સચિન તેંડુલકરે પોતાનો જન્મદિવસ ન ઉજવવાનો કર્યો નિર્ણય…

મિત્રો હાલ વિશ્વ આખું ખુબ જ ગંભીર મહામારી સામે લડી રહ્યું છે, જેને લઈને હાલ ભારત પણ ખુબ ગંભીર સ્થિતિમાં આવવા લાગ્યું છે. તો આ સમયે લોકડાઉન ભારતમાં લાગુ થયું ત્યાર પછી કોઈ સામાજિક કાર્ય અથવા તો કોઈ અમય વ્યવહારિક કામ હોય તે અટકી ગયા છે. ઘણા લોકોના લગ્નની તારીખો પણ થોભાવી રાખી છે. તો એવા ઘણા મહત્વના સામાજિક કાર્યોને હાલ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. પરંતુ ક્રિકેટ જગતના કિંગ કહેવાતા સચિન તેંડુલકરનો 24 તારીખના રોજ જન્મદિવસ છે. સચિને તેના જન્મ દિવસને લઈને એક મહત્વની ઘોષણા કરી છે.

પૂર્વ ભારતીય બલ્લેબાઝ સચિન તેંડુલકર શુક્રવારના રોજ 47 વર્ષના થવા જઈ રહ્યા છે. પરંતુ હાલ મહામારીના કારણે આવા સમયને લઈને આ વખત સચિનને નિર્ણય કર્યો છે કે, તે જન્મ દિવસ નહિ ઉજવે. આ ફેસલો સચિને પોલીસ અને ડોક્ટર જેવા અન્ય ઘણા વોરીયર્સના સમ્માનમાં લીધો છે. આ જાણકારી સચિનના કરીબી સુત્રો દ્વારા જાણવા મળી છે. તેમને કહ્યું છે કે, સચિન આ વખત કોઈ પણ પ્રકારનું જશ્ન નહિ કરે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના પૂર્વ ખેલાડી સચિનનો જન્મ 24 એપ્રિલ 1973 ના રોજ મુંબઈમાં થયો હતો.

સચિનનું માનવું છે કે આ મહામારીથી લડવામાં ફ્રન્ટલાઈન વોરીયર્સ ડોક્ટર, નર્સો, ચિકિત્સા સહાયકો, પોલીસ કર્મીઓ, સૈનિકોનો આભાર વ્યક્ત કરવાનો આ સૌથી સારો અને શ્રેષ્ઠ મોકો છે. આ પહેલા પણ સચિને મહામારી સામે લડવા માટે 50 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. 

તેમણે પોતાના કરિયરમાં 200 ટેસ્ટ મેચ અને 463 વન-ડે મેચ રમી છે. તેમને ક્રિકેટ જગતમાંથી 2012 માં વન-ડે સન્યાસ લેનાર સચિનના નામે 49 સદી સહીત 18,426 રન છે. 

સચિને બીસીસીઆઈની માસ્ક ફોર્સનો પણ હિસ્સો છે. તેમણે વિડીયો દ્વારા સંદેશ આપ્યો હતો કે, “ઘરમાં માસ્ક બનાવો અને માસ્ક ફોર્સનો હિસ્સો બનો. યાદ રાખો 20 સેકેંડ સુધી હાથ ધોવો અને સામાજિક દુરી પણ બનાવી રાખો.” સાથે સાથે સચિને લોકડાઉનને લઈને દેશના 12 હજાર ડોક્ટર સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ ચેટીંગ કરી હતી. તે દરમિયાન સચિને રમત સાથે જોડાયેલા ઘાવ ના એ અન્ય સમસ્યાઓ પર તેના અનુભવને શેર કર્યા હતા. 

Leave a Comment