પાચન, અપચો, પેટ ફૂલવું અને અસ્થમાની સમસ્યા થઈ જશે ગાયબ, કરો એક ચમચી આનું સેવન… બ્લડ પ્રેશર કંટ્રોલ કરી પિરિયડ્સના દુખાવામાં આપશે રાહત…

મિત્રો તમે તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માટે અનેક વસ્તુઓનું સેવન કરો છો. ખાસ કરીને જયારે તમારું સ્વાસ્થ્ય પેટને લગતી બીમારીથી પરેશાન હોય તો તમે હિંગનું ઘણી રીતે ઉપયોગ કરો છો. આજે અમે તમને આ લેખમાં હિંગના સેવન વિશે જણાવીશું. જેમાં હિંગના સેવનથી તમને કેટલાક ફાયદાઓ મળે છે. તેમજ તંદુરસ્ત રહી શકો છો. 

ભારતીય રસોઈમાં હિંગનું સેવન અત્યારથી નહીં ઘણા સમયથી થતું આવ્યું છે. હિંગનો વઘાર, શાક અને દાળનો સ્વાદ વધારી આપે છે. સાથે જ પોષકતત્વોમાં પણ વૃદ્ધિ કરે છે. આ વિશે એક્સપર્ટના કહેવા મુજબ, 3 ગ્રામ હિંગના સેવનથી લગભગ દૈનિક જરૂરિયાતના 2% પોટેશિયમ, 1% કાર્બોહાઈડ્રેડ, 10% આયરન અને 1% કેલ્શિયમની જરૂરિયાત પૂરી થાય છે. તેના સેવનથી ઘણા બધા લાભ મળે છે, જેમકે બ્લડ પ્રેશર નિયંત્રિત કરવું અને શ્વાસનળીમાં થયેલ સોજો ઓછો કરવાનું વગેરે. તેમાં એન્ટિવાઇરલ, એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ રહેલા હોય છે. તેની ડાયરેટિક પ્રોપર્ટી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આવો વિસ્તારથી જાણીએ.1 ) અસ્થમા માટે ફાયદાકારક :- જો તમને શ્વાસને લગતી પરેશાની છે તો તમે હિંગનું સેવન કરી શકો છો. હિંગમાં એન્ટિવાઇરલ, એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ રહેલા હોય છે જે રેસ્પોરેટરી ડિસઓર્ડર અને બીમારીઓથી છુટકારો અપાવવામાં મદદરૂપ છે. અસ્થમા, સૂકી ઉધરસ, બ્રોંકાઈટિસ જેવી સમસ્યાઓથી તમે હિંગના સેવન કરવાથી છુટકારો મેળવી શકો છો. તમારે માત્ર થોડા મધમાં થોડી હિંગ અને સાથે થોડો સૂકા આદુંનો પાવડર મિક્સ કરવાનો છે અને તેનું સેવન કરવાનું છે. નિયમિત આમ કરવાથી તમે જલ્દીજ શ્વસન સંબંધી બીમારીઓથી રાહત મેળવી શકો છો. 

2 ) એન્ટિ એજિંગ ગુણોથી ભરપૂર :- હિંગમાં એન્ટિ એજિંગ ગુણ રહેલા હોય છે અને તેનાથી ચહેરા પરની કરચલીઓ દૂર કરી શકાય છે. તેનો પ્રયોગ એક સ્કીન વ્હાઇટનિંગ એજન્ટના રૂપમાં કરી શકાય છે. હિંગનું સેવન કરવાથી ટાઇરોસાઇનના ઉત્પાદનને ઘટાડી શકાય છે, તેને ડલ સ્કીનનું મુખ્ય કારણ ગણવામાં આવે છે. તેનાથી તમારી સ્કિનમાં સુધારો થાય છે અને તમે બ્રાઇટ સ્કીન મેળવવામાં સક્ષમ થઈ શકો છો. હિંગને ખાવાની જગ્યાએ ચહેરા પર પણ એપ્લાઈ કરી શકાય છે.3 ) બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ :- જો તમે હાઇપરટેન્શનના દર્દી હોય તો, હિંગનું સેવન કરવું તમારા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. હિંગને એક પ્રાકૃતિક બ્લડ થીનર ગણવામાં આવે છે અને તે પ્રકારે તે બ્લડ પ્રેશર લેવલને ઘટાડવામાં મદદરૂપ છે. હિંગનું સેવન કરવાથી શરીરમાં બ્લડ ક્લોટ પણ બનતા નથી. 

4 ) બ્લોટિંગ સમસ્યાથી છુટકારો :- ઘણા લોકો બપોરના ભોજનની સાથે સાથે છાશનું સેવન કરે છે અને તેમાં હિંગ અને સંચળ જરૂરથી મિક્સ કરે છે. તેનાથી હિંગ તમારા પાચનતંત્રમાં સુધારો કરે છે. તેનાથી તમારે અપચા કે જમ્યા પછી પેટ ફુલવાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેના એન્ટિ સ્પાસ્મોડિક ગુણ પણ પાચનમાં સુધાર લાવવામાં મદદરૂપ છે.5 ) માસિક ધર્મની સમસ્યાઓથી રાહત મેળવો :- હિંગનું સેવન કરવું મેન્સટ્રુઅલ સાઇકલથી જોડાયેલા લક્ષણો ઘટાડવામાં પણ મદદરૂપ ગણવામાં આવે છે. જો તમે અનિયમિત પિરિયડ્સ કે પછી પિરિયડ્સ સમયે વધારે દુખાવો થવો કે ફ્લો વધારે હોવા જેવા લક્ષણોથી જજૂમી રહ્યા હોય તો, હિંગનું સેવન તેનાથી મુક્તિ અપાવે છે. તે બ્લડ ફ્લોને નિયંત્રિત કરવામાં લાભદાયી છે. 

હિંગનું સેવન તમને ઘણા બધા સ્વાસ્થ્ય લાભ આપી શકે છે, પરંતુ તેનો મતલબ એ નથી કે તમે તેનું સેવન વધુ માત્રામાં કરો. ડાયેટમાં કોઈ પણ પ્રકારના બદલાવ પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ. આમ હિંગનું સેવન તમારી સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ દુર કરી શકે છે. તેનાથી શરીર હેલ્દી રહેવાની સાથે બીમારીઓ સામે પણ લડી શકે છે. આમ હિંગનું સેવન સારું છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment