સ્ત્રી રોગ, તાવ,ઉધરસ અને સોર્યાસીસ જેવા ચામડીના રોગોને જળમૂળથી દૂર કરી દેશે આ ઔષધી, જાણો ઉપયોગની રીત મળશે 100% પરિણામ…

આપણા આયુર્વેદમાં અનેક પ્રકારની ઔષધીઓનો ઉપયોગ ગંભીર થી ગંભીર બીમારીઓની સારવારરૂપે કરવામાં આવે છે. તેવી જ એક આયુર્વેદિક ઔષધી ઉપલેટ છે જેને કંઠ અથવા કુષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઔષધીના મૂળને સંસ્કૃત નામો કુષ્ઠ, પાકલ, વાય, ગદ છે. ઉપલેટ દરેક ગાંધીની દુકાનમાં સરળતાથી મળી રહે છે. તેની લંબાઈ અઢીથી ત્રણ ઇંચ જેટલી હોય છે તથા અડધાથી એક ઇંચ જેટલા જાડા અને સહેજ વક્ર એવાં મૂળિયાં હોય છે.

1) ઉપલેટ ના સ્વાદ તથા ગુણધર્મો:- ઉપલેટના મૂળ સ્વાદમાં મધુર, તીખાશવાળા, કડવાં, ગરમ પ્રકૃતિના છે. તે શુક્રવર્ધક, કફ, વાયુ વાતરકત નાશક છે તથા ચર્મરાણોમાં ઉપયોગી ચામડીના રોગોનો નાશ કરનાર છે. ઉપરાંત વાયુનાશક છે. અન્ય ઔષધિઓની સરખામણીએ ઉપલેટના મૂળ માલિશ માટે ખૂબ જ સારા છે. ઉપરાંત કાંતિવર્ધક તથા વાજીકર છે. જો તેને બાળવામાં આવે તો બાળ્યા બાદ થતી રાખમાં મેંગેનીઝ નામનું દ્રવ્ય જોવા મળે છે.2) ચામડીનાં રોગો:- ઉપલેટ અથવા કુષ્ઠના મૂળ ચામડી પર ખંજવાળ આવે, ચકામાં થયા હોય તેવો ખૂબ જ જુનો રોગ મટાડે છે. તથા ત્વચાના રંગમાં સુધારો કરે અને ચામડી પર તેજ લાવે છે , ઘાવમાં રુઝ લાવવામાં મદદ કરે છે , ઘાવને શુદ્ધ કરે, અને દુખાવો દૂર કરે છે. ત્વચા ના રોગીઓએ ઉપલેટનું સેવન કરવાથી ત્વચાનું રુધિરાભિસરણ તંત્ર ગતિમાન થાય છે. જો ચામડી પર વાગ્યું હોય અને ઘાવ ન ઋજાતા હોય તો ઉપલેટના મૂળનો ધૂમાડો આપવાથી ધાવ જલ્દી રૂઝાઇ જાય છે.

3) સોરાયસિસ:- આયુર્વેદમાં ચામડીના ૧૮ જાતનાં રોગો નું વર્ણન છે જે પૈકીનો એક મંડલકુષ્ટ નામનો રોગ છે જે  હવે સોરાયસિસના નામથી  ઓળખાય છે. આ દર્દમાં ત્વચા ઉપર દુખાવો આપતાં વલયો ઉપસી આવે છે જે ધાધર જેવા નિશાન વાળા હોય છે અને રતાશ પડતાં, ક્યારેક સફેદ પણ હોય છે,ચિકાશવાળાં, ઘાટા ઉભારવાળાં વલયો હોય છે. તેની પર ઉપલેટ અને ધાણાને વાટીને તેનો લેપ લગાડવાથી આ રોગનો નાશ કરી શકાય છે છે.આ લેપ પાણીમાં ઘસીને તૈયાર કરાય છે.

4) ચહેરાની ત્વચામાં તેજ લાવવા માટે:- ચહેરાની ત્વચા પર તેજ લાવવા માટે અત્યારના મોંઘાદાટ કેમિકલ યુક્ત સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવાને બદલે નીચે જણાવ્યા મુજબ સસ્તો અને સાદો પ્રયોગ ખાતરીદાયક છે. ઉપલેટના મૂળનું ચૂર્ણ બનાવો. ત્યાર બાદ બીજોરાનો રસ કાઢી તેમાં ઉપલેટા ના મૂળના ચૂર્ણ ને નાખી હલાવીને એક સપ્તાહ સુધી રાખી મૂકવું. ત્યારબાદ એ ચૂર્ણને મધમાં મિક્સ કરીને દરરોજ રાત્રે ચહેરા પર લગાડવાથી ચહેરાની ત્વચા ખીલી ઉઠે છે અને ચમક આવી જાય છે. ઉપલેટના મૂળનો બારીક પાઉડર બનાવી રાખવો અને તેને આમ જ દરરોજ સવારે નાહતા પહેલા શરીર પર કોરી માલિશ કરવાથી ત્વચા કાંતિવાન, સ્વચ્છ અને સુંદર બને છે.

5) માથામાં થયેલા ફોલ્લા, ગુમડાં વગેરે માટે:- માથામાં ફોલ્લા, ફોલ્લી કે ગડગુમડ થયાં હોય કે ખંજવાળ આવતી હોય અને રસી નીકળતી હોય કે પ્રવાહી નીકળતું હોય ત્યારે બીજા કોઈ પ્રયોગ કરવા કે મોંઘી વિદેશી દવાઓ કરવાને બદલે નીચે મુજબનો પ્રયોગ અજમાવશો તો ચોક્કસ ફાયદો થશે.

કુષ્ઠ અથવા કઠનું ચૂર્ણ બનાવીને કે ગાંધીને ત્યાંથી તૈયાર લાવીને માટીના વાસણમાં નાખીને ચૂલા પર શેકવું અને આ કાળું પડી જાય ત્યાં સુધી શેકવું . ત્યારબાદ ખલમાં કે ખાંડણીમાં નાખી ખૂબ વાટી લેવું અને ત્યારપછી તેને તલના તેલમાં સરસ રીતે મિક્સ કરીને માથાના ગુમડાં-ફોલ્લાવાળા ભાગ પર લગાવવાથી દરેક પ્રકારના ગુમડા મટી જશે દુખાવામાં પણ રાહત થશે. 

6) ઉધરસ:- ઉપલેટ  કફનાશક પ્રકૃતિ ધરાવે છે અને ઉત્તેજક છે, તેથી ઉધરસમાં જ્યારે વધારે પડતો કફ આવતો હોય ત્યારે કઠ આપવું. તેથી કફ નીકળવા માંડે છે અને ઉધરસ ઓછી થાય છે. ઉટાંટિયા તથા દમ જેવા રોગોમાં પણ ઉપલેટ ફાયદા કારક છે. અને આમ ઉધરસ ને મટાડવામાં ઉપલેટ અતિ લાભદાયક છે.

7) તાવ:- ઉપલેટ  ઉત્તેજક અને પરસેવો લાવનાર  છે. તેથી તાવમાં આપવાથી તે પરસેવો ઉત્પન્ન કરે છે અને વધુ પેશાબ લાવવાના ગુણને કારણે તાવ ઉતરે છે. ત્રિભુવન કીર્તિ રસ બે રતીભાર જેટલો લઈ તેમાં બે ગ્રામ જેટલું ઉપલેટ નું ચૂર્ણ મેળવીને દિવસમાં ત્રણ વખત મધમાં ચાટી જવાથી તાવ ઉતરે છે. માથાના દુ:ખાવા માટે ઉપલેટ ના અને દિવેલાના મૂળ એ બંને સરખા પ્રમાણમાં લઈ કાંજીમાં ઘસી એનો લેપ માથા ઉપર કરવાથી માથાનો દુઃખાવો દૂર કરી શકાય છે.

8) સ્ત્રીઓનાં રોગોમાં:- જે સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન  દુખાવો થતો હોય કે કળતર થતી હોય, માસિક ઓછું આવતું હોય કે ન આવતું હોય, તો દિવસમાં ત્રણ વખત ઉપલેટના મૂળના ચૂર્ણને બે બે ગ્રામ કે અડધી જેટલી માત્રામાં મધ સાથે ચાટી જવાથી માસિક સાફ અને નિયમિત આવશે.

9) જૂનાશક તરીકે ઉપલેટ:- માથામાં જૂ પડી હોય તો નીચેનો પ્રયોગ સાત દિવસ સુધી અજમાવવાથી જૂ સદંતર માટે દૂર કરી શકાશે. 5 ગ્રામ ઉપલેટ અને 5 ગ્રામ વજકાવલી સરખા પ્રમાણમાં લઈને તેને મેળવીને 70 ગ્રામ જેટલા તલના તેલમાં નાખીને ઉકાળવું. આ તેલને ઠંડુ પડ્યા બાદ સાત દિવસ સુધી માથામાં લગાડને માલિશ કરવાથી જૂ ને હંમેશા માટે દૂર કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment