રાત્રે પાણીમાં પલાળી સવારે ઉઠતાની સાથે કરો આનું સેવન, ડાયાબિટીસ જેવા રોગોને કંટ્રોલ કરી હૃદય અને સ્કીનને બનાવી દેશે સ્વસ્થ…

મિત્રો જયારે પણ આપણા સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવાની વાત આવે છે ત્યારે આપણે બધા ડ્રાયફ્રુટ્સ નું સેવન કરવાની વાત કરીએ છીએ. આ સિવાય આ સુકો મેવો અને કઠોળ ની  વાત કરીએ તો તે આપણને ખુબ જ વિપુલ પ્રમાણમાં પોષક તત્વો આપે છે. આ સિવાય તમને તેના સેવનથી ખુબ જ ઉર્જા મળે છે. આ બધા જ ડ્રાયફ્રુટ્સ માં સૌથી ખાસ છે અખરોટ. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.

અખરોટ એ તમારા મગજને પાવરફુલ બનાવે છે. તેમજ તે તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. આ સિવાય અખરોટ વિશે થયેલા રીસર્ચમાં પણ જાણવા મળ્યું છે કે તેના સેવનથી ડાયાબિટીસ જેવા રોગોમાં પણ કંટ્રોલ મેળવી શકાય છે. પણ આ માટે તમારે પલાળેલા અખરોટ ખાવા જોઈએ. ચાલો તો પલાળેલા અખરોટ કઈ રીતે કામ કરે છે તે વિશે જાણી લઈએ.

કઈ રીતે પલાળેલા અખરોટ વધુ ફાયદાકારક છે : એવું માનવામાં આવે છે કે સુકો મેવો અને કઠોળને જો કાચા ખાવામાં આવે તો એ પચવામાં ભારે પડી શકે છે. પણ જો તેને પલાળીને ખાવામાં આવે તો તે વધુ ફાયદાકારક છે. તો અખરોટ વિશે વાત કરીએ તો લોકોમાં એવી માન્યતા છે કે અખરોટને પલાળીને ખાવામાં આવે તો તેના પોષક તત્વો ઓછા થઇ જાય છે. પણ આ એક ભ્રમ છે. આમ કરવાથી તેના પોષક તત્વોમાં કોઈ ફેરફાર નથી થતો. 

પલાળેલા અખરોટના ડાયાબિટીસ માટે ફાયદાઓ : જો તમે પલાળેલા અખરોટનું દરરોજ સેવન કરો છો તો ટાઈપ 2 ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. આ સિવાય તમને જણાવી દઈએ કે તેની અંદર ફાઈબર હોય છે જે રક્ત શર્કરાને નિયંત્રણમાં રાખે છે. જેના કારણે શુગર સ્પાઈક નથી થતું. આ સિવાય અખરોટમાં ગ્લાઈસેમીક ઇન્ડેક્સ પણ માત્ર 15 હોય છે જે ડાયાબિટીસના દર્દી માટે બપોરના નાસ્તા માટે સારો વિકલ્પ છે. તેમજ પલાળેલા અખરોટ ઇન્સુલીનને પણ યોગ્ય રીતે જાળવી રાખે છે.

અખરોટના અન્ય ફાયદાઓ : ડાયાબિટીસ સિવાય અન્ય રોગોમાં પણ અખરોટનું સેવન ખુબ જ લાભકારી છે, અખરોટની અંદર હેલ્દી ફેટ ઓમેગા-3 ફેટી એસીડ હોય છે જે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે. જેના કારણે હૃદય રોગમુક્ત રહે છે. તેમજ અખરોટમાં કુદરતી ઓઈલ હોય છે જે વાળ અને સ્કીન માટે ખુબ જ સારું છે. તેમજ અખરોટના સેવનથી સોજામાં પણ રાહત થાય છે. ઉપરાંત તે કેન્સરના જોખમ સામે પણ રક્ષણ આપે છે. 

‘ચીલીયન અખરોટ’ દુનિયામાં સૌથી બેસ્ટ છે : એક્સપર્ટના કહ્યા અનુસાર ચીલીયન અખરોટ દુનિયામાં સૌથી સારા અને બેસ્ટ અખરોટ છે. જેનું કારણ છે તેનો આછો રંગ અને લાંબા સમય સુધી ફ્રેશ રહે છે. જો કે હાલમાં જ ચીલીયન અખરોટની ખેતી કરવા માટે એક અભ્યાન શરુ કરવામાં આવ્યું હતું. જેના કારણે માં અખરોટનું ઉત્પાદન વધુ થઇ શકે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment