આવ્યા છે ) એક ખુબ જ વિશાળ સફેદ ઘોડા પર સવાર થઈને બધા જ અધર્મીઓનો નાશ કરશે. કળિયુગના અંત સમયે લગાતાર વરસાદ થશે અને આખી પૃથ્વી ઉપર બધી જ જગ્યા પર પાણી જ પાણી હશે. આખી પૃથ્વી ઉપર માત્ર પાણી જ પાણી હોવાથી બધા જ પ્રાણીઓનો અંત થશે. અને સાથે સાથે કળિયુગ નો પણ અંત થશે.
મિત્રો પરીક્ષિત રાજા એ જયારે કલિયુગને વરદાન આપ્યા તા ત્યારે કળિયુગે પરીક્ષિત રાજા ને વચન આપ્યું હતું કે જ્યાં સુધી તમે ધરતી પર છો ત્યાં સુધી હું તમારા રાજ્ય (પૃથ્વી પર ) ખાલી આ પાંચ જગ્યા પર જ રહીશ પરંતુ … તે દિવસ પછી ૭ માં દિવસે પરીક્ષિત રાજા નું એક મહાન ઋષિ ના પુત્ર દ્વારા આપેલા શ્રાપ ના કારણે મૃત્યુ થયું. અને કળિયુગ ને જે જોઈ તું હતું એ મળી ગયું એટલે આ શ્રાપ આપણે દરેક પૃથ્વી વાસી ભોગવી રહ્યા છીએ . આખરે પરીક્ષિત રાજા એ એવું તે શું કર્યું કે એમને આ શ્રાપ મળ્યો ? જો તમે એ શ્રાપ વિશે જાણવા માંગો છો તો કોમેન્ટ કરો part – 3 અને આ લેખ ૩ લોકો જોડે શેર કરો .. વધારે કોમેન્ટ અને શેર મળતા અમે જરૂર part – 3 લખીશું .
હવે આપણે જાણીએ શું થશે કળિયુગ પછી :
કળિયુગના અંતિમ પડાવ પર ગણ્યાગાંઠ્યા લોકો જ ભગવાનના ભક્ત હશે આ લોકો બધા જ ખોટા કામથી દુર, ધર્મ પાલક તથા ભગવાનની ભક્તિમાં મગ્ન હશે. માત્ર એવા જ લોકો પ્રલયના પ્રકોપથી બચી જશે અને સતયુગમાં પ્રવેશ કરશે અને ભગવાનની લીલાનો આનંદ લેશે, અને પછી થશે સતયુગ થી એક નવી શરૂઆત.
તો મિત્રો આના દ્વારા એવો સંદેશ મળે છે કે સમય રહેતા જીવનનો અમુક અંશ ભગવાનની સાથે રહીને પસાર કરવો જોઈએ અને કળિયુગમાં ભક્તિ કરવા માટે હરિનામ ભજન સિવાય કોઈ ઉપાય નથી. તો આજે આ અસુર રૂપી કલિયુગ થી બચવા હરી નામ ભજતા રહો બોલો જય શ્રી કૃષ્ણ .
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
good
Part – 3