ગેસ, કબજિયાત, એસિડીટી, અને પાચનની તમામ સમસ્યાઓ સહિત વજન કરી દેશે કંટ્રોલ, અજમાવો આ રામબાણ દેશી ઈલાજ…

મિત્રો તમે જાણતા જ હશો કે આપણી આસપાસ અનેક વૃક્ષો અને વનસ્પતિ જોવા મળે છે. આ કુદરતી સંપત્તિ અનેક ગુણો અને પોષક તત્વો  થી ભરપૂર હોય છે. આપણા સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ઉપયોગી પુરવાર થાય છે. તેવું જ એક ઔષધીય ગુણોથી ભરપૂર વૃક્ષ લીમડો છે. લીમડો જેટલો કડવો છે તેનાથી અનેક ઘણાં તેના ગુણ છે, જેને સ્વાસ્થ્ય માટે ઘણો હેલ્ધી માનવામાં આવે છે.

આમાં એવા અનેક ગુણો ઉપલબ્ધ હોય છે જે બેક્ટેરિયલ અને સંક્રમણની સમસ્યાને દૂર કરવામાં અસરદાર છે. સાથે જ આ શારીરિક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. તેના સિવાય પણ લીમડાનો ઉપયોગ શરીર માટે અનેક રીતે લાભદાયક છે. પરંતુ શું તમે ક્યારેય લીમડાની છાલનો ઉકાળો પીધો છે? જો ન પીધો હોય તો પીવાનું શરૂ કરી દો, કારણ કે નિયમિત રૂપે લીમડાના ઝાડની છાલનો ઉકાળો પીવાથી આ શરીરની અનેક સમસ્યાઓને દૂર કરે છે. તો આવો જાણીએ તેના ફાયદા અને ઉકાળો કેવી રીતે તૈયાર કરી શકાય તથા કેવી રીતે તેનું સેવન કરાય.લીમડાની છાલનો ઉકાળો પીવા ના ફાયદા:-

1) બેક્ટેરિયલ સમસ્યાઓને દૂર કરે:- લીમડાની છાલનો ઉકાળો પીવાથી બેક્ટેરિયલ સમસ્યાઓ દૂર થાય છે. લીમડાના પાંદડાની જેમ તેની છાલમાં પણ એન્ટી બેક્ટેરિયલ ગુણ ઉપલબ્ધ હોય છે, જે બેક્ટેરિયલ સમસ્યાઓને દૂર કરી શકે છે. નિયમિત રૂપે જો તમે આની છાલનો ઉકાળો પીવો છો તો તમને ફંગલ, સંક્રમણ અને બેક્ટેરિયલ સમસ્યાઓ નહીં થાય.

2) પાચનમાં કરે સુધારો:- લીમડાની છાલનો ઉકાળો પાચનશક્તિને મજબૂત બનાવે છે. કબજિયાત, ગેસ, એસીડીટી, અપચો વગેરે દૂર કરવામાં અસરકારક છે. જો તમે પાચનતંત્રને મજબૂત બનાવી રાખવા ઇચ્છતા હોવ તો લીમડા ના વૃક્ષની છાલનો ઉકાળો પીવો. આ અત્યંત અસરકારક હોય છે.3) ગળાની ખરાશ દૂર કરે:- લીમડાની છાલના ઉકાળામાં તજનો પાવડર કે પછી કાળા મરીનો પાવડર મેળવીને પીવાથી આ ગળાની ખરાશને દૂર કરે છે. આનાથી ગળામાં સંક્રમણની સમસ્યા નથી થતી.

4) વધતી બોડીને કરે નિયંત્રિત:- લીમડાની છાલનો ઉકાળો પીવાથી વધતી બોડીને નિયંત્રિત કરી શકાય છે. આનાથી શરીરમાં ઝડપથી કેલેરી બર્ન થાય છે, જેનાથી વજનને નિયંત્રિત કરી શકાય છે. સાથે જ બેલી ફેટને પણ ઓછું કરે છે. 5) તાવમાં રામબાણ:- તાવ આવવા પર લીમડાની છાલનો ઉકાળો પીવાથી તમને ઘણો લાભ થાય છે. આ ઉકાળાને ઠંડો કરીને પીવાથી શરીરનું તાપમાન નિયંત્રિત રહે છે. સાથે જ ફ્લૂ જેવી સમસ્યા પણ દૂર કરી શકાય છે.

6) ત્વચાની સમસ્યા કરે દૂર:- લીમડાની છાલનો ઉકાળો ત્વચા સંબંધી સમસ્યાઓ દૂર કરે છે. આ સ્કિન પર ચમક લાવવામાં અતિઉપયોગી છે. સાથે જ સ્કીન ના ડાઘ ધબ્બાને પણ દૂર કરે છે.

કેવી રીતે તૈયાર કરવો લીમડાની છાલનો ઉકાળો:- લીમડાની છાલનો ઉકાળો તૈયાર કરવા માટે એક વાસણમાં ત્રણ ગ્લાસ પાણી નાખી દો. ત્યાર બાદ તેમાં 10 ગ્રામ લીમડાની છાલ ને નાખીને પાણીને ઉકાળો. પાણી અડધું ન થઈ જાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ નીચે ઉતારી લો. આ પાણીને તમે ચા ની જેમ પીવો. આનાથી શરીરનું વજન કંટ્રોલમાં રહેશે સાથે જ આ શરીરની અનેક સમસ્યાઓ દૂર કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment