એકવાર અંગરાજ કર્ણે કર્યું એવું કામ કે ઇન્દ્ર દેવ અને સૂર્ય દેવ બંને વિચારતા રહી ગયા…જાણો કર્ણ ના જીવનની આ અદભૂત ઘટના

મહાભારતના યુદ્ધમાં એક એવું પાત્ર હતું કે, જે ખુબ મહત્વ ધરાવતું હતું. આ પાત્ર હતું અંગરાજ કર્ણનું. કુંતીનો પુત્ર હોવા છતાં કર્ણ પાંડવ નથી કહેવાયા, હંમેશા અંગરાજ કર્ણને સુત પુત્રનું જ સંબોધન મળ્યું છે. અંગરાજ કર્ણને લાંબા સમય સુધી ખબર નથી પડતી કે તે પોતે કુંતીનો પુત્ર છે. અને જયારે ખબર પડે છે ત્યારે તે બહુ મોડું થઇ ચુક્યું હોય છે.

મહાભારતના યુદ્ધ દરમિયાન અંગરાજ કર્ણ પોતાના મિત્ર દુર્યોધન તરફથી યુદ્ધ કરે છે. અને પોતાના જ ભાઈઓ પાંડવો વિરુદ્ધ યુદ્ધ કરે છે. જયારે વાત તે હદ સુધી પહોચી જાય છે કે, જયારે કર્ણ અને અર્જુનનું યુદ્ધ થવાનું હોય છે. ત્યારે અંગરાજ કર્ણ પાસે જે કવચ અને કુંડળ હોય છે તે હોવાથી અર્જુન અંગરાજ કર્ણને ક્યારેય હરાવી શકે એવી સ્થિતિમાં ના હતા.

તેથી અર્જુન ત્યારે જ અંગરાજ કર્ણને હરાવી શકે જયારે કર્ણ પાસે રહેલા આ કવચ અને કુંડળ જો ઉતારી લેવામાં આવે. પણ અંગરાજ કર્ણ પાસે રહેલા કવચ અને કુંડળ કોઈ સામાન્ય ના હતા. અંગરાજ કર્ણ પાસે રહેલા કવચ અને કુંડળ તેના જન્મથી જ તેની સાથે હતા, કેમ કે જયારે કુંતીએ લગ્ન પહેલા જ પુત્ર પ્રાપ્તિના મંત્ર થી ભગવાન સૂર્યનું આહ્વાહન કર્યું.

ત્યારે ભગવાન સૂર્યએ પ્રસન્ન થઈને કુંતીને કર્ણ સ્વરૂપે એક પુત્ર આપ્યો. આ પુત્ર ખુબ જ તેજાયમાન હતો. વધુમાં ભગવાન સૂર્યે તેને જન્મથી જ કવચ અને કુંડળ આપેલા, આ દિવ્ય કવચ અને કુંડળ જ્યાં સુધી અંગરાજ કર્ણ પાસે હોય ત્યાં સુધી કોઈ પણ કર્ણને હરાવી શકવા સમર્થ ના હતું. પણ કુંતી ત્યારે કુંવારા હોવાથી તે પુત્રનો સ્વીકાર કરી શકે તેમ ના હતા. તેથી તેમણે કર્ણને એક ટોપલીમાં રાખીને નદીમાં તરતો મૂકી દીધો હતો.

હવે, મહાભારતના યુદ્ધ વખતે જયારે અર્જુન અને કર્ણનું યુદ્ધ થવાનું હતું, તેથી આ યુદ્ધ અર્જુન જ જીતી શકે તે માટે અર્જુનના દૈવીય પિતા ઇન્દ્રદેવે અંગરાજ કર્ણ પાસેથી આ દિવ્ય કવચ અને કુંડળ દુર કરવા માટેનો એક ઉપાય વિચાર્યો.

તેમને ખબર હતી કે, કર્ણ એક મોટો દાનવીર છે, તે ક્યારેય પોતાના યાચકને ખાલી હાથે પરત નથી મોકલતો. તેથી તેમણે અંગરાજ કર્ણ પાસેથી બ્રામ્હણ વેશ ધરીને આ દિવ્ય કવચ અને કુંડળ માગી લેવાનું નક્કી કર્યું. આ વાતની જાણ સુર્યદેવને પણ થઈ ગઈ. સૂર્યદેવનો પણ પુત્ર પ્રેમ જાગ્યો, અને તેને પોતાના પુત્ર અંગરાજ કર્ણને દેવરાજ ઇન્દ્રની આ વાત જણાવવા માટે કર્ણ પાસે ગયા.

કર્ણ જયારે રાતના સમયે યુદ્ધનો વિચાર કરતો બેઠો હતો. ત્યારે તેમની સમક્ષ સૂર્યદેવ ઉપસ્થિત થયા. સૂર્ય દેવને જોઈ અંગરાજ કર્ણએ પિતાશ્રી કહી તેમને વંદન કર્યા. જયારે સૂર્યદેવ થોડા ચિંતિત લાગ્યા ત્યારે અંગરાજ કર્ણએ પૂછ્યું પિતાશ્રી આપ ચિંતિત કેમ જાણો છો.

ત્યારે સૂર્યદેવ કહે છે કે, માતાપિતાને હંમેશા પોતાના સંતાનોની ચિંતા હોય જ છે. તેથી હું પોતે પણ તારી ચિંતા કરું છું અને આ ચિંતા રૂપે જ મારે અહી આવવું પડ્યું છે. હું તને એ જણાવવા માંગું છું કે, હે પુત્ર કર્ણ હવે એક એવી ઘટના થવાની છે કે, તે ઘટનાથી તારી પાસે જન્મથી રહેલા કવચ અને કુંડળ છીનવાઈ જવાના છે. ત્યારે અંગરાજ કર્ણ કહે છે કે, આ પૃથ્વી પર કોણ એવી હિંમ્મત કરી શકે છે કે, મારા કવચ અને કુંડળને હાથ પણ લગાવી શકે.

ત્યારે ભગવાન સૂર્ય કહે છે કે, અર્જુનના દૈવીય પિતા દેવરાજ ઇન્દ્રની નજરમાં તારા આ કવચ અને કુંડળ ખટકી રહ્યા છે, કેમ કે તે ઈચ્છે છે કે, મહાભારતના યુદ્ધ માં અર્જુન દ્વારા તારો વધ થઇ જાય.

ત્યારે કર્ણ કહે છે કે, હે પિતાશ્રી હું આ મારા દિવ્ય કવચ અને કુંડળ દેવરાજ ઇન્દ્રને કેમ આપી દઉ. અને સ્વયં દેવરાજ ઇન્દ્રનું પણ સાહસ એટલું નથી કે, મારા આ કવચ અને કુંડળ મારી પાસેથી છીનવી શકે.

ત્યારે સૂર્યદેવ કહે છે , તું આ કવચ અને કુંડળ તારી ઈચ્છાથી જ તેને દાન કરીશ. કારણ કે, હે પુત્ર કર્ણ તું મારો પુત્ર છે, મારો સ્વભાવ છે કે, હું સમગ્ર વિશ્વને મારા તેજ રૂપી દાન આપતો રહું છું. તેથી મારો આ દાન આપવાનો ગુણ તારામાં પણ આવેલો છે. તેથી તું પણ મહાન દાનવીર છો. અને આ વાતની ઇન્દ્ર દેવને પણ ખબર છે, તેથી તે તારી પાસે દાનમાં આ કવચ અને કુંડળ માંગી લેશે.

કર્ણ કહે છે, હે પિતાશ્રી તમે શું ઈચ્છો છો કે, હું તેમને દાન માં આ દિવ્ય કવચ એન કુંડળ ના આપું? ત્યારે સૂર્યદેવ કહે છે કે, હા હું એમ ઈચ્છું છું કે, તું એમને ના પાડી દે.

