વજન ઘટાડવા ખાઈ લ્યો આ વસ્તુ, બરફની જેમ ઓગળશે શરીરની જીદ્દી ચરબી… થોડા દિવસોમાં જ દેખાશે અસર…

વજન ઘટાડવા માટે કરતા આજકાલ ઘણા લોકો ખુબ જ મહેનત કરતા હોય છે. પરંતુ વજન જે રીતે વધી જાય છે એ રીતે ઘટતું નથી. તો વજન ઘટાડવા માટે જીમ કે ડાયટ લેતા હોય છે. પરંતુ ઘણીવાર આ બધું કરવા છતાં વજન ઘટતું ન હોય, તો આજે અમે તમને વજન ઘટાડવાની જોરદાર ટીપ્સ વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

મિત્રો વજન ઘટાડવા માટે નટ્સ અને ડ્રાયફ્રુટ્સ ખુબ જ સારો નાસ્તો માનવામાં આવે છે. ડ્રાયફ્રુટ્સમાં પ્રોટિન ભરપુર માત્રામાં હોય છે સાથે સાથે ભૂખ પણ કંટ્રોલ કરે છે. જેનાથી તમારી ચરબી આપમેળે પણ ઘટવા લાગે છે. ડ્રાયફ્રુટ્સમાં ફેટ્સ અને ઘણા પ્રકારના પોષકતત્વો હોય છે, જે શરીર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તો આજે અમે તમને ડ્રાયફ્રુટ્સ ખાઈને વજન ઘટાડવા વિશે જણાવશું. તો ચાલો જાણીએ ડ્રાયફ્રુટ્સથી વજન ઘટાડવાની રીત.

1 ) બદામ : બદામની અંદર પ્રોટીન અને હેલ્દી ફેટ્સનો એક મોટો સોર્સ હોય છે. જે ભૂખ ઓછી કરે અને પેટ ભરેલું રાખે છે. તેમાં ફાયબર પણ હોય છે, જે ડાઈજેસ્ટીવ હેલ્થને લઈને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેનાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં આવી જાય છે. એક સ્ટડીમાંથી જાણવા મળ્યું કે રોજ બળમાં ખાવાથી પેટની ચરબી ઓછી કરવામાં મદદ મળે છે. બદામને રાતે પલાળીને સવારે ખાલી પેટ ખાવામાં આવે તો ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

2 ) પિસ્તા : પિસ્તાને પ્રોટીન અને હેલ્દી ફેટ્સનો સારો એવો સોર્સ માનવામાં આવે છે. બીજા ડ્રાયફ્રુટ્સની તુલનામાં પિસ્તાકેલેરી ઓછી હોય છે, જે વજન ઘટાડવા માટે ખુબ સારા માનવામાં આવે છે. ઘણા અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે પિસ્તા ખાવાથી કુલ કેલેરીની માત્રા ઓછી ઓછી કરે છે અને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

3 ) કાજુ : કાજુમાં હેલ્દી ફેટ અને પ્રોટીનની વધુ માત્રા હોય છે, જે તમારા પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે. પેટ ભરેલું હોય તો ભૂખ ઓછી લાગે અને એકંદરે વજન ઘટવામાં મદદ કરે છે. તેમાં મેગ્નેશિયમ પણ હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વપૂર્ણ છે અને શરીરમાં સોજો ઓછો કરવામાં પણ મદદ કરે છે. જો કે કાજુમાં કેલરી વધુ હોય છે એટલે સીમિત માત્રામાં કાજુ ખાવા જોઈએ. તો તેનાથી વજન ઘટવા લાગે છે.

4 ) અખરોટ : મિત્રો અખરોટ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ નો એક સારો સોર્સ હોય છે. જે બ્રેન હેલ્થ માટે ખુબ જ જરૂરી માનવામાં આવે છે. શરીરના સોજા ઓછા કરવામાં પણ અખરોટને ફાયદાકારક માનવામાં આવે છે. અખરોટમાં પ્રોટીન અને ફાયબર પણ વધુ માત્રામાં હોય છે જે ભૂખને ઓછી કરવામાં અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે. અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે નિયમિત રૂપે અખરોટ ખાવાથી કેલેરીની માત્રા ઓછી થાય છે અને કોલેસ્ટ્રોલ લેવલમાં પણ સુધારો કરે છે.

5 ) ખજુર : ખજુરમાં ફાયબરની માત્રા વધુ હોય છે અને તે પાચનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ખજુર પોટેશિયમનો પણ સારો એવો સોર્સ હોય છે જે હૃદય માટે મહત્વપૂર્ણ છે. જો કે ખજુરમાં કેલેરી વધુ માત્રામાં હોય છે, એટલા માટે ખજુર ઓછી માત્રામાં ખાવો. પરંતુ પલાળીને ખાવામાં આવે તો ખુબ જ ફાયદા થાય છે.

6 ) કિસમિસ : ખજુરની જેમ કિસમિસમાં પણ ફાયબરનો સારો એવો સોર્સ માનવામાં આવે છે અને પાચનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટી-ઓક્સીડેંટ પણ ઉચ્ચ માત્રામાં હોય છે, જે શરીરના સોજા ઓછા કરવામાં મદદ કરે છે. જો કે ખજુરની જેમ કિસમિસમાં કેલેરી વધુ માત્રામાં હોય છે, એટલે કિસમિસ પણ ઓછી માત્રામાં ખાવી જોઈએ. કિસમિસ પણ બને ત્યાં સુધી પલાળીને ખાવામાં આવે તો વધુ ફાયદા આપે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment