શરીર માટે ઉકાળેલું પાણી વધુ ફાયદાકારક કે ફિલ્ટર વાળું ? 99% લોકો નથી જાણતા અને રોજ પિયને બગાડે છે પોતાનું સ્વાસ્થ્ય… જાણો ક્યું પાણી પીવું જોઈએ…

પાણી આપણા જીવન જરૂરિયાતનો એક મુખ્ય ભાગ છે. આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાય તેના માટે આપણે સ્વચ્છ પાણી પીવાનો આગ્રહ રાખીએ છીએ. જો પાણી સ્વચ્છ હોય તો જ આપણે બીમારીઓની સંભાવના ઘટાડી શકીએ છીએ. પૂરતી માત્રામાં પાણી પીવું કે હાઇડ્રેટ રહેવા માટે સ્વાસ્થ્ય અને પોષણનો પહેલો નિયમ છે. એવું માનવામાં આવે છે કે આપણું શરીર ભોજન વગર અઠવાડિયું રહી શકે છે પરંતુ પાણી વગર થોડાક જ દિવસ જીવિત રહી શકે છે. માનવ શરીર લગભગ ૬૦ ટકા પાણીથી બનેલુ છે. એવામાં નિર્જલિત કે ડિહાઇડ્રેટેડ રહેવું તમને શારીરિક અને માનસિક બંને રીતે અસર કરી શકે છે. તેથી જ પાણીને સાફ કરવા માટે તમે ફિલ્ટરનો ઉપયોગ કરી શકો છો કે તેને ઉકાળી શકો છો.

જોકે સ્વાસ્થ્યવર્ધક રહેવા માટે સ્વચ્છ પાણી પીવું જરૂરી છે પરંતુ પર્યાવરણ, પ્રદૂષણ અને પ્રાકૃતિક સંશોધનોની કમીના કારણે સ્વચ્છ પાણી પ્રાપ્ત કરવું એક પડકાર સમાન બની ગયું છે. જે લોકો ફિલ્ટર ખરીદી શકે છે તેમના માટે બજારમાં દરેક પ્રકારના ફિલ્ટર ભરેલા પડ્યા છે અને જેઓ નથી ખરીદી શકતા તેમના માટે નળના પાણીને ઉકાળવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ પાણીની શુદ્ધતા સુનિશ્ચિત કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે? કમળો, ટાઈફોડ અને ડાયરિયા જેવા જળજન્ય રોગોથી બચવા માટે ડોક્ટર પણ ઉકાળેલું પાણી પીવાની સલાહ આપે છે.શું નળનું પાણી સ્વાસ્થ્યવર્ધક છે?:- જો તમને એવું લાગે છે કે નળમાંથી સીધું આવતું પાણી પીવા માટે સ્વસ્થ છે  તો ફરીથી વિચારી લો. સામાન્ય રીતે લોકોને લાગે છે કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી આવતું પાણી સુરક્ષિત અને બેક્ટેરિયા રહીત છે. કારણ કે તે પાણીને દૂષિત થતું બચાવવા માટે ક્લોરીન અને ક્લોરોફાઇડનો ઉપયોગ કરે છે. જોકે જે પાઇપો માંથી પસાર થઈને આને તમારા ઘર સુધી પહોંચતું પાણી સાફ નથી હોતું અને જ્યારે તેને સ્ટોર્સ અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં એકત્રિત કરવામાં આવે છે, ત્યારે આ પ્રક્રિયામાં પાણી વધુ પ્રદૂષિત બને છે. એવામાં તમે એ  સમજી શકો છો કે તમે દરરોજ કેટલું ગંદુ પાણી પી રહ્યા છો.

પાણી પીતા પહેલા કેમ ઉકાળવું જોઈએ?:- સુરક્ષિત અને શુદ્ધ પેયજળ માટે ઉકાળવું સૌથી જૂની રીત માંથી એક છે. પાણીને ઉકાળવાનો મુખ્ય ઉદ્દેશ તેમાં હાજર કિટાણુઓને મારવાનો હોય છે. જ્યારે પાણી ઉકાળવામાં આવે છે તો આ એવા નાના સૂક્ષ્મ જીવોને દૂર કરવામાં મદદ કરે છે, કે જે ઉચ્ચ તાપમાનને સહન નથી કરી શકતા.20 મિનિટ સુધી પાણીને ઉકાળવું જરૂરી છે:- જો તમને એવું લાગે કે એક-બે મિનિટ સુધી પાણીને ઉકાળવાથી તેની અશુદ્ધિઓ અને અન્ય રાસાયણિક તત્વો નીકળી જાય છે, તો તમે ખોટા છો. અદ્રશ્ય જળજન્ય વાઇરસ, બેક્ટેરિયા અને કીટાણુઓ નષ્ટ કરવા માટે પાણીને ઓછામાં ઓછું 20 મિનિટ સુધી સતત ઉકાળવું જરૂરી છે. જો તમે આનાથી ઓછું ઉકાળો છો તો પાણી પીવા માટે સુરક્ષિત નથી હોતું. જોકે ઉકાળેલું પાણી માત્ર બેક્ટેરિયા હટાવી શકે છે,જેનો અર્થ એ છે કે હાનિકારક પદાર્થો જેવા કે ક્લોરિન અને ધાતુતત્વો જેવી કે સીસું ને નળના પાણીથી નથી હટાવી શકાતું.

શું ફિલ્ટર વાળું પાણી સ્વાસ્થ્યમંદ હોય છે?:- ફિલ્ટર કરેલું પાણી ઉકળેલા પાણીની તુલના એ વધારે સુરક્ષિત માનવામાં આવે છે ફિલ્ટર દૂષિત કે નળના પાણીની અશુદ્ધિઓ, રસાયણો અને સૂક્ષ્મ જીવોને દૂર કરવામાં મદદ કરે છે અને રોગમુક્ત બનાવે છે. આરોથી લઈને યુવી વોટર પ્યુરીફાયર સુધી એવી ઘણી બધી ટેકનીકો છે જે પાણીને શુદ્ધ કરીને પીવા યોગ્ય બનાવવામાં મદદ કરે છે. આ બોટલના પાણી પરની નિર્ભરતાને પણ ઘટાડે છે.સાફ પાણી પીવું કેમ જરૂરી?:- સાફ પાણી પીવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સારું રહે છે. કારણકે આમાં બધા આવશ્યક ખનીજ અને વિટામિન હોય છે. આ ચયાપચન અને ત્વચા ના સ્વાસ્થ્યમાં સુધારો કરવાની સાથે સાથે વજન ઘટાડવાની પ્રક્રિયામાં પણ મદદ કરે છે.

અનફિલ્ટર્ડ કરેલું પાણી પીવાની કેમ ના પાડવામાં આવે છે?:- અભ્યાસ પ્રમાણે અનફિલ્ટર્ડ પાણી કે અનુપચારિત પાણી ખતરનાક સૂક્ષ્મ જીવોથી ભરેલું હોય છે જેમ કે, ગિઆર્ડિયા લેમ્બલિયા, ક્રિપ્ટોસ્પોરીડિયમ અને વિબ્રિઓ કોલેરા. એવું જાણવા મળ્યું છે કે આ સુક્ષ્મસજીવો ઝાડા, સેપ્સિસ, કોલેરા અને સંભવિત મૃત્યુ જેવી ખતરનાક આરોગ્ય સમસ્યાઓને નોતરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment