👉 આપણા ભારતમાં અનેક મંદિરો છે.જેના રહસ્યો આજે પણ કોઈ ઉકેલી નથી શક્યા. આજે તેવા જ રહસ્યમય મંદિર વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ મંદિર છે.
મહાકાલ નગરી ઉજ્જૈનમાં આવલું કાલભૈરવનું મંદિર આ મંદિરની ખાસિયત એ છે કે, ત્યાં ભગવાન કાલભૈરવ સાક્ષાત રૂપમાં મદિરા પાન કરે છે. આમ તો કાલભૈરવના દરેક મંદિરે મદિરાનું પ્રસાદ ચડવવામાં આવે છે. પરંતુ ઉજ્જૈનમાં આવેલ કાલભૈરવના મંદિરમાં જેવો શરાબનો ભરેલો ગ્લાસ કાલભૈરવની મૂર્તિના મો પર રાખવામાં તો તે ગ્લાસ જાતે જ ખાલી થઇ જાય છે.👉 શું મૂર્તિ મદિરા પણ કરી શકે ખરી ? કરે તો કઈ રીતે મૂર્તિ તો બેજાન હોય છે. તેને કોઈ ભૂખ તરસનો અહેસાસ ન હોય. માટે કઈ ખાતી પીતી ન હોય. પરંતુ ઉજ્જૈનમાં કાલભૈરવની મૂર્તિ માટે આ વાત સાવ ખોટી સાબિત થાય છે. કાલભૈરવની મૂર્તિ મદિરા પણ કરે છે.
👉 મંદિરની બહાર દુકાનો પર ફૂલ, પ્રસાદ, શ્રીફળ ની સાથે સાથે વાઈનની નાની નાની બોટલો પણ જોવા મળે છે. ત્યાં મંદિરમાં આવતા દરેક શ્રદ્ધાળુ કાલભૈરવની મૂર્તિને દેશી દારૂ અવશ્ય ચાડાવે છે. મંદિર માં ભક્તોની ભીડ જોવા મળે છે. અને દરેક ના હાથમાં એક નાની બોટલ પણ જોવા મળે છે.
મંદિરનો ઐતિહાસિક ઈતિહાસ👉 મંદિરમાં મદિરા ભોગ ચડાવવા પાછળની કથા પણ ખુબજ દિલચસ્પ છે. ત્યાના પુજારીના બતાવ્યા પ્રમાણે સ્કંદ પુરાણમાં મંદિરના ધાર્મિક મહત્વની વાત છે. તેના અનુસાર ચાર વેદોના રચેતા ભગવાન બ્રહ્માએ જયારે પાંચમાં વેદ્નીરાચન કરવાનો નિર્ણય કર્યો , ત્યારે તેમને રોકવા માટે ભગવાન શિવ તેમની પાસે ગયા. પણ બ્રહ્માજી એ તેમની વાત ન માની. આ વાત માટે ભગવાન શિવજી ક્રોધિત થઇ ગયા. અને ક્રોધિત થઈને પોતાની ત્રીજી આંખથી બાળક બટુક ભૈરવને પ્રગટ કર્યા. 👉 આ બાળક સ્વભાવે ઉગ્ર હતો. તેને ગુસ્સામાં આવીને બ્રહ્માનું પાંચમું મસ્તક કાપી નાખ્યું. માટે તેના પર બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું અને તે પાપ દુર કરવા માટે અનેક સ્થાનો પર ગયા. પરંતુ મુક્તિ ન મળી ત્યારે કાળ ભેરવે શિવજીની આરાધના કરી અને તે તપસ્યાથી તેમને પ્રસન્ન કર્યા. ત્યારે શિવજીએ તેને કહ્યું કે, ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના તટ પર આંખર સ્મશાનની પાસે તપસ્યા કરવાથી પાપમાંથી મુક્તિ મળશે. ત્યારથી ત્યાં કાલભૈરવની પુંજા થતી આવે છે. સમય જતા આ મંદિર એક મોટું મંદિર બની ગયું.👉 આજે પણ આ રહસ્ય કોઈ ઉકેલી નથી શક્યું. જે ક્યાં જાય છે આ મદિરા. ભક્તો આખો દિવસ સતત આવતા રહે છે. અને ભગવાનને દારૂનો પ્રસાદ ચડાવ્યા કરે છે. હજુ સુધી જાણી નથી શક્યું આ રહસ્ય. ઘણા બધા સંશોધનો થાય પણ કોઈ જાણી નથી શક્યું.
હજારો વર્ષ જુનું મંદિર👉 આ મંદિર લગભગ ૬ હાજર વર્ષો જુનું માનવામાં આવે છે. આ એક વામ માર્ગી તાંત્રિક મંદિર છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરથી 8 કિમી દુર ક્ષિપ્રા નદીના તટ પર કાલભૈરવનું મંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં આ મંદિર માત્ર તાંત્રિકો ક્રિયા કરતા હતા. ત્યાર બાદ આ મંદિર સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવ્યું. ઘણા વર્ષો પહેલા ત્યાં જાનવરોની બળી ચડાવવામાં આવતી હતી તવું માનવામાં આવે છે. પરંતુ હાલ તે પ્રથા બંધ કરી દેવામાં આવી છે. કાલભૈરવને મદિરા પીવડાવાનું લગભગ સદીઓ થી ચાલ્યું આવે છે.👉 સભાગૃહની ઉત્તર દિશામાં એક પાતાળ ભૈરવ નામની નાની ગુફા પણ છે. મંદિરમાં કાલભૈરવની મૂર્તિ સામે ઝૂલામાં બટુક ભૈરવની મૂર્તિ પણ બિરાજમાન છે. બહારની દીવાલો પર અન્ય દેવી દેવતાઓની મૂર્તિ પણ તમને જોવા મળશે.
👉 એવી વાત અહી સંભાળવામાં આવે છે કે, ઘણા વર્ષો પહેલાની વાત છે ઘણા વર્ષો પહેલા એક અંગ્રેજ અધિકારી આ વાતની તપાસ કરવા આવ્યો હતો કે આખરે આ શરાબ જાય છે ક્યાં? તેણે પ્રતિમાની આજુ બાજુ ઘણું ખોદકામ કરાવ્યું હતું પરંતુ ત્યાંથી કોઈ પણ વસ્તુ હાથ ના લાગી એટલે તે અંગ્રેજ પણ કાલભૈરવ પર અતુટ શ્રદ્ધા રાખીને ભક્ત બની ગયો.
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ
Image Source: Google