whatsapp લાવી રહ્યું છે એક અનોખુ ફીચર…આ વસ્તુ થશે આપ મેળે.

મિત્રો whatsapp એટલે ખુબ જ નજીકની દુનિયા છે. બીજી બાજુ જોઈએ તો એકબીજાને ખુબ દૂર કરી દેતી દુનિયા છે. પરંતુ આ એવી app છે જેના વગર આજે માનવી રહી નથી શકતો. કોઈ પણ માહિતી કે નાનો એવો મેસેજ ખુબ ઝડપથી આ એપ દ્વારા મોકલી શકાય છે. મિત્રો whatsapp માં નવું-નવું upadet સમયે સમયે આવતું રહેતું હોય છે અને તે અનેક સગવડોથી ભરેલું છે. તો આવા સમયે અમે તમને જણાવી દઈએ કે હવે whatsapp એક નવું ફીચર લઈને આવી રહ્યું છે. તો મિત્રો વાંચો આ લેખને આજનો શું છે whatsapp નું નવી ફીચર.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન whatsapp સતત પોતાને બદલી રહ્યું છે અને સમય જતાં તેણે ઘણા બધા અપડેટ્સ સાથે વપરાશકર્તાઓને વધુ સારી સગવડો આપી છે. હવે વોટ્સએપ આવી જ એક અનોખી સુવિધા લાવ્યું છે. જેમાં સામેની બાજુથી આવેલા મેસેજીસ આપમેળે અદૃશ્ય થઈ જશે. વોટ્સએપની આ નવી સુવિધાને ડિસએપિયરિંગ મેસેજ કહેવામાં આવે છે અને આ સુવિધાની મદદથી એપ્લિકેશન તમારા મોકલેલા મેસેજને એક નિશ્ચિત સમય પછી ડિલીટ કરી શકે છે. આ ફીચર વિશે વિશેષમાં એવું જાણવા મળ્યું છે કે આ અંતર્ગત યુઝર્સેને મેસેજ મોકલતા પહેલા એક સમય સેટ કરવો પડશે અને નિશ્ચિત સમય પૂર્ણ થયા પછી તમારા દ્વારા મોકલવામાં આવેલ મેસેજ આપમેળે જ ડિલીટ થઈ જશે. હાલમાં આ સુવિધા વોટ્સએપના બીટા વર્ઝન 2.19. 275 પર મળશે.

જ્યારે એવું પણ જાણવા મળ્યું છે કે આ સુવિધા પહેલા ગ્રુપચેટ માટે જ આવશે અને પછી આ સુવિધા ખાનગીચેટ માટે પણ ઉપલબ્ધ થશે. જ્યારે એવી હકીકત પણ સામે આવી છે કે શરૂઆતમાં આ સુવિધા દરેકને ગ્રૂપચેટમાં દરેક માટે ઉપલબ્ધ રહેશે નહીં. પરંતુ આ સુવિધા ગ્રૂપસેટિંગ્સમાં ઉપલબ્ધ હશે. જે ફક્ત ગ્રૂપએડમિન એક્સેસ કરી શકશે. જો કે એક વેબસાઇટ અનુસાર આ સુવિધા હજી પ્રારંભિક તબક્કામાં છે  આથી કંપની સામાન્ય લોકો માટે તેને ક્યારે રિલીઝ કરશે તે સ્પષ્ટ નથી. આગળ જાણવા મળતી માહિતી અનુસાર ગ્રુપ ચેટ દરમિયાન એડમીન આ મેસેજની અવધિ 5 સેકેંડથી લઈને 1 કલાક માટે સેટ કરી શકે છે અને આ નિશ્ચિત સમય પછી ગ્રૂપએડમિન દ્વારા મોકલેલી ચેટ, WhatsApp ના ગ્રૂપમાંથી અદૃશ્ય થઈ જશે.

આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પહેલા ગ્રૂપમાં કોઈએ મેસેજ ડિલીટ કરતાં ત્યારે બાકીના લોકોને એની જાણ થઈ જતી, પરંતુ આ સુવિધામાં એવો વિકલ્પ છે કે મેસેજ ડિલીટ થયા પછી કોઈને પણ મેસેજ દેખાશે નહીં અને એ પણ જાણી નહીં શકાશે કે મેસેજ ડિલીટ થયો છે. કારણ કે તેનું કોઈ પણ નિશાન રહેશે નહીં.

અમે એ પણ જણાવી દઈએ કે હાલમાં આ સુવિધા માટે ફક્ત 5 સેકેંડ અથવા તો 1 કલાકનો વિકલ્પ છે અને તેનો અર્થ એ કે આ સમયગાળો અગાઉથી સેટ કરવો પડશે અને જો સમય સેટ ન કર્યો હોય તો તમારો મેસેજ આપમેળે ડિલીટ નહીં થાય. આ ઉપરાંત યુઝર્સને ‘ઓલ’ અથવા ‘કોઈ નહીં’ નો વિકલ્પ પણ મળશે. એટલે કે, આ સુવિધાને ચાલુ કર્યા પછી, ચેટ માટે પસંદ કરેલા મેસેજ આપમેળે ડિલીટ કરશે અને તમારે વ્યક્તિગત મેસેજ જાતે જ ડિલીટ નહીં કરવા પડે.

વોટ્સએપનું આ લક્ષણ હાલમાં એન્ડ્રોઇડ બીટા વર્ઝન પર ઉપલબ્ધ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં તેને આઇઓએસ યુઝર્સ માટે પણ રિલીઝ કરવામાં આવશે. જો કંપની જલ્દીથી આ સુવિધા રજૂ કરશે, તો વોટ્સએપ દ્વારા વાતચીત સિસ્ટમ સંપૂર્ણપણે બદલી શકાશે અને લોકો અનોખી ચેટિંગ કરશે

આ ઉપરાંત આના દ્વારા જો તમે ઇચ્છતા હો કે સંદેશ પછીથી કોઈ વાંચી ન શકે અને તે ત્વરિત ઉપયોગ માટે છે, તો તમે પહેલેથી પસંદ કરી શકો છો કે આ મસેજ પછીથી આપમેળે જ ડિલીટ થઈ જાય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment