શું તરબૂચ ખાવાથી તમારું વજન ઓછું થાય ? 99% લોકો નથી જાણતા સાચી માહિતી…. જાણો વજન ઘટાડવા માટે તરબૂચ ખાવું જોઈએ કે નહિ…

મિત્રો ઉનાળાની ઋતુને વજન ઘટાડવા માટે બેસ્ટ માનવામાં આવે છે. આ ઋતુમાં થોડી ફિઝિકલ એક્ટિવિટી કરવાથી ખૂબ જ વધારે પરસેવો નીકળે છે, જે શરીરની એક્સ્ટ્રા ફેટ ને દૂર કરે છે. ઉનાળાની ઋતુમાં જે લોકો ફેટ લોસ અને વેટ લોસ નું પ્લાનિંગ કરી રહ્યા હોય તો ડાયટિશિયન તેમને તરબૂચ ખાવાની સલાહ આપે છે. તેમનું માનવું છે કે તરબૂચમાં ખૂબ જ ઓછી કેલેરી ઉપલબ્ધ હોય છે જેના કારણે આ વજન ઘટાડવા માટે બેસ્ટ છે. પરંતુ શું ખરેખર તરબૂચ ખાવાથી વજન ઘટે છે? આ પ્રશ્નનો જવાબ જાણવા માટે આગળ વાંચતા રહો.

ડાયટિશિય નું કહેવું છે કે વજન ઘટાડવા માટે તરબૂચ ખૂબ જ સારું ફળ છે. તરબૂચ મા 90 ટકાથી વધારે પાણી હોય છે. ઉનાળામાં આવતા બીજા અન્ય ફળો ની તુલનાએ તરબૂચમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે તેથી આ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.ડાયટિશિયનના જણાવ્યા પ્રમાણે એક કિલો તરબૂચમાં લગભગ 300 થી 350 કેલેરી ઉપલબ્ધ હોય છે. તેના સિવાય તેમાં માત્ર બે ગ્રામ ફેટ હોય છે. ઓછું ફેટ હોવાના કારણે આ વેટ લોસ માટે યોગ્ય ફળ છે. તરબૂચમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર, પોટેશિયમ, વિટામિન સી, એ અને બી ઉપલબ્ધ હોય છે જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

👉 વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે તરબૂચ:- એક્સપર્ટ નું કહેવું છે કે તરબૂચમાં પાણીનું પ્રમાણ વધારે ઉપલબ્ધ હોય છે. આ બોડીને હાઇડ્રેટ કરવાની સાથે જ પેટને ઘણા સમય સુધી ભરેલું રાખે છે, જેથી ભૂખનો અહેસાસ નથી થતો. ભૂખનો અહેસાસ ન થવાના કારણે તમે એક્સ્ટ્રા ફેટ વાળી વસ્તુઓ અને જંક ફૂડ ખાવાથી બચી જાઓ છો. સ્વાભાવિક વાત છે કે જ્યારે તમે જંક ફૂડ અને ફેટ વાળી વસ્તુઓથી દૂરી બનાવશો તો વજન ઘટાડવામાં સરળતા રહેશે. એટલું જ નહીં તરબૂચનું સેવન કરવાથી બ્લડ વેસલ્સમાં ફેટ નહીં જામે, જેથી વજનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

👉 વજન ઘટાડવા માટે કેવી રીતે ખાવું તરબૂચ:- ડાયટિશિયન જણાવે છે કે વજન ઘટાડવા માટે તરબૂચ ખાવાની યોગ્ય રીત ખબર હોવી જોઈએ. જો તમે તેને ખોટી રીતથી ખાશો તો આ વેઇટ લોસમાં મદદ નહીં કરે. વેટ લોસ દરમિયાન તરબૂચનું સેવન સવારમાં નાસ્તામાં કરવું જોઈએ. નાસ્તા સિવાય તમે રાત્રે ડિનરમાં સલાડની રીતે પણ તરબૂચનું સેવન કરી શકો છો. એક્સપર્ટ નું કહેવું છે કે જે લોકો રાત્રે સલાડ રૂપે તરબૂચનું સેવન કરે છે તેમને તેની સાથે કંઈક બીજું પણ ખાવું જોઈએ જેથી રાત્રે અચાનક ભૂખ ન લાગે.

વેટ લોસ દરમિયાન તમે તરબૂચને અનેક રીતે ખાઈ શકો છો. તમે તેને ફ્રુટ સલાડ માં સામેલ કરી શકો છો. તેના સિવાય તમે રેગ્યુલર સ્પ્રાઉટ્સ, સ્મૂથી અને શેકમાં પણ તેને સામેલ કરી શકો છો. વજન ઘટાડવા માટે કોઈપણ ડાયટને ફોલો કરતી વખતે ધ્યાન રાખવું કે તે પૂરું થતાં જ જંક ફૂડનું સેવન કરવાનું શરૂ ન કરવું. તરબૂચ વજન ઘટાડવામાં મદદ કરે છે પરંતુ તેને મેન્ટેન કરવા માટે તમારે ડાયટ અને ફિઝિકલ એક્ટિવિટી નું પણ ધ્યાન રાખવું જરૂરી છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment