ઐતિહાસિક ક્ષણ: ભારતની સૌથી મોટી સફળતા ચંદ્રયાન -2 આજે રાત્રે ચંદ્ર પર ઉતરશે. જય હિન્દ

જાણવા મળતી માહિતી અનુસાર ભારતનું આ વિક્રમ લેન્ડર શનિવારે સવારે એક થી બે વાગ્યાની વચ્ચે ચંદ્ર પર ઉતરવા માટે નીચે ઉતરવાનું શરૂ કરશે અને તે પૃથ્વીના ઉપગ્રહના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં દોઢ થી અઢી વાગ્યાની વચ્ચે ઉતરશે.

ચંદ્રયાન-2 ની સફળતા ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટેનો ઐતિહાસિક દિવસ છે, ચંદ્રયાન –2 ચંદ્ર સપાટી પર ઉતરશે, ઉતરાણના 2 કલાક પછી રોવર ચંદ્રની ભૂમિ પર પોતાનું મિશન શરૂ કરશે, ઉપરાંત તે 14 દિવસ સુધી ચંદ્રની યાત્રા કરી તેનું પરીક્ષણ કરશે.

ચંદ્રયાન –2 શનિવારના દિવસની શરૂઆત સાથે જ ચંદ્ર સપાટી પર ઉતરવા માટે તૈયાર છે. શુક્રવાર-શનિવારની વચ્ચેની રાત્રે દેશ અને વિશ્વના લોકો આ સોફ્ટ લેન્ડિંગજોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો વિક્રમ લેન્ડરનું આ ઉતરાણ સફળ થશે તો રશિયા, અમેરિકા અને ચીન પછી, ભારત આવી સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિશ્વનો ચોથો દેશ બનશે. આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ પણ બનશે.

ચંદ્રયાન-2ની લેંડિંગ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ઇસરોના બેંગલુરુ કેન્દ્રમાં આ ક્ષણ જોવા માટે હાજર રહેશે. તેમની સાથે, ત્યાં 60-70 શાળાના બાળકો હશે જે દેશભરમાંથી ક્વિઝ સ્પર્ધા દ્વારા ઉતરાણનું જીવંત ટેલિકાસ્ટ જોવા માટે બોલાવામાં આવ્યા છે.

વધુમાં અમે આપને જણાવી દઈએ કે, બુધવારે ઇસરોનું બીજું ડી-ઓર્બિટલ ઓપરેશન સફળ થતાંની સાથે જ ભારતનો પહેલો ચંદ્રયાન-2 લેન્ડર વિક્રમ 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર છે. ભારતીય અવકાશ એજન્સી ઇસરોના જણાવ્યા અનુસાર વિક્રમનું બીજું ડી-ઓર્બિટલ ઓપરેશન બુધવારે સવારે 3:42 વાગ્યે ઓનબોર્ડ સિસ્ટમનો ઉપયોગ કરીને શરૂ થયું હતું અને નવ સેકન્ડમાં પૂર્ણ થયું હતું.

ચન્દ્રયાન-2ની ભ્રમણકક્ષા 101 કિ.મી. દ્વારા 35 કિ.મી. છે. ઇસરોએ કહ્યું કે, આ કામગીરી સાથે ચન્દ્રયાન-2ની સપાટી પર ઉતરવા માટે જરૂરી ભ્રમણકક્ષા મેળવી લેવામાં આવી છે. ઇસરોના જણાવ્યા મુજબ, વિક્રમ 7 સપ્ટેમ્બરના રોજ સવારે 7:30 થી 2:30 વાગ્યાની વચ્ચે ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરશે.

આમ ચંદ્રયાન-2 જલ્દી ચંદ્ર પર ઉતરશે, રોવર લેન્ડર તેમાંથી બહાર આવશે અને સંશોધન શરૂ કરશે, જેના માટે તે બનાવવામાં આવ્યું છે. ઇસરોએ કહ્યું કે ચંદ્રયાન –2 ભ્રમણકક્ષા તેની વર્તમાન 96કિ.મી. થી 125. કિ.મી.ની ભ્રમણકક્ષામાં ચંદ્રની આસપાસ ફરે છે અને ઓબિર્ટર અને લેન્ડર બંને યોગ્ય કામ કરી રહ્યા છે. સોમવારે બપોરે વિક્રમ ચંદ્રયાન –2 થી અલગ થયો હતો. ભારતના કુલ 78 કરોડના ખર્ચે પ્રોજેક્ટના ભાગરૂપે ચંદ્રયાન -૨ ને ભારતમાં કુલ રોકેટ જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોંચ વાહન-માર્ક (જીએસએલવી-એમકે) દ્વારા 22 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યો હતો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment