ઇતિહાસની આ ત્રણ સુંદર સ્ત્રીના કારણે થયા હતા યુદ્ધ…. તેની સુંદરતાના આજે પણ લોકો દીવાના છે…

ઇતિહાસની આ ત્રણ સુંદર સ્ત્રીના કારણે થયા હતા યુદ્ધ…. તેની સુંદરતાના આજે પણ લોકો દીવાના છે…

મિત્રો આજે અમે તમને આ લેખમાં ઇતિહાસની ત્રણ સૌથી સુંદર અને આકર્ષક તેમજ ખુબસુરત સ્ત્રીઓ વિશે જણાવશું. જેના કારણે ઇતિહાસમાં ઘણા મોટા મોટા યુદ્ધો સર્જાયા હતા. મિત્રો આ સ્ત્રીઓની સુંદરતા એવી હતી કે કોઈ પણ વ્યક્તિ તેની સુંદરતા જોઇને મંત્રમુગ્ધ થઇ જાય. આજે અમે વાત કરી રહ્યા છીએ ઇતિહાસની એવી સુંદર સ્ત્રીઓની કે જેનો શારીરિક બાંધો આજના જમાનાની મોડલો કરતા પણ વધારે આકર્ષક હતો અને એટલું જ નહિ, તેમની સુંદરતા આગળ આજની હિરોઈનો પણ ટૂંકી પડે તેવી મનમોહક સુંદરતા હતી.

આપણા ઈતિહાસમાં સ્ત્રીઓ માટે ઘણા બધા યુદ્ધો થયા હતા. તો આજે અમે જે ત્રણ સ્ત્રીઓ વિશે જણાવવાના છીએ તેમણે આખા ઈતિહાસને સંદેશો પાઠવ્યો છે. એ ત્રણ સ્ત્રીઓની સુંદરતા માટે ભારતના  ઘણા વીરો શહીદ થઇ ગયા હતા. તો મિત્રો ચાલો જાણીએ કે કોણ છે એ સુંદર નારીઓ જેના કારણે ભારતના નામાંકિત યુદ્ધ થયા હતા.

સૌથી પહેલા નંબર પર આવે છે ચિત્તોડગઢની રાણી પદ્મિની. તમને જણાવી દઈએ કે રાણી પદ્મિની ઇતિહાસની સૌથી ખુબસુરત રાણી હતી અને કહેવાય છે કે આ રાણીના કારણે આખું ચિત્તોડ સમાપ્ત થઇ ગયું હતું. ભારત પર જ્યારે ખીલજી વંશનું રાજ ચાલતું હતું, ત્યારે ખીલજીની નજર રાણી પદ્મિની પર પડી અને ખીલજીએ રાણી પદ્મિનીને પામવા માટે ચિત્તોડગઢની સીમા પર આઠ દિવસ સુધી ડેરો જમાવ્યો હતો. પરંતુ તેમ છતાં પણ તે રાણી પદ્મિનીને પ્રાપ્ત ન કરી શક્યો.

રાણી પદ્મિની પર આધારિત એક પદમાવત નામની એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. જેમાં બોલીવુડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણે રાણી પદ્મીનીનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ તમને જણાવી દઈએ કે તે ફિલ્મમાં દેખાડવામાં આવી તેના કરતા પણ વધારે મનમોહક સુંદરતા હતી રાણી પદ્મિનીની પાસે હતી. રાણી પદ્મીનીને આજ પૂજવામાં આવે છે. કેમ કે તેણે સમાજની આબરુને બચાવવા પોતાનો જીવ અર્પણ કરી દીધો હતો. બીજા નંબરની સૌથી સુંદર રાણી છે રાણી જોધા બાઈ. મિત્રો જોધા બાઈનો ઈતિહાસ પણ એક ખુબસુરત રાણીના રૂપે છે. જોધા બાઈ પણ પોતાના જમાનાની ખુબ જ સુંદર રાણી હતી. જોધા બાઈને પામવા માટે બાદશાહ અકબરે આમેર પર ચઢાઈ કરી દીધી હતી. મિત્રો ઈતિહાસ કારોનું કહેવું છે કે અકબરે રાણી જોધા બાઈને એક મેળામાં જોઈ હતી અને મેળામાં જોતા જ અકબરનું દિલ રાણી જોધા બાઈ પર આવી ગયું હતું. આગળ જતા બાદશાહ અકબરે રાણી જોધા બાઈ સાથે લગ્ન કરી લીધા. તમે જોધા અકબર ફિલ્મમાં એશ્વર્યાને જોધા બાઈનું પાત્ર ભજવતા જોયી જ હશે તેના પરથી તમે કલ્પના કરી શકો કે જોધા બાઈ કેટલી સુંદર રાણી હતી.

જોધા બાઈ ખરેખર વાસ્તવમાં પોતાના રાજ્ય સાથે થયેલા વેરના કારણે લોકોના જીવ બચવવા માટે અકબર સાથે પરણી હતી. કેમ કે જો જોધા બાઈ અકબર સાથે પરણી ન હોત તો અકબર તેના આખા રાજ્યને નષ્ટ કરી નાખે. એટલા માટે સમજોતા રૂપે જોધા બાઈએ અકબર સાથે વિવશ થઇને જનતાના સુખ માટે લગ્ન કર્યા હતા.

ત્રીજા નંબર પર આવે છે રાણી ફિરોઝા. જે ખિલજીની દીકરી હતી. મિત્રો ફીરોઝાની કહાનીનો ઉલ્લેખ અમુક જ પુસ્તકોમાં મળે છે. તેથી ફિરોઝા વિશે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. જ્યારે અલાઉદ્દીન ખિલજીની શાહી સેના ગુજરાતના સોમનાથ મંદિરને ખંડિત કરીને ત્યાંનું શિવલિંગ ઉઠાવીને પોતાની સાથે દિલ્લી લઇ જતી હતી ત્યારે વચ્ચે ચાલોરના શાસક કાન્નડ દેવે શિવલિંગ પાછું મેળવવા માટે સેના પર હુમલો કર્યો અને ત્યારે અલાઉદ્દીન ખિલજીની સેના હારી ગઈ. જ્યારે ખિલજીને આ વાતની જાણ થઇ કે તેની સેના જાલોરની સામે હારી ગઈ છે. ત્યારે તેણે યુદ્ધના મુખ્ય યોદ્ધા વિરામદેવને દિલ્લી બોલાવી લીધો. કહેવાય છે કે જ્યારે દિલ્લીમાં જતા જ ફિરોઝાએ વિરામદેવને જોયો તો તે તેને પહેલી નજરમાં જ પ્રેમ કરી બેઠી હતી.

ત્યાર બાદ ખીલજીએ વિરામદેવને ફિરોઝા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ પણ મુક્યો હતો. પરંતુ ત્યારે તેને વિચારીને જવાબ આપવાનું કહ્યું. જ્યારે વિરમદેવ  જાલોર પહોંચ્યો ત્યારે તેણે તે પ્રસ્તાવ નકારી દીધો હતો. જેના કારણે ખીલજીએ જાલોર પર હુમલો કર્યો. આ યુધ્ધમાં વિરામદેવના પિતા કાન્નડ દેવ પણ મૃત્યુ પામ્યા અને અંતે વિરામદેવ પણ વીર ગતિને પામ્યા હતા. અને કહેવાય છે કે ફિરોઝાને જ્યારે વિરમદેવના મૃત્યુની ખબર પડી ત્યારે તેણે પણ યમુના નદીમાં કુદીને પોતાનો જીવ આપી દીધો હતો.

તો મિત્રો આ હતી ઇતિહાસની એવી ત્રણ રાણીઓ જે સૌથી સુંદર હતી અને તેની સુંદરતાને કારણે મોટા મોટા યુદ્ધો થયા હતા, જેનો ભોગ સામાન્ય જનતા પણ બની હતી. તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો તમારું શું કહેવું છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Googl

2 thoughts on “ઇતિહાસની આ ત્રણ સુંદર સ્ત્રીના કારણે થયા હતા યુદ્ધ…. તેની સુંદરતાના આજે પણ લોકો દીવાના છે…”

Leave a Comment