ભગવાન શ્રીકૃષ્ણને શા માટે હતી 16000 રાણીઓ | જાણો તેની પાછળનું સાચું સત્ય જે 99% લોકો નથી જાણતા.

ભગવાન શ્રી કૃષ્ણને શા માટે હતી 16000 રાણીઓ…… શું ખરેખર ભગવાને તેની સાથે લગ્ન કર્યા હતા…? જાણો આ લેખમાં તેનું સાચું સત્ય…..

મિત્રો આપણા ધર્મમાં ઘણી બધી લોકવાયકાઓ છે જેના વિશે લોકો જાણતા નથી હોતા અને તેના અર્થનું ઘટન ફેરવી નાખે છે. તો આજે અમે એવી જ એક લોકવાયકા વિશે તમને જણાવશું. જેની પાછળનું સત્ય ખુબ જ રોચક છે અને તે વાત પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે. મિત્રો તમે સાંભળ્યું જ હશે કે ભગવાનને 16000 રાણીઓ હતી. તો ચાલો જાણીએ શું છે રહસ્ય અને તેની પાછળનું સાચું સત્ય પણ.

ઘણા લોકોને તમે કહેતા સાંભળ્યા હશે કે ભગવાન શ્રી કૃષ્ણે 16000 લગ્ન કર્યા હતા. આપણા પુરાણોમાં અને મહાભારતમાં પણ એવું દર્શાવવામાં આવ્યું છે કે ભગવાને 16008 રાણીઓ હતી. પરંતુ વાસ્તવમાં જો વાત કરવામાં આવે તો એ સમયે આ એક પ્રકારની ક્રાંતિ હતી. ભગવાન શ્રી કૃષ્ણ એ સમયે દ્વારિકાના નાથ હતા. તે સમયે એક નરકાસુર નામનો રાજ હતો. જે સ્ત્રીઓનું અપહરણ કરીને લઇ જતો હતો. આવા પાપી રાજાનો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વધ કર્યો ત્યારે ત્યાં 16000 અપહૃત સ્ત્રીઓને નરકાસુરના ત્રાસ માંથી મુક્ત કરી હતી.

બધી સ્ત્રીઓ ખુશીથી ઘરે પોતપોતાના ઘરે ગઈ પરંતુ એ તેના ઘરના સભ્યોએ અને તેના પતિઓએ બધી જ સ્ત્રીઓને સ્વીકારવાની ના કહી દીધી. કેમ કે એ સમયની સામાજિક પરિસ્થિતિના હિસાબથી કોઈ પણ પર પુરુષ કોઈ સ્ત્રીને સ્પર્શ કરે તે અપવિત્ર અને અસામાજિક માનવામાં આવતું હતું.

મુક્ત થયેલી બધી જ સ્ત્રીઓને જ્યારે પોતાના ઘરમાં સ્થાન ન મળ્યું ત્યારે તેની પાસે બે જ રસ્તા હતા. એક તો આત્મહત્યા કરી લે નહિ તો વ્યભિચાર કરવાનો. પરંતુ ત્યાં એક જ એવી જગ્યા હતી જ્યાં તેનો સ્વીકાર થાય. ત્યાર બાદ મુક્ત થયેલી બધી જ સ્ત્રીઓ પોતાની ફરિયાદ લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે. ત્યારે આ બધી સ્ત્રીઓને ન્યાય અને સામાજિક પ્રતિષ્ઠા મળે તેવું ખુબ જ મુશ્કેલ કામ ભગવાન શ્રી કૃષ્ણએ કરવું પડ્યું હતું.

પરંતુ જો આ બધી જ સ્ત્રીઓને પોતાના હાલ પર છોડી દેવામાં આવે તો સમાજમાં આત્મહત્યા અને વેશ્યાવૃત્તિનું પ્રમાણ વધવા લાગે અને મુક્ત થયેલી સ્ત્રીઓને પોતાનું જ જીવન બોજ લાગવા લાગે. પરંતુ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બુદ્ધિ ચાતુર્યથી સામાજિક પરંપરાની વિરુદ્ધ જઈને બધી જ સ્ત્રીઓને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે, “તમે નિર્ભયતા પૂર્વક સમાજમાં રહી શકો છો, જો તમારા પર કોઈ પ્રશ્ન ઉઠાવે તો તમારે માત્ર એટલો જ ઉત્તર આપવાનો છે કે તમે ભગવાન શ્રી કૃષ્ણની પત્ની છો. કેમ કે એક રાજાની પત્ની હોવાને કારણે તમારા પર ક્યારેય કોઈ પ્રશ્ન નહિ ઉઠાવે.

એક સામાજિક ક્રાંતિકારી નિર્ણય એ સમયમાં લેવાયો હતો જેની મિસાલ આજે પણ છે. એક રાજાએ કોઈ પણ રીતે સમાજમાં આવતા કલંક અને અધઃપતનને અટકાવવું જોઈએ. આજના સમાજવાદી લોકોએ આ બાબતને સમજવી જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણનું મહત્વ પણ જાણવું જોઈએ. કેમ કે અત્યારે સમાજવાદના નામ સમાજિક ભેદોને દુર કરવા જોઈ અને એક રાજનું અને નેતાનું આ કર્તવ્ય હોય છે.

વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો નરકાસુરનું સ્થાન આજના સમયમાં આસામ પ્રદેશની પાસે આવે છે. ગુજરાતથી લઈને આસામ સુધી કોઈ પણ એવો રાજા એ સમયમાં ન હતો કે જે નરકાસુર જેવા પાપી રાજાની સામે લડવાની હિંમત કરે. કેમ કે નરકાસુરને રોકવાની કે તેની ચેષ્ઠા કરવાનું કોઈ વિચારી પણ શકતા ન હતા. તો એ સમયે એક વ્યક્તિ નરકાસુરને પહોંચી વળે એવું હતું, ભગવાન શ્રી કૃષ્ણ. અને ભગવાન શ્રી કૃષ્ણએ આ ક્રાંતિકારી કામ કર્યું.

કેમ કે જો ધાર્મિક ઈચ્છાપૂર્તિથી 16000 સ્ત્રીઓ સાથે વિવાહ કરવામાં આવ્યા હોત તો ભગવાન શ્રી કૃષ્ણના લગભગ 30 વર્ષ એમાં જ નીકળી જાય. કેમ કે મહાભારત અને ભાગવત પુરાણનો અભ્યાસ બાદ જાણવા મળ્યું કે ભગવાને ક્યારેય પણ આવા મોજશોખ અને લગ્નના સંબંધમાં સમય વ્યતીત નથી કર્યો. કેમ જે આ 16000 પત્નીઓ માંથી ભગવાન શ્રી કૃષ્ણને કોઈ પણ સંતાન હતું તેવો આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.

કેમ કે આ વિવાહ એક ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એટલા માટે કરવમાં આવ્યો હતો કે તર છોડેલી સ્ત્રીઓને તે સમાજ માં સમ્માન આપી શકે. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા લેવાયેલું આ સામાજિક પગલા સમયે કોઈ પણ બોલી શકતું ન હતું.  એટલા માટે ભગવાને તે સમયમાં પોતાની પ્રતિષ્ઠાને દાવ પર લગાવીને 16000 સ્ત્રીઓને એક સમાજિક સ્થાન આપ્યું હતું. પરંતુ લોકો દ્વારા આજે તેનો અર્થનો અનર્થ કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના આ વિચાર પર આપણે ગર્વ કરવો જોઈએ, કેમ કે સામાજિક અને આધ્યાત્મિક વિકાસ માટે પોતાની પ્રતિષ્ઠાને પણ છોડવા માટે તૈયાર હતા. અને એટલા માટે જ તો રણછોડરાય પણ કહેવાય છે. આ ધાર્મિક લેખને આગળ શેર અવશ્ય કરજો.

તો મિત્રો આ બાબતમાં તમારો શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જણાવો…. જય શ્રી કૃષ્ણ….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

1 thought on “ભગવાન શ્રીકૃષ્ણને શા માટે હતી 16000 રાણીઓ | જાણો તેની પાછળનું સાચું સત્ય જે 99% લોકો નથી જાણતા.”

  1. શ્રી કૃષ્ણ એ ક્રાંતિકારી અને સ્ત્રી ઉદ્ધારક હતાં. પરંતુ અપરિપક્વ લોકો માટે 16000 સ્ત્રીઓનું સન્માન…તેની સમજણ બહારની વાત છે.

    વિક્રમ મહેતા

    Reply

Leave a Comment