દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

વરસાદની મૌસમ મોટાભાગના લોકોને પસંદ હોય છે. આ મૌસમ જેટલો સારો હોય છે, એટલો જ ટેન્શન આપનારો પણ હોય છે. કેમ કે વરસાદની મૌસમમાં ઘણી બીમારીઓ આપણને ઘેરી શકે છે. આ મૌસમમાં બદલાવ સાથે ઇમ્યુનિટી પણ કમજોર થઈ જાય છે. જેનાથી વાયરલ અને ઇન્ફેકશન થવાનો ખતરો વધી જાય છે. તેવામાં મોનસુનની મજા લેવા માટે સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવું પણ ખુબ જ જરૂરી છે. અમુક વસ્તુ એવી પણ છે જેને ડાયટમાં શામિલ કરીને ઇમ્યુનિટીને મજબુત કરી શકાય છે અને તમે આ મૌસમમાં પણ હેલ્દી રહી શકો છો.

1 ) તુલસી : ન્યુટ્રીશનના જણાવ્યા અનુસાર તુલસીને એક આયુર્વેદિક જડીબુટ્ટીના રૂપમાં ઓળખવામાં આવે છે. વરસાદના મૌસમમાં ઘણી બીમારીઓને ખતરો રહે છે. પરંતુ તેવામાં જો તુલસીના પાનનું સેવન કરવામાં આવે તો બીમારીઓ દુર રાખી શકાય છે. સાથે જ ઇમ્યુનિટી પણ મજબુત કરી શકાય છે. તુલસીના પાંદડાને તમે ઈચ્છો તો સીધા જ ખાઈ શકો છો. અથવા તો હર્બલ ચા બનાવી તેમજ સૂપમાં પણ ખાઈ શકો છો.

2 ) આદુ : આદુ ઝીંઝરોલ્સ, પેરાડોલ્સ, સેસ્ક્યુટરપેન્સ, શોગાઓલ્સ અને ઝીંઝરોનથી ભરપુર હોય છે, આ બધામાં શક્તિશાળી એન્ટીઓક્સીડેંટ ગુણ મળી આવે છે. સૌથી વધુ તે શરદી અથવા તાવમાં મદદગાર સાબિત થાય છે. સાથે ઇમ્યુનિટી મજબુત કરશે.

3 ) કાળા મરી : કાળા મરીમાં એક પાઈપરીન નામનું એક તત્વ મળી આવે છે, જેમાં એન્ટીઓક્સીડેંટ અને રોગાણુંરોધી ગુણો હોય છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

4 ) મીઠા લીમડાના પાન : વરસાદના મૌસમમાં ઇન્ફેકશનનો ખતરો ખુબ જ વધી જાય છે. ઇન્ફેકશનથી બચવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો. મીઠા લીમડાના પાનમાં એન્ટીબાયોટીક અને એન્ટીફંગલ ગુણ પણ મળી આવે છે, જે તમને રોગાણુંઓથી બચાવવામાં મદદ કરે છે. મીઠા લીમડાના પાનમાં હાઈપોગ્લાઈસેમિક ગુણ મળી આવે છે, જે શુગર લેવલને ઓછું કરવાનું કામ કરે છે.

5 ) લીંબુ : વરસાદના મૌસમમાં જો લીંબુ જેવા ખાટા ફળ ખાવામાં આવે તો ઇમ્યુનિટી મજબુત રહે છે. ખરેખર તો લીંબુ વિટામીન સી થી ભરપુર હોય છે. માટે લીંબુને પણ શક્તિશાળી એન્ટીઓક્સીડેંટ માનવામાં આવે છે, જે ઇમ્યુનિટીને મજબુત રાખવામાં મદદ કરે છે. તેમજ અન્ય બીમારીને દુર રાખે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment