નાભિની આસપાસ થતો દુઃખાવો ચપટીમાં કરો ગાયબ, અજમાવો આ ઘરેલું ઉપાય અને તરત મેળવો રાહત… જાણો શા માટે થાય છે નાભિની આસપાસ દુઃખાવો…

નાભી ની આસપાસ દુખાવો કેમ થાય છે?:- નાભીની આસપાસ દુખાવો થવાની પાછળ અનેક કારણો હોઈ શકે છે. કબજિયાત કે ગેસ થવા પર નભીની આસપાસ દુખાવો અને બળતરા નો અહેસાસ થાય છે. કિડનીમાં પથરી થવાના કારણે પણ નાભીની આસપાસના ભાગમાં દુખાવાનો અહેસાસ થાય છે. મહિલાઓને યુટીઆઇ થવા પર પણ દુખાવો થાય છે.

નાભી ની આસપાસ ખૂંચવાનો અહેસાસ થાય છે. તેના સિવાય પિરિયડ્સમાં પણ મહિલાઓને નાભિની આસપાસના ભાગમાં દુખાવો થાય છે. પેટમાં ફલૂ થવા પર પણ નાભીની આસપાસ દુખાવાનો અહેસાસ થાય છે. નાભીની આસપાસ થતા દુખાવાને દૂર કરવા માટે આપણે કેટલાક ઘરેલુ અને સરળ ઉપાય જાણીશું.1) નાભીની આસપાસ હિંગ લગાવો:- નાભી ની આસપાસ થતા દુખાવાને દૂર કરવા માટે હિંગ નો ઉપયોગ કરી શકો છો. હિંગમાં એન્ટીપાસ્મોડિક ગુણ હાજર હોય છે. તેની મદદથી પેટમાં ગેસ અને કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. હિંગ ના ફાયદા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હિંગ નો ઉપયોગ કરવા માટે સરસવના તેલને હળવું ગરમ કરો તેમાં હિંગ મેળવો. આ મિશ્રણને નાભી અને તેના આસપાસના ભાગમાં લગાવીને રહેવા દો. તેનાથી નાભીની આસપાસના ભાગમાં થતા દુખાવામાં જલ્દી રાહત મળશે.

2) વરીયાળી નું પાણી પીવો:- અપચા ના કારણે પણ નાભીની આસપાસના ભાગમાં ખૂબ જ દુખાવો થઈ શકે છે. દુખાવાને દૂર કરવા માટે વરિયાળીનું પાણી પીવો. વરીયાળીમાં એનેથોલ કમ્પાઉન્ડ ઉપલબ્ધ હોય છે. તેમાં એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે. જો ઈરીટેબલ બાઉલ સિન્ડ્રોમ ના કારણે પેટમાં દુખાવો થઈ રહ્યો હોય તો વરિયાળીના પાણીનું સેવન કાયદાકારક રહેશે.વરિયાળીનું પાણી બનાવવા માટે પાણીને ગરમ કરો અને તેમાં વરિયાળી નાખીને 20 મિનિટ સુધી ઉકાળો. જ્યારે પાણીનું તાપમાન સામાન્ય થઈ જાય તો તે પાણીને ઘૂંટડો લઈને પીવો. દિવસમાં બે વાર વરિયાળીનું પાણી પીવાથી નાભીની આસપાસમાં થતા દુખાવાથી રાહત મળે છે.

3) જીરા નું પાણી પીવો:- નાભી ની આસપાસ દુખાવાનો અહેસાસ થઈ રહ્યો હોય તો જીરાને હલકું શેકી લો અને ચાવીને ખાઈ લો. દુખાવો દૂર કરવા માટે જીરાને હુંફાળા પાણી સાથે મેળવીને પીવો. જીરાના પાણીના ફાયદાની વાત કરીએ તો, પેટ ફુલવું કબજિયાત પેટમાં દુખાવો પેટમાં કળતર જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.4) હળદર અજમો અને નીલગીરીનું તેલ:- નાભી ની આસપાસ દુખાવો થઈ રહ્યો હોય તો તેને દૂર કરવા માટે હળદર અને અજમાનો ઉપયોગ કરો. હળદર પાવડરમાં અજમાના પાવડરને મેળવો આ મિશ્રણને નીલગીરીના તેલ સાથે ગરમ કરો. આ મિશ્રણને નાભીની આસપાસના ભાગમાં લગાવી લો. અજમો, નીલગીરીનું તેલ અને હળદરમાં એન્ટીઈફ્લેમેટરી ગુણ હોય છે. આ મિશ્રણની મદદથી માસ પેશીઓનો દુખાવો, પેટમાં દુખાવો કે કોઈ બીજો દુખાવો ઠીક કરવામાં મદદ મળે છે 

5) નાભી પર આદુની પેસ્ટ લગાવો:- આદુમાં એન્ટી ઇન્ફોમેટ્રિક ગુણ હોય છે નાભીની આસપાસમાં થતા દુખાવાને દૂર કરવા માટે આદુની પેસ્ટ તૈયાર કરી લો. તે પેસ્ટને નાભી ને આસપાસના ભાગમાં લગાવો. આદુની મદદથી કળતર, ગેસ, અપચો, આંતરિક દુખાવો, માસ પેશીઓમાં ખેંચાણના કારણે થતો દુખાવો વગેરેમાં રાહત મળે છે. નાભી ની આસપાસ ના ભાગમાં થતા દુખાવા થી છુટકારો મેળવવા આદુની પેસ્ટ, જીરા નું પાણી, વરીયાળી નું પાણી, હીંગ, હળદર, અજમો અને નીલગીરીના તેલનો ઉપયોગ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment