રાત્રે સુતા પહેલા આ એક કામ કરવાથી જૂનામાં જૂની કબજિયાત તોડી સવારે પેટ કરી દેશે સાફ… જાણો કોઈ પણ દવા કે નુસ્ખા વગર કબજિયાતનો 100% ઈલાજ…

મિત્રો શિયાળામાં કબજિયાતની સમસ્યા લગભગ મોટાભાગના લોકોને પરેશાન કરે છે. એવામાં જો તમે કેટલીક વસ્તુઓને અનુસરશો તો આ સમસ્યાથી બચી શકશો. શિયાળામાં લગભગ લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન થવા લાગે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે. શિયાળામાં કબજિયાતની સમસ્યા શરીરમાં પાણીની કમીના કારણે થાય છે. શિયાળામાં લોકોને પાણીની તરસ ઓછી લાગે છે અને તે ઓછી માત્રામાં પાણી પીવે છે. તેનાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે.

તેના સિવાય શિયાળામાં આપણી શારીરિક એક્ટિવિટી પણ ઓછી થઈ જાય છે અને શરીર પોતાને ગરમ રાખવા માટે વધારે એનર્જી ખર્ચ કરે છે.તેનાથી કચરો ઓછો બને છે અને પાણીની કમીના કારણે સખત બની જાય છે. આ કારણથી લોકો શિયાળામાં કબજિયાતની સમસ્યાથી વધારે પરેશાન રહે છે. એવામાં કેટલીક ટીપ્સ તમને આ સમસ્યાથી છૂટકારો મેળવવામાં મદદ કરશે.દરરોજ સુતી વખતે કરો આ કામ:-

1) સુતા પહેલા પીઓ એક ગ્લાસ ગરમ પાણી:- શિયાળામાં જો તમે કબજિયાતની સમસ્યાથી બચવા ઇચ્છતા હોવ તો તમારે સુતા પહેલા દરરોજ એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. તેનાથી તમારી પાચન ક્રિયા સારી થાય છે અને આંતરડાની ગતિ સારી થવામાં મદદ મળે છે. તેના સિવાય આ પાણી તમારા આંતરડાને સાફ કરીને સાથે જ પેટના કામકાજ ને તેજ કરે છે. તેનાથી ખાવાનું જલ્દી પચી જાય છે, આંતરડાની ગતિ સારી રહે છે અને તમને કબજિયાત ની સમસ્યા નથી થતી.

2) રૂમમાં થોડું ચાલો:- રૂમમાં થોડું ચાલવાથી કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે. શિયાળામાં આપણે આળસના કારણે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બચીએ છીએ. તેનાથી પાચન ક્રિયા ધીમી થઈ જાય છે અને આંતરડાની ગતિ પ્રભાવિત રહે છે. એવી સ્થિતિમાં રૂમમાં થોડું ચાલવાથી પાચનક્રિયા બુસ્ટ થાય છે અને કબજિયાતની સમસ્યાથી બચી શકાય છે.3) બેડ પર કરો એક્સરસાઇઝ:- શિયાળામાં તમે વોક કરવા સિવાય તમારા બેડ પર જ એક્સરસાઇઝ પણ કરી શકો છો. આ દરમિયાન તમને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ જેથી આંતરડાની ગતિ તેજ બને અને પાચનક્રિયાના કામકાજમાં તેજી લાવે. તેના સિવાય તમે તકિયો મૂકીને પણ યોગ કરી શકો છો જેથી કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ મળે છે. 

4) ઘૂંટણો ની વચ્ચે તકિયો મૂકીને ડાબા પડખે સુવો:- કબજિયાતની સમસ્યાથી બચવા માટે તમારે તમારી સુવા ની રીતમાં પણ બદલાવ કરવો જોઈએ. જેમ કે તેના માટે તમે એવું કરી શકો છો કે ઘૂંટણની વચ્ચે તકિયો મૂકીને ડાબા પડખે સૂઈ શકો છો. ગુરુત્વાકર્ષણ મોટા આંતરડાના માધ્યમથી કચરાને લઈ જવામાં મદદ કરે છે અને અંતે તમારા બ્લેન્ડરમાં જમા કરી શકે છે તેનાથી સવારમાં તમે સારું મહેસુસ કરો છો.5) સુતી વખતે પેટ પર હાથ ફેરવો:- સુતી વખતે પેટ પર નાભિની ચારેય બાજુ હાથ ફેરવવો અને થોડા સમય સુધી આને કરતા રહો. આ એક પ્રકારનું મૂવમેન્ટ ઉત્પન્ન કરશે જેથી તમારી પાચનક્રિયા તેજ કરીને અને આંતરડાની ગતિમાં તેજી લાવવામાં મદદ કરશે. સૂતી વખતે આમ કરવાથી સવાર માટે તમારા પેટને તૈયાર કરવાનો સંકેત છે તેનાથી સવારે ઉઠતા જ તમે કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

કબજિયાત થાય ત્યારે તમે બીજા પણ કેટલાક નુસખા અજમાવી શકો છો જેમ કે:- માટીના વાસણમાં ત્રિફળા પાવડરને પલાળી દો. સુતા પહેલા આ પાણીને ગાળીને પી લો. એક ગ્લાસ પાણીમાં એક ચમચી અળસી પલાળો. આ પાણી પીવો અને અળસી ચાવીને ખાઈ લો. સૂવાના થોડા સમય પહેલા એક ચમચી ઇસબગુલના ભૂકાને દૂધમાં કે પાણીમાં પલાળીને પી લો.થોડી કિસમિસ પાણીમાં પલાળી દો. સુતા પહેલા આ પાણીને પી લો અને કિસમિસ ખાઈ લો. દૂધમાં બેથી ત્રણ અંજીર ઉકાળી લો, રાત્રે સુતા પહેલા આ હૂંફાળું ગરમ દૂધ પીવો અને અંજીર ખાઈ લો. સુતા પહેલા એક ગ્લાસ હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી કેસ્ટર ઓઇલ મેળવીને પી લો.  

સુતા પહેલા એક ગ્લાસ હુંફાળા પાણીમાં બે ચમચી એલોવેરા જેલ ઓગાળીને પી લો. ડીનર માં વધુમાં વધુ સલાડ ગ્રીન વેજીટેબલ અને ફાઇબર વાળા ફૂડ સામેલ કરો. એક ગ્લાસ હૂંફાળા દૂધમાં એક ચમચી હળદર અને એક ચમચી ઘી મેળવીને સુતા સમયે પીવો. એક ચમચી અજમો થોડા ગોળ સાથે ચાવીને ખાઈ લો અને તેની ઉપર હુંફાળું ગરમ પાણી પી લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment