જો તમારા લગ્ન થઈ ગયા હોય, તો ભૂલ્યા વગર કઢાવી લેજો આ પ્રમાણપત્ર. નહિ તો પછી થશે મુશ્કેલી.

મિત્રો જેમ તમે જાણો છો તેમ લગ્ન એ એક સામાજિક કાર્ય છે અને આપણી સંસ્કૃતિ પણ છે. તેથી જ વિવિધ રીત જેમ ધાર્મિક ક્રિયાઓ દ્વારા વિવાહ કરવામાં આવે છે. આમ વિવાહ એ આપણા સમાજમાં પૌરાણિક કાળથી ચાલ્યા આવતા સંસ્કાર છે. અને આ સંસ્કારને યોગ્ય રસમો દ્વારા પુરા કરવામાં આવે છે. પણ આજે આમ જોઈએ તો આપણા સમાજમાં વિવિધ જગ્યા પર લગ્નનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે. જે વર અને કન્યા બંને માટે ખુબ જરૂરી છે.

લગ્ન એ બંને પક્ષોના વડીલોની હાજરીમાં કરવામાં આવે છે અને વિવિધ રીત રિવાજો દ્વારા તેને સપન્ન કરવામાં આવે છે. પણ આજના નવા યુગમાં વિવાહ માટે એક સામાજિક મંજુરી હોવી એ પણ જરૂરી છે. તેની પાછળનું કારણ એ છે કે આજે લગ્નના નામે ખુબ અસામાજિક પ્રવૃતિઓ થાય છે. તેથી વિવાહનું પ્રમાણપત્ર બનાવવું ખુબ જરૂરી છે. ચાલો તો હવે આ પ્રમાણપત્રની જરૂરત ક્યાં પડે છે તેના વિશે જાણી લઈએ.

જો તમે તમારું જોઈન્ટ એકાઉન્ટ ખોલવા માંગો છો, પાસપોર્ટ બનાવવા માંગો છો, વીમો ઉતારવા માંગો છો, દંપતી ટ્રાવેલ વિઝા અથવા તો કોઈ દેશમાં સ્થાયી નિવાસ કરવા માંગો છો તો તમારે લગ્ન રજિસ્ટ્રેશન કરાવવું ખુબ જરૂરી બની જાય છે. જો કોઈ મહિલા લગ્ન પછી પોતાનું નામ નથી બદલવા માંગતી તો લગ્નને સંબંધિત બધા જ કાનૂની અધિકાર અને ફાયદા અપાવવામાં આ પ્રમાણપત્ર ખુબ મદદ કરે છે.આ ઉપરાંત લગ્ન પછી દંપતીમાં કોઈ એક વ્યક્તિ દગો કરીને ભાગી જાય છે તો આવા સમયે પ્રમાણપત્રના આધારે પોલીસ ફરિયાદ સહેલાઈથી કરી શકાય છે. આ સિવાય તલાક લેવા માટે તેમજ જીવન નિર્વાહ માટેના પૈસા લેવા માટે ખુબ મદદ મળે છે.

પ્રમાણપત્ર કેવી રીતે બનાવવું : હાલ કોરોના કાળ શરૂ હોવાથી લગ્નનું પ્રમાણપત્ર કરાવવા માટેની પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી છે. ઓનલાઈન મેરેજ સર્ટીફીકેટ ફોર્મની સાથે ઘણા જરૂરી દસ્તાવેજોને પણ અપલોડ કરવાના હોય છે.

જે ગામમાં લગ્નનું પ્રમાણપત્ર કરવાની સુવિધા નથી હોતી ત્યાં નવદંપતી એ ગામની આધિકારી ઓફીસનો સંપર્ક કરવાનો હોય છે અને જરૂરી દસ્તાવેજ જમા કરવાના હોય છે.

ઓનલાઇન તેમજ ઓફ લાઈન બંને જગ્યા પર વર તેમજ કન્યાના પાસપોર્ટ સાઈઝના  ફોટા, લગ્ન કરેલા છે તેના ફોટા, વર અને કન્યાની આઈડી પ્રૂફ, બંનેના જન્મને સાબિત કરતા પ્રમાણપત્ર જેમ કે જન્મનો દાખલો, ડ્રાઈવિંગ લાઇસેંસ, આધાર કાર્ડ, વર-કન્યાનું શપથ પત્ર, પહેલા અને બીજા એમ બે લગ્નમાં હાજર વ્યક્તિના આઈડી પ્રૂફ. વગેરે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment