સાયકલ ચલાવતા બાળકે કર્યું કંઈક આવું… ત્યાર બાદ બાળકે જે કર્યું સામાન્ય વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે. …..

સાયકલ ચલાવતા બાળકે કર્યું કંઈક આવું… ત્યાર બાદ બાળકે જે કર્યું સામાન્ય વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે. …..

મિત્રો આજના સમયમાં બધા જ લોકો ભલ તો કરતા જ હોય છે પરંતુ એ ભૂલને સુધારવી એ બોવ મુશ્કેલ કામ છે. તો મિત્રો આજે અમે એક એવા બાળક વિશે તમને જાણવા જઈ રહ્યા છીએ જેણે એવું કામ કરી બતાવ્યું છે. જે આજે મોટા મોટા લોકો પણ નથી કરી શકતા. તે બાળકની મહાનતા અને તેની અંદર છુપાયેલું હૃદય ખુબ જ કોમલ ભાવનાથી જે કામ કર્યું છે તે આપણને અચંબિત કરી નાખે તેવું છે. તો ચાલો જાણીએ એવું તો આ બાળકે શું કર્યું કે અચરજ થાય.

આજે આ લેખમાંથી એક એવો સંદેશો મળશે જે ખુબ જ મોટા લોકો પણ નથી કરી શકતા. કેમ કે આજકાલ લોકો પોતાની ભૂલોનો દોષ પણ બીજા પર ઢોળી દેતા હોય છે. પરંતુ આ એક નાનું એવું બાળક એવો સંદેશ આપી ગયો છે. જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને આ ભૂલ નાની જ હતી પરંતુ તેની અહેમિયત ખુબ જ મોટી હતી. તો ચાલો જાણીએ તે બાળકના કર્મ વિશે….

મિત્રો મિજોરમમાં એક નાનો એવો બાળક પોતાની સાયકલ લઈને રસ્તા પર જઈ રહ્યો હતો. એ બાળક પોતાની મસ્ત મસ્તીમાં હતો. પરંતુ સાયકલ ચલાવતા ચલાવતા ભૂલથી તેની સાયકલ એક મરઘીના બચ્ચા પર ચડી ગઈ. તો મોટા ભાગના લોકો આવા સમયે ઉભા પણ નથી રહેતા હોતા. પરંતુ આ બાળકે તેવું ન કર્યું. બાળકને ખુબ જ દુઃખ થયું. અંદરથી જ બાળકને પોતાના પર ગુસ્સો આવ્યો અને ગિલ્ટી ફિલ થયું.

પરંતુ બાળક છતાં પણ ત્યાંથી ગયો નહિ. તેણે ત્યાં રસ્તા વચ્ચે સાયકલને પાર્ક કરી અને મરઘીના બચ્ચાને હાથમાં લીધું. તેણે જોયું તેના શ્વાસ ચાલુ હતા. ત્યારે બાળકને એક વિચાર આવ્યો. તે ફટાફટ પોતાના ઘરે ગયો અને પોતાની પાસે રહેલા પૈસા લીધા. મિત્રો આ બાળક ખુબ જ ગરીબ પરિવારનો છે. પરંતુ તેને  એક દસ રૂપિયા જમા કર્યા હતા. તે દસ રૂપિયાની નોટ હાથમાં લીધી અને નીકળી ગયો ઘરની બહાર. એક હાથમાં મરઘીના બચ્ચું  હતું અને બીજા હાથમાં દસ રૂપિયાની નોટ હતી.

ઘરની બહાર નીકળીને સીધો જ તે બાજુમાં નજીક જ એક હોસ્પિટલમાં પહોંચી ગયો. કેમ કે તે મરઘીના બચ્ચાનો ઈલાજ કરાવી શકે. પરંતુ તેવું ન થઇ શક્યું. તે મરઘીનું બચ્ચું મૃત્યુ પામ્યું હતું. સમાચાર મળતા બાળક ખુબ જ દુઃખી થયો.

પરંતુ મિત્રો જ્યારે તે હોસ્પિટલમાં મરઘીના બચ્ચાને લઈને આવ્યો ત્યારે તેની આંખોમેં જે વસ્તુ દેખાતી હતી એ કદાચ શબ્દોમાં તો વર્ણવી ન શકાય એવી હતી. ભૂલો ઘણા કરતા હોય છે પરંતુ તેને તેની ભૂલનો અહેસાસ હતો આંખોમાં નમી હતી. એક હાથમાં મરઘીના બચ્ચુ અને બીજા હાથમાં 10 રૂપિયાની નોટ હતી અને આંખમાં આંસુ હતા અને તેની ભૂલ કર્યા નો અહેસાસ પણ દેખાતો હતો.

તો મિત્રો આ નાનું એવું બાળક આપણને એટલી બધી મોટી વાત કહી જાય છે કે જેનું આજે કોઈ પણ વ્યક્તિ ધ્યાન નથી રાખતું હોતું. આપણે વાહન ચલાવતા હોઈએ છીએ પણ ભૂલથી ક્યારેય કોઈની સાથે ટકરાય જાય તો ત્યાં ઉભા રહેવા અથવા હોસ્પિટલ લઇ જવાને બદલે ત્યાંથી આપણે ભાગી જતા હોઈએ છીએ. પરંતુ આ બાળક આપણે બધા જ લોકોને બોધ આપી જાય છે.

એક બાળકમેં કહેવાય છે ને કે ભગવાન રહેલા હોય છે તો અ બાળક પણ એજ ભગવાનનું રૂપ છે. જેની આંખમાં કરુણા, અપરાધબોધ, પ્રેમ અને પોતે કરેલી ભૂલનો અહેસાસ જોવા મળે છે. તો મિત્રો આ બાળકે જે કર્યું એ યોગ્ય કર્યું કે નહિ કોમેન્ટ કરીને ખાસ જણાવો.. જે તમારામાં પણ સહાનુભુતિ અને કરુણા રહેલી હોય તો કહેજો આ લેખ કેવો લાગ્યો?

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

Leave a Comment