ઘરમાં રહેલા આ દાણાને ભોજન કરતા પહેલા ખાઈ લ્યો, ગમે તેવી વર્ષો જૂની ડાયાબિટીસ આવી જશે કંટ્રોલમાં… દવાઓ કરતા 10 ગણી ઝડપે આપશે રાહત…

મિત્રો ડ્રાયફ્રુટનું સેવન સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ડ્રાયફ્રુટ્સમાં અનેક જરૂરી પોષક તત્વો પણ ઉપલબ્ધ હોય છે. આવા ડ્રાયફ્રુટ્સ માંથી એક બદામ છે જેને ખાવાથી સ્વાસ્થ્યને અસંખ્ય ફાયદા થાય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન, મેગ્નેશિયમ, ઝીંક અને આયર્ન જેવા દરેક પોષક તત્વો ઉપલબ્ધ હોય છે, જે શરીરમાં સારા કામકાજ માટે જરૂરી છે. બદામ નો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જેના કારણે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ ફૂડ માનવામાં આવે છે.

હાલમાં જ ભારતીય સંશોધનકર્તાઓ દ્વારા ડાયાબિટીસ પર બદામથી થતી અસરોને લઈને અધ્યયન કરવામાં આવ્યા છે. એક અધ્યયનમાં સંશોધનકર્તાઓનું માનવું છે કે ભોજનના 30 મિનિટ પહેલા 20 ગ્રામ બદામ ખાવાથી બ્લડ સુગર લેવલમાં સુધારો કરવામાં મદદ મળે છે, ખાસ કરીને પ્રી ડાયાબિટીસવાળા લોકોમાં. આ અધ્યયન ભારતીય ડોક્ટરોએ દેશના લોકોને લઈને કર્યું છે.સંશોધન કારોનું કહેવું છે કે એશિયાઈ ભારતીયો માં પ્રી ડાયાબિટીસની સાથે ગ્લાયસેમિયા ના માપદંડો પર ભોજન પહેલા બદામ ખાવાથી થતી અસરોની તપાસ કરવા વાળું આ પહેલું અધ્યયન છે. તો ચાલો જાણીએ કે બદામ કેવી રીતે બ્લડ સુગરને ઘટાડે છે અને તમને ભોજનથી પહેલા કેટલી બદામ ખાવી જોઈએ. 

1) બ્લડ સુગર થશે ઓછુ, ઇન્સ્યુલિનમાં થશે સુધાર:- સંશોધનકારો નું માનવું છે કે ભોજન કરતા પહેલા જો તમે બદામ ખાવ છો તો ભોજન બાદ બ્લડ શુગરમાં કમી આવી શકે છે. એટલું જ નહીં તેમાં ઇન્સ્યુલિન, સી પેપ્ટાઇડ, ગ્લુકાગોન લેવલમાં સુધારો થવાની સાથે સાથે ગ્લુકોઝ વેરીબીલીટી અને ગ્લાયસેમિક પેરામીટરમાં સુધારો થયો.

2) એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ?:- સામાન્ય રીતે ઘણા બધા લોકો સવારના સમયમાં બદામ ખાવાનું પસંદ કરે છે અને એક દિવસમાં પાંચથી છ બદામ ખાય છે. આ સ્ટડીના ડોક્ટર દ્વારા દરેક ભોજન પહેલા 20 ગ્રામ કે 17 થી 18 ગ્રામ બદામ ખાવાની સલાહ આપવામાં આવી છે. તેમાં નાસ્તો,બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન સામેલ છે. 3) 60 લોકો પર થયું અધ્યયન:- અધ્યયનમાં 27 એવા પુરુષો અને 33 મહિલાઓ સામેલ હતા જેમને કોઈને કોઈ કારણે ડાયાબિટીસ થવાનું જોખમ હતું. એટલે કે અત્યારે તેઓ પ્રી ડાયાબિટીસની શ્રેણીમાં છે. સંશોધનકારોને જાણવા મળ્યું કે ભોજન કરતા પહેલા બદામ ખાવાથી ભોજન કર્યા બાદ બ્લડ સુગર માં અત્યંત ઘટાડો જોવા મળ્યો. એટલું જ નહીં તેમનું બ્લડ ગ્લુકોઝ, સીરમ ઇન્સ્યુલિન, પ્લાઝમા ગ્લુકાગન અને સીરમ સી પેપ્ટાઈડ માં પણ કમી જોવા મળી.

4) બદામ ખાવાથી કેવી રીતે ઘટે છે બ્લડ સુગર:- સંશોધનકારોનું માનવું છે કે ભોજન કરતા પહેલા બદામ ખાવાથી ઇન્સ્યુલિન રેસીસ્ટન્ટ માં સુધારો થાય છે જે આંતરડાના કાર્યને વધારો આપે છે અને ગ્લુકોઝ લેવલને કંટ્રોલ કરે છે. તેમાં હેલ્દી ફેટ હોય છે જે ગેસ્ટ્રીક ખાલી કરવાના સમયને ધીમો કરી શકે છે. આ પ્રકારે ગ્લુકોઝના અવશોષણ માં વિલંબ થાય છે. બદામમાં મોનો અનસેન્ચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે જે ઇન્સ્યુલિન રેસીસ્ટ્ન્ટને વધારી શકે છે.5) પલાળેલી નહીં, કાચી બદામ છે વધારે ફાયદાકારક:- મોટાભાગના લોકો પલાળેલી બદામ ખાવાનું પસંદ કરે છે પરંતુ આ અધ્યયનના તારણમાં સલાહ આપવામાં આવી છે કે કાચી બદામનું સેવન કરવું જોઈએ. જ્યારે બદામને કાચી ખાવામાં આવે છે તો તે પોષક તત્વોની સંરચના તેવી જ રીતે જાળવી રાખે છે. નિષ્ણાતો એ જણાવ્યું કે પલાળેલી બદામમાં એન્ટિઓક્સિડન્ટ નું પ્રમાણ ઓછું થઈ જાય છે અને તેની છાલની નીચે હાજર પોષક તત્વ પણ નીકળી જાય છે.

6) બદામના પોષક તત્વો અને ફાયદા:- બદામ મોનોઅનસેન્ચ્યુરેટેડ ફેટ અને ફાઇબરથી ભરપૂર હોય છે. દરરોજ બદામ ખાવાથી ન માત્ર ડાયાબિટીસમાં મદદ મળે છે પરંતુ સ્વાસ્થ્યને પણ ફાયદા થાય છે 20 ગ્રામ બદામમાં 2.9 ગ્રામ ફાઇબર હોય છે.અને તેમાં 116 કેલેરી હોય છે. અધ્યયનમાં એ પણ જાણવા મળ્યું કે બદામ કોલેસ્ટ્રોલ માં ઘટાડો કરીને હૃદય રોગના જોખમને દૂર કરે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment