સામાન્ય પાંદડાને પાણીમાં ઉકાળી પીવો, ડાયાબિટીસ, વજન અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી વધારી દેશે તમારી યૌનશક્તિ… અનેક રોગોથી મળશે કાયમી છુટકારો…

મિત્રો આપણે ત્યાં અનેક પાંદડાઓનો ઉપયોગ ઔષધી રૂપે કરવામાં આવે છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ શરીરમાં રહેલ અનેક રોગો સામે રક્ષણ મળે છે. આજે અમે તમને આ લેખમાં જામફળના પાનથી થતા કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું. 

જામફળના ફળના સ્વાદ અને સ્વાસ્થ્યના ફાયદા સામાન્ય રીતે બધા જાણે છે. પરંતુ તેના પાંદડાથી મળતા સ્વાસ્થ્ય સંબંધિત લાભ ઘણા ઓછા લોકો જાણે છે. જામફળના પાંદડામાં ભરપુર માત્રામાં ઔષધિય તત્વો રહેલા હોય છે, જે તમારું સ્વાસ્થ્ય જાળવી રાખવાનું કામ કરે છે. 

રીપોર્ટમાં જાણવા મળતી માહિતી મુજબ, જામફળના પાંદડા નેચરલ દવાના રૂપમાં કામ કરે છે, જે શરીરને નુકસાન પહોંચાડયા વગર જ તમને સ્વસ્થ બનાવે છે. તેમાં એન્ટિઓક્સિડેંટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે. તેની સાથે જ આ પાંદડાઓમાં પોલીફેનોલ, કેરોટેનોઈડ, ફ્લેવોનોઈડ અને ટેનિન રસાયણ જોવા મળે છે, જે વિભિન્ન બીમારીઓના ઇલાજમાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.એક્સપર્ટ જણાવે છે કે, જામફળના ફળની સાથે તેના બીજ, છાલ અને પાંદડા પણ સ્વસ્થ ગુણોથી ભરપૂર હોય છે. જામફળના પાંદડાનો રસ દુનિયાના વિભિન્ન ભાગોમાં પારંપારિક ચીકીત્સાનો ભાગ રહ્યો છે. ઉદાહરણ તરીકે, જાપાનમાં લોકો, ઔષધીય ગુણો વાળી હર્બલ ચા બનાવવા માટે જામફળના પાંદડાનો ઉપયોગ કરે છે. આવો જાણીએ રેસીપીથી લઈને તેનાથી થતાં જબરદસ્ત ફાયદાઓ વિશે.

1) બ્લડ શુગર કંટ્રોલ:- જયારે તમારા શરીરમાં બ્લડ શુગર વધી જાય ત્યારે તેને કંટ્રોલ કરવા માટે તમે જામફળના પાનનો ઉપયોગ કરી શકો છો. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન મુજબ, જામફળમાં એન્ટિડાયાબિટીક ગુણ હોય છે. જામફળના પાંદડામાં રહેલ ફેનોલીક યૌગિક શરીરમાં બનતા શુગરની વધારાની માત્રાને કંટ્રોલ કરવાનું કામ કરે છે.2) વજન ઘટાડવા:- જયારે તમે વજન ઓછુ કરવાનું વિચારી રહ્યા હો ત્યારે જામફળનું સેવન ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. જામફળના પાંદડામાં ઘણા બાયોએક્ટિવ કમ્પાઉન્ડ હોય છે, જે તમારા શરીરમાં કાર્બોહાઈડ્રેડના અવશોષણને અટકાવવાનું કામ કરે છે. સાથે જ તે શરીરમાં શુગર અને કેલોરીની માત્રા પણ ઘટાડે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 

3) ગંદા કોલેસ્ટ્રોલ:- શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવા માટે જામફળના પાન ખુબ જ અસરકારક માનવામાં આવે છે. જામફળના પાંદડા હાઈપરગ્લાઇસીમિયા એટલે કે, શુગરની ઉચ્ચ માત્રાને પણ ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી કોલેસ્ટ્રોલને અટકાવવામાં મદદ મળે છે. તેના સિવાય જામફળના પાંદડામાં હાઇપોલિપિડેમીક ગુણ પણ હોય છે, જે શરીરમાં લિપિડની માત્રા ઘટાડી શકે છે.4) ડાયેરિયા:- જો તમે ડાયેરિયા થી પરેશાન છો તો તમારા માટે જામફળના પાનનું સેવન સારું છે. જામફળના પાંદડામાં ડાયેરિયા મટાડનારા ગુણ જોવા મળે છે. તેની સાથે જ જામફળના પાંદડામાં રહેલ એન્ટિ-હેલ્મિંથિક ગુણ પેટ સંબંધિત બધી જ સમસ્યાઓ મટાડીને હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. 

5) સ્પર્મ કાઉન્ટ:- પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારવા માટે જામફળના પાનનું સેવન ખુબ જ લાભકારી છે. જામફળના પાંદડાની મદદથી સ્પર્મ કાઉન્ટને પણ સરખું કરી શકાય છે. સાથે જ પ્રજનન ક્ષમતાને વધારવામાં પણ જામફળના પાંદડાને સક્ષમ ગણવામાં આવ્યા છે. જામફળના પાંદડામાં રહેલ એન્ટિઓક્સિડેંટ ગુણ શુક્રાણુ વિષાત્કતા પર લાભદાયી અસર નાખે છે, જેનાથી પુરુષોની પ્રજનન ક્ષમતાને સારી કરવામાં મદદ મળે છે. 

કેવી રીતે બનાવવી જામફળના પાંદડાની ચા:- તેને બનાવવા માટે ચાર મોટા જામફળના પાંદડા લો. એક પેનમાં એક કપ પાણી ગરમ કરો અને તેમાં જામફળના પાંદડા રાખો. તેને પાંચ મિનિટ સુધી ઉકળવા દો. હવે પાંદડાને ગાળીને તે પાણીમાં અડધું લીંબુ નીચવી લો. સ્વાદ મુજબ થોડું મધ મિક્સ કરવું. હવે તેને સરખી રીતે મિક્સ કરીને તેનું સેવન કરવું. આમ જામફળનું સેવન તમારા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો આપે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment