જોઈ લો એવા સ્ટંટ કે જે તમે ક્યારેય જોયા નહિ હોય, જે જોઇને તમારું મગજ ચક્કર ખાઈ જશે

જોઈ લો એવા સ્ટંટ કે જે તમે ક્યારેય જોયા નહિ હોય, જે જોઇને તમારું મગજ ચક્કર ખાઈ જશે

મિત્રો ઘણા લોકો દુનિયામાં એવા હોય છે જે પોતાની હિંમતની હદો પર રિસ્ક લેવાથી બાઝ નથી આવતા હોતા. ઘણા લોકો અવનવા સ્ટંટ કરીને પોતાનું એક અલગ નામ બનાવતા હોય છે. તેમાં અમુક લોકો એવા પણ હોય છે કે જે પોતાના પાગલપંતી ભરેલા ખતરનાક સ્ટંટ કરવામાં પોતાનો જીવ ખોઈ બેસતા હોય છે. તો આજે અમે તમને આ લેખમાં એવા જ ફેમસ અને સૌથી ખતરનાક સ્ટંટ વિશે જણાવશું કે જેનું પરિણામ જોઇને તમારા રુંવાડા ઉભા થઇ જશે.

સૌથી પહેલી વ્યક્તિ છે વું યોન્ગ્નીંગ (Wu Yongning). 26 વર્ષનો આ સાહસી યુવાન ગગનચુંબી ઇમારતો પર ચડીને પોતાના સ્ટંટ કરતો હતો અને તે પણ કોઈ પણ સુરક્ષા ઉપકરણ વગર. થોડા જ સમયમાં તેણે સોસીયલ મીડિયા પર એવા 300 વિડીયો અપલોડ કરી નાખ્યા હતા કે જેને જોઇને દર્શકોનો પણ જીવ ઉંચો થઇ જતો. પરંતુ એક ખતરનાક સ્ટંટ કરતા કરતા યોન્ગ્નીંગનો જીવ હંમેશા માટે જતો રહ્યો. તેઓ પોતાના છેલ્લા વીડીયોમાં એક 65 માળ ઉંચી બિલ્ડીંગ પર પુશઅપ કરતા નઝર આવ્યા હતા. તે દરમિયાન તેના હાથની પકડ છૂટી અને તે સીધા મોતના મોં માં ધકેલાય ગયા હતા.

તમને જણાવી દઈએ કે યોન્ગ્નીંગ આ પોતાની પાગલપંતી માટે નહિ, પરંતુ આ કામ પૈસા માટે કર્યું હતું. ન્યુયોર્કની એક પોસ્ટ અનુસાર કોઈ અજાણ્યા વ્યક્તિએ યોન્ગ્નીંગ સાથે આ સ્ટંટ કરવાના 15 હજાર ડોલર આપવાની ડીલ કરી હતી. જે પૈસાનો ઉપયોગ યોન્ગ્નીંગ પોતાના લગ્ન માટે ઉપયોગ કરવા માંગતા હતા.

બીજા વ્યક્તિ છે સૈલેન્દ્ર નાથ રોય. સૈલેન્દ્રએ દાર્જીલિંગમાં હિમાલય રેલની લોકોમોટો ટ્રેનને પોતાના વાળથી 2.5 મીટર સુધી ખેંચીને ગીનીશ બુક ઓફ વર્લ્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. ત્યાર બાદ તેણે હજુ એક અજીબ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની કોશિશ કરી. જેમાં તે પોતાના વાળને તારથી બાંધીને 35 કિલોમીટર દુર એક પહાડથી બીજા પહાડ પર જવાના હતા. પરંતુ કમનસીબે સ્ટંટ દરમિયાન સૈલેન્દ્ર એ જે ચેન સાથે પોતાના વાળ બાંધ્યા હતા તે લોક થઇ ગયા અને તે ચેન સાથે ઘણી વાર સુધી લટકાયેલા રહ્યા અને હજારો દર્શકોની સામે જ દમ તેનો દમ તૂટી ગયો. આ ઉપરાંત ઘણા લોકોનું કહેવું એવું પણ છે કે તેમને સ્ટંટ દરમિયાન હાર્ટએટેક આવવાના કારણે તેમનું મૃત્યુ થયું.

ત્યાર બાદ છે વેલેરી રોઝોવ (Valery Rozov). રસિયન બેઝ જંપર વેલેરી રોઝોવ દુનિયાના સાત મહાદ્વીપના સૌથી ઊંજા પહાડો પરથી જંપ લગાવવાનો ઈતિહાસ રચવાની તૈયારીમાં હતા. અમુક હદ સુધી તેઓ સફળ પણ રહ્યા. એક રીપોર્ટ અનુસાર રોઝોવ એન્ટાર્કટીકાના એક શિખરથી છલાંગ લગાવી ચુક્યા હતા. વર્ષ 2009 માં તેણે એક સક્રિય જ્વાળામુખી પરથી પણ છલાંગ લાગવી હતી. આ સાથે રોઝોવના નામે વિંગ શૂટ પહેરીને સૌથી ઉંચી છલાંગ લગાવવાનો રેકોર્ડ પણ છે. જે રેકોર્ડ તેણે માઉન્ટ એવરેસ્ટ પરથી કુદીને બનાવ્યો હતો.

પરંતુ નેપાળમાં તેઓ પોતાના સ્ટંટ દરમિયાન એક પહાડ સાથે ટકરાઈ ગયા અને ત્યાં જ તેમનું મૃત્યુ થઇ ગયું. આશ્ચર્યની વાત તો એ છે કે રોઝોવ પહેલા પણ માઉન્ટ એવરેસ્ટ પરથી છલાંગ લગાવી ચુક્યા હતા પરંતુ તેમનું મૃત્યુ માઉન્ટ એવરેસ્ટથી ઓછી ઉંચાઈ પર થયું.

ત્યાર બાદ છે ડીન પોટર (Dean potter) અને ગ્રહમ હન્ટ( graham hunt). પોટર અને હન્ટ બંને ખુબ જ સારા મિત્ર હતા અને બંને ખુબ જ પ્રસિદ્ધ પર્વતારોહી હતા. એટલું જ નહિ સ્ટંટ દરમિયાન બંનેનું મૃત્યુ પણ એકસાથે જ થયું. આ અકસ્માત યુસેમીટે નેશનલ પાર્કમાં (yosemite National park) બન્યો. ત્યાં તેમણે એક પહાડ પરથી વિંગ શૂટ પહેરીને છલાંગ લગાવી અને બંને એક ચટ્ટાન સાથે ટકરાયા અને મૃત્યુ પામ્યા હતા.

આ અકસ્માત પર તેમના અન્ય સાથી પર્વતારોહી ડગે જણાવ્યું કે તેને તે બંનેના મૃત્યુનું દુઃખ તો થયું પરંતુ આશ્ચર્ય બિલકુલ નથી થયું. કારણ કે તેઓએ હંમેશા પોતાની લીમીટને ચેલેન્જ કરી હતી. તમને જણાવી દઈએ કે પોટર આવી છલાંગ ઓછામાં ઓછી 20 વખત લગાવી ચુક્યા હતા અને તેના મિત્ર હન્ટ પણ તેટલા જ અનુભવી હતા. આ ઘટના એવું સાબિત કરી જાય છે કે અનુભવ હંમેશા તમને બચાવી નથી રાખતો.

મિત્રો આ સ્ટંટને એ બધું વ્યક્તિને ખુશી અને નામના બનાવી આપે છે. પરંતુ તેનાથી વ્યક્તિ પોતાના જીવનો સોદો કરવો પડે છે. એટલા માટે ક્યારેય પણ કોઈ સ્ટંટ કે વગેરે કરવું જોઈએ નહિ. કેમ કે એક દિવસ તેનો અંજામ આપણા માટે ઘાતકી સાબિત થાય જ છે. ઉપર જણાવ્યું તેવા હજારો સ્ટંટમેન મૌતને ભેટી ગયા છે. તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો શું સ્ટંટ કરવા યોગ્ય છે કે સાધારણ જીવન જીવવું.

Leave a Comment