ત્યારે અંગરાજ કર્ણ કહે છે કે, પીતાશ્રી તમે આટલા મોટા દાનવીર છો, સમગ્ર સંસારને તમે તેજ આપો છો. તો હું પણ તમારો પુત્ર જ છું તમે પુત્ર પ્રેમના મોહમાં રહીને મારો આ ગુણ કેમ છીનવવા માંગો છો? ના, પિતાશ્રી આ જ એક સોનેરી અવસર છે કે, જેના દ્વારા હું પણ કહી શકું કે, હું તમારો પુત્ર છું.

અત્યાર સુધી માંગવા વાળાએ જે કઈ પણ માંગ્યું છે તે મેં, બધું જ તેમને આપ્યું છે. મેં આજ સુધી ફક્ત દાન આપ્યું જ છે. તો આજ ખાલી મારા પ્રાણની રક્ષા કરવા વાળા આ કવચ અને કુંડળ પણ હું જરૂર દાનમાં આપીશ અને જો દેવરાજ ઇન્દ્ર મારા પ્રાણ પણ માંગશે તો પણ હું તેમને ખુશી ખુશી આપી દઈશ.

સૂર્ય દેવ કહે છે કે, હે પુત્ર દાનની ભાવના મનુષ્યમાં શ્રેષ્ઠ જ નથી પણ પૂજનીય પણ છે, પણ આ તે કેવું દાન કે, જેમાં દાનીના પ્રાણ સંકટમાં આવી જાય. આતો દાન ના કહેવાય આ તો આત્મહત્યા કહેવાય.

ત્યારે કર્ણ કહે છે કે, દાન કોઈ વેપારીની જેમ તોલી- તોલીને ના કરવાનું હોય, તે દાની દાની ના કહેવાય કે જે, પોતાની મુદ્રાઓ ગણી ગણી ને દાન કરે. અને બદલામાં પુણ્ય કમાવાની ભાવના રાખે. સાચો દાનીતો તેને કહેવાય કે, જે પોતાના યાચકની આવશ્યકતાને પૂરી કરવા માટે આંખ બંધ કરીને તેની પાસે જે કઈ પણ હોય તે તેની જોળીમાં આપી દે. અને કોઈ માંગે અને તમે ના દો તો એ દાન ધર્મનું અપમાન છે.

આ વાત સાંભળીને સૂર્યદેવ ખુશ થઈને આશીર્વાદ આપીને અદ્રશ્ય થઇ જાય છે. આ પછી એક સવારે જયારે અંગરાજ કર્ણ નદીથી સ્નાન કરીને, પૂજા પાઠ કરીને પરત આવતા હોય છે, ત્યારે દેવરાજ ઇન્દ્ર અંગરાજ કર્ણ પાસે બ્રામ્હણ રૂપે આવી પહોંચે છે.

અંગરાજ કર્ણ પૂછે છે કે, હે બ્રામ્હણ દેવતા હું તમારી શું મદદ કરી શકું. બોલો તમને શું દાનમાં આપું ? ગૌ દાન..? સુવર્ણ દાન ….? અન્ન દાન…? કે પછી વસ્ત્ર દાન… ત્યારે દેવરાજ ઇન્દ્ર તેમને કહે છે કે, મારે આમાંનું કઈ પણ નથી જોતું. ત્યારે અંગરાજ કર્ણને પણ ખબર પડી જાય છે કે, આ સ્વયં દેવરાજ ઇન્દ્ર જ છે. ત્યારે તે વિચાર કરે છે…

અંગરાજ કર્ણને વિચાર કરતા જોઈ બ્રામ્હણ દેવતા કહે છે, કે તમને વિચાર કરતા જોઈ મને શંકા થાય છે કે આપ મને દાન આપી શકશો? ત્યારે અંગરાજ કર્ણ કહે છે કે, નિશ્વિંત થઈને માંગો તમે જે માંગશો તે મળશે. ત્યારે દેવરાજ ઇન્દ્ર તેમના કવચ અને કુંડળ માંગી લે છે.

ત્યારે કર્ણ કહે છે કે, હે બ્રમ્હાણ દેવ તમે આ દિવ્ય કવચ અને કુંડળ માંગીને તમે સાબિત કરી દીધું છે કે, તમે કોઈ બ્રમ્હાણ નથી, મારા આ કવચ અને કુંડળનું મહત્વ કોઈ ક્ષત્રિય જ જાણી  શકે છે. તેથી તમે તમારા અસલી રૂપ માં આવો હે દવરાજ ઇન્દ્ર.

ત્યારે દેવરાજ ઇન્દ્ર કહે છે કે, મારા આવવાની જાણ તમને તમારા પિતાશ્રીએ કરી દીધી લાગે છે. ત્યારે અંગરાજ કર્ણ કહે છે કે, તમને જો તમારા પુત્રનો પ્રેમ વેશ બદલીને ભિક્ષા માંગવા મજબુર કરી શકે છે તો, મારા પિતા તેમના પુત્ર પ્રેમ ખાતર મને સાવધાન પણ ના કરી શકે. દેવરાજ ઇન્દ્ર કહે છે કે, અંગરાજ કર્ણ તમે ઠીક કહી રહ્યા છો, પુત્રનો મોહ જ કૈક આવો હોય છે.

અંગરાજ કર્ણ શાબ્દિક પ્રહાર કરતા કહે છે કે, હે દેવરાજ પોતાના પુત્રની રક્ષા માટે બીજાના પુત્રની બળી ચડાવી દેવી એ ક્યાંનો ધર્મ છે? આ વાત નો જવાબ દેવરાજ ઇન્દ્ર નથી આપી શકતા….. અંગરાજ કર્ણ વધુ કહે છે કે, તમે નિરાશ ન થતા દેવરાજ ઇન્દ્ર હું તમને ચોક્કસ મારા દિવ્ય કવચ અને કુંડળ જરૂર આપીશ. તમે તમારા પુત્ર મોહમાં ભટકી ગયા છો, પણ હું મારા દાન ધર્મથી ભટકી નથી ગયો. હું મારા દાનધર્મ પર અટલ જ ઉભો છું. 

આમ કહી, અંગરાજ કર્ણ પોતાના શરીરથી તે દિવ્ય કવચ અને કુંડળ કાઢીને દેવરાજ ઇન્દ્રને આપી દે છે. તે કવચ અને કુંડળ પોતાના શરીરથી દુર કરવાથી અંગરાજ કર્ણનું પૂરું શરીર લોહી લુહાણ થઇ જાય છે. આ આટલું મોટું દાન જોઈ દેવરાજ ઈન્દ્રનું મન પણ ભરાઈ આવે છે.

દેવરાજ ઇન્દ્ર તે કવચ અને કુંડળ લઈને અંગરાજ કર્ણને કહે છે , કે હે  અંગરાજ કર્ણ હું તમારા થી પ્રસન્ન છું. તમે કોઈ વરદાન માંગી લો. ત્યારે અંગરાજ કર્ણ એવો જવાબ આપે છે કે , જો દાની ખુદ યાચક પાસે પોતાના હાથ ફેલાવે તો તેનું તેનાથી મોટું અપમાન શું હોઈ શકે? હું મારો હાથ ફેલાવીને દાન ધર્મ ના વિધાનનું અપમાન ન કરી શકું.

આ સંભાળીને દેવરાજ ઇન્દ્ર અતિ પ્રસન્ન થઈજાય છે અને તે અંગરાજ કર્ણને ખુશ થઈને અદભૂત શક્તિ પ્રદાન કરે છે, અને સાથે સાથે એક દિવ્ય વાસવી શક્તિ પણ પ્રદાન કરે છે. અને કહે છે કે, તું જે કોઈ પણ યોદ્ધા પર આ શક્તિનો પ્રયોગ કરીશ તો નિશ્વિત તેનું મૃત્યુ થઇ જશે. પણ હા તું આનો પ્રયોગ જીવનમાં એક વાર જ કરી શકીશ. ત્યાર બાદ આ શક્તિ અદ્રશ્ય થઇ જશે.

આમ આ હતી દાનવીર કર્ણની દિવ્ય કવચ અને કુંડળની ભવ્ય વાત. જો આ વાત ગમે તો જરૂર શેર કરજો. જેથી બીજા પણ આવા મહાન દાનવીર કર્ણની ગાથા જાની શકે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment