બોલીવુડ સ્ટાર્સ પાસે પૈસા, નામ, એશોઆરામ હોવા છતાં પણ આત્મહત્યા કેમ કરે છે? આ છે મોટું કારણ.

રવિવારના રોજ બોલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના આપઘાતની ઘટનાના સમાચાર આવ્યાં હતા. આ એક દુઃખદ ઘટના છે. સુશાંતે પોતાની ફિલ્મ છીછોરેમાં એક એવા વ્યક્તિનો અભિનય કર્યો હતો. જે પોતાના દીકરાને જીવન જીવતા શીખવે છે. તે કહે છે જીવનમાં ક્યારેય કોઈ પણ પરિસ્થિતિ આવે પરંતુ આપઘાત ન કરવો જોઇએ. જીવન ખુબ જ કિંમતી છે જેને બિન્દાસ પોતાની રીતે ખુશ રહીને વિતાવવું જોઇએ. પોતાની ફિલ્મમાં આટલો સુંદર મેસેજ આપ્યા બાદ પણ સુશાંતે આત્મહત્યા કરી.

સુશાંત સિંહ રાજપૂત એક ઉમદા અભિનેતા હોવાની સાથે એક સારો માણસ પણ હતો. જેને સૌ કોઈ પ્રેમ કરતા હતા. ભારતીય સિનેમા જગતને આ વર્ષે ઘણી ખોટ ગઇ છે. ઋષિ કપૂર, ઇરફાન ખાન, સાજીદ ખાન(સાજીદ-વાજીદ) જેવા શ્રેષ્ઠ અભિનેતા તથા મ્યુઝિક ડાયરેક્ટર  ગુમાવ્યા બાદ હવે સુશાંત સિંહ રાજપૂતના સમાચાર આવવાથી સમગ્ર ટીવી અને સિનેમાં જગતમાં દુઃખની લાગણી છવાયેલી છે.

સુશાંતના મૃત્યુ પર સેલિબ્રિટીની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. 

બોલિવુડમાં ફક્ત સુશાંત જ નહીં, પરંતુ અનેક સેલિબ્રિટિઝ છે જેમણે આત્મહત્યા કરી હતી. પરંતુ હંમેશા સવાલ એક જ હોય છે કે, શા માટે બોલિવુડ સ્ટાર્સ પોતાનું જીવન ટૂંકાવી દે છે ? આ સવાલ એક છે પરંતુ તેના જવાબ અનેક છે. આ વિશે દેશના મનોવૈજ્ઞાનિકો અનુસાર આ મુખ્ય કારણો નીચે મુજબ છે.

સામાજીક દબાણ છે એક મોટું કારણ : બોલિવુડ જ નહીં, પરંતુ હોલિવુડમાં પણ ઘણા મોટા સેલિબ્રિટિઝની આત્મહત્યાની ખબરો સાંભળવામાં આવે છે, લગભગ બધા કલાકારો પર સામાજીક દબાણ રહેતા હોય છે. આ સેલિબ્રિટિઝ ખુબ જ મહેનત કરે ત્યાર બાદ હિટ ફિલ્મો અને નામના મેળવી શકે છે. જ્યારે ફિલ્મ હિટ ન થાય તો તેની પાછળ અનેક કારણો હોય છે. પરંતુ તેમાં સેલિબ્રિટીના કરિયર પર જ આવે છે. લોકોની અપેક્ષા પર ન ઉતરી શકવાના કારણે પણ સેલિબ્રિટિઝ આત્મહત્યાનો રસ્તો પસંદ કરે છે.

ડિપ્રેશનનો શિકાર હોય છે મોટાભાગના સેલિબ્રિટી : આત્મહત્યાનું એક કારણ વ્યક્તિ માનસિક રોગી એટલે કે ડિપ્રેશનનો શિકાર હોય શકે છે. ડિપ્રેશનમાં આવવું તે સામાન્ય છે. થોડા સમય પહેલાં બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે એક ટીવી ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યુ હતું કે, હું ડિપ્રેશનનો શિકાર થઇ હતી, અને મેં તેની સારવાર પણ કરાવી છે. હું ઠીક થઇ ગઇ છું. પરંતુ આ બીમારી ખુબ જ ગંભીર છે જેના કારણે વ્યક્તિ આત્મહત્યા કરી શકે છે. તેથી જ મોટાભાગે માનસિક બીમારી હોય કે અસ્વસ્થ અનુભવતી વ્યક્તિને લોકો સારવારની સલાહ આપે છે.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપુત ઉપરાંત બોલિવુડમાં જીયા ખાન, દિવ્યા ભારતી, ગુરુ દ્ત્ત, મનમોહન દેસાઇ, કુલજીત રંધાવા, પરવીન બાબી, નફીસા જોસેફ જેવા સેલિબ્રિટિએ આત્મહત્યા કરીને પોતાના જીવનને ટુંકાવ્યું હતું.

Leave a Comment