હાલમાં આપણે જોઈએ છીએ કે બોલીવુડમાં ઘણા નવા ચહેરાઓ સામે આવી રહ્યા છે, તેમાં હાલમાં જ એક નવું ફિલ્મ આવી રહ્યું છે, સૂર્યવંશી. તો આ સૂર્યવંશી ફિલ્મમાં એક નવો ચહેરો સામે આવ્યો છે. પરંતુ e નવા ચહેરા વિશેની ખાસ વાત એ છે કે તે એક ગુજરાતી છે અને મૂળ કાઠીયાવાડી છે. તો આજે આ લેખમાં અમે તમને તેના વિશે જણાવશું. તો ચાલો જાણીએ કોણ છે એ નવો ચહેરો.
દુબઈ-મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવવા વાળી ગુજરાતના રાજકોટ જીલ્લાના ગોંડલની હેલીન શાસ્ત્રીe રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં ATS અધિકારી તરીકેની ભૂમિકા ફિલ્મમાં નિભાવી હતી અને તેના વિસ્તારનું ગૌરવ વધાર્યું હતું. સૂર્યવંશી ફિલ્મમાં તેનું નામ માલવિકા ગુપ્તા છે. પરંતુ હેલીન શાસ્ત્રીનું નામ પહેલા હિનલ બાંભણિયા હતું. પરંતુ તેણે પોતાનું નામ બદલીને હેનીલ શાસ્ત્રી કરી નાખ્યું હતું.
તેનું પ્રાથમિક શિક્ષણ સેન્ટ મેરી સ્કુલમાં : હેનીલ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે માતા-પિતાની છત્રછાયામાં તેનું લાલન-પાલન ગોંડલમાં જ થયું હતું. તેણે પ્રાથમિક શિક્ષણ ગોંડલની સેન્ટ મેરી સ્કુલમાં મેળવ્યું હતું. પરંતુ ત્યાર બાદ તેણે પોતાની કર્મભૂમિ મુંબઈ અને દુબઈને બનાવી. બાળપણમાં જ તેને અભિનય કરવાનો શોખ હોવાના કારણે તેણે પહેલા જાહેરાતોની ફિલ્મોમાં કામ કર્યું, ત્યાર બાદ સાઉથની ફિલ્મોમાં કામ કરાવનું શરુ કર્યું. આ દરમિયાન ફિલ્મ સૂર્યવંશીની કાસ્ટિંગ શરુ થયું, ત્યારે તેણે ફિલ્મના રાઈટર અને પ્રોડ્યુસર સાથે મુલાકાત કરી. ત્યારે ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ATS અધિકારી માલવિકા ગુપ્તાનું પાત્ર મળ્યું.
ફિલ્મમાં બધા જ સાથીઓ સાથે મિત્રતા : હેલીન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં કામ કરનાર અક્ષય કુમાર સિવાય રણવીર સિંહ અને જાવેદ ઝાફ્રી સહીત અન્ય કલાકારોની સાથે પણ સારી મિત્રતા થઇ ગઈ છે. તેમની સાથે વિતાવેલા પળો આખી જિંદગી યાદ રહેશે.
તમને જણાવી દઈએ કે હેલીન શાસ્ત્રીએ એક બીજી પણ સિદ્ધિ હાંસિલ કરી છે, હેલીને એમઝોન પ્રાઈમ ધ ફોર્ગોટોન આર્મીમાં 1078 ગાયક અને કંપોઝર સાથે ભાગ લીધો હતો. તેના કારણે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં પણ નોંધવામાં આવ્યું છે. આજે હેલીન આખા સૌરાષ્ટ્ર સહીત ગુજરાતનું ગૌરવ બની છે અને તેમાં ખાસ કરીને ગોંડલનું.