આ 3 પાન યુરિક એસિડ માટે કાળ સમાન, લોહીમાં જ સુકવી દેશે તમામ ગંદકી….1 પણ રૂપિયાની દવા વગર મટી જશે સાંધાના દુખાવા…

ગઠિયાનો રોગ એક ખુબ જ ખરાબ બીમારી છે, જેમાં સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. અને ગઠિયાનો રોગ શરીરમાં યુરિક એસિડ વધવાના કારણે થાય છે. ભોજનમાંથી પ્રાપ્ત થતું પ્રોટીન જ્યારે શરીરમાં તુટવા લાગે છે તો તેનું બાય-પ્રોડક્ટના રૂપમાં પ્યુરીનનું નિર્માણ થાય છે. તે પ્યુરીન જયારે તૂટે છે ત્યારે યુરિક એસિડ બને છે.

પરંતુ યુરિક એસિડ કિડનીમાં થઈને પેશાબના રસ્તે બહાર નીકળી જાય છે. પણ જો જરૂરિયાત કરતા વધુ પ્યુરીન શરીરમાં બનવા લાગે તો કિડની તેને બહાર કાઢવામાં સક્ષમ નથી હોતી. એ જ યુરિક એસિડ ક્રિસ્ટલના રૂપમાં સાંધાની વચ્ચે જમા થવા લાગે છે અને સોજા આવવા લાગે છે. જેને સાંધાના દુખાવા અથવા ગઠિયાનો રોગ કહી શકાય છે.

શરીરમાં યુરિક એસિડ વધુ હોવાના કારણે શરીરનું અંગે અંગ દુખાવો કરવા લાગે છે. તે માત્ર સાંધાને જ નહિ, પરંતુ ઘણા અંગોને પ્રભાવિત કરે છે. જ્યારે શરીરમાં યુરિક એસિડની માત્રા 7 mg/dL થી વધુ થઈ જાય તો ઘણા દર્દનાક સંકેત જોવા મળે છે. ત્યાર બાદ ડોક્ટર પાસે જવું જરૂરી થઈ જાય છે.

પરંતુ જો પહેલાથી જ આપણે અમુક આયુર્વેદિક ઉપાય અપનાવીએ તો યુરિક એસિડ ઘરે બેઠા કાબુ કરી શકાય છે. જેમાં એક પણ રૂપિયાનો ખર્ચ થતો નથી અને મફતમાં જ બીમારી ભાગી જાય છે. જી હા મિત્રો આજે અમે તમને અમુક એવી ઔષધીના પાન વિશે જણાવશું, જે આસાનીથી અને મફતમાં મળી જશે અને દવાઓ કરતા પણ વધુ કારગર કામ આપશે. જે યુરિક એસિડને જડમૂળથી કરી દેશે ગાયબ.

1 ) કાલમેઘના પાન : કાલમેઘના પાન એન્ટી-ઈમ્ફ્લામેટરી અને ઈમ્યુનોસ્ટિમુલેટરી ગુણ મળી આવે છે. અધ્યયનના આધાર પર વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કાલમેઘના પાનથી ગઠિયાના દુખાવામાં ખુબ જ આરામ આપનાર છે. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, કાલમેઘના પાનમાં એન્ટીહાઈપરયુરેસેમિક ગુણ હોય છે. એટલે કે યુરિક એસિડને ઓછું કરે છે. એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણના કારણે સોજો ઓછો કરે છે. આ પાન મોનસોડિયમ યુરેટ ક્રિસ્ટલને ગાળી દે છે.

2 ) જામફળના પાન : એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે જામફળના પાનમાં પોલીફેનોલ કમ્પાઉન્ડ મળી આવે છે, જે ગઠિયા અને હાઈ બીપી માટે જવાબદાર કેમિકલને બનતા રોકી દે છે. જામફળના પાન યુરિક એસિડને ઓછું કરે છે જેનાથી હાઈપરટેન્શનનું જોખમ પણ ઓછું થઈ જાય છે. અધ્યયન અનુસાર જામફળના પાનથી અર્ક કરવામાં આવ્યો અને તેને ગઠિયા પીડિત ઉંદરને આપવામાં આવ્યો. થોડા દિવસો બાદ તપાસ કરી તો ઉંદરોમાં યુરિક એસિડ અને હાઈપરટેન્શન બંનેનું સ્તર ખુબ જ ઝડપથી નીચે આવી ગયું હતું.

3 ) ગળો : આયુર્વેદ અનુસાર ગળોનો ઉપયોગ શરીરની અનેકો બીમારીઓ દુર કરવા માટે થાય છે. એક અધ્યયન અનુસાર જાણવા મળ્યું કે ગળોના પાનથી તૈયાર કરેલ જ્યુસ ગઠિયાના દુખાવામાં રામબાણ છે. તેનાથી ગઠિયાના દુખાવામાં ખુબ જ જલ્દી રાહત મળી જાય છે. ગળાના પાનને જો ચાવવામાં આવે તો તેમાંથી જ્યુસ નીકળે. સવાર સવારમાં ગળોના પાનને ચાવવાથી યુરિક એસિડ ખુબ ઝડપથી ઓછું થાય છે. ગળોમાં એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણ હોય અને પેન રિલીવર એટલે કે દુખાવામાં રાહત આપનારું હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